વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ કારકિર્દીને અનુલક્ષીને આ સમય ખૂબ સારો છે. આપના નવીન કાર્ય શરૂઆતના દોરમાં જ ઘણા સારા પરિણામ અપાવે. ધંધા-ઉદ્યોગમાં રોકાણ માટે ઉત્તમ સમય છે. ભાગ્યની દૃષ્ટિએ જોઇએ તો તમારો પ્રગતિકારક સમય સાબિત થાય. નોકરીના ક્ષેત્રમાં થોડીઘણી સમસ્યાઓ હજી યથાવત્ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે મહત્ત્વપૂર્ણ પરિણામ મેળવશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ બનાવશે. નિર્ણયો લેવામાં ઉતાવળા થશો નહીં. વ્યાપાર-ધંધામાં મહત્ત્વની તકો સાંપડશે. આપની સૂઝબૂઝ અને બુદ્ધિકૌશલ્યથી આગળ ધપશો તો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમારા પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો તો આગળ તમે સારો એવો લાભ લણી શકશો. નોકરિયાત વર્ગે વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી. સ્વાસ્થ્ય સંબંધી થોડીઘણી મુશ્કેલીઓ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ મહત્ત્વના નિર્ણયો લેવા માટે આ સમય ઉત્તમ યોગકારક રહેશે. આર્થિક સ્થિતિમાં અચાનક મહત્ત્વના ફેરફારો જોવા મળે, જે આપના માટે ફાયદાકારક હશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. આ સમયમાં આપના સંતાનોના વિવાહિત જીવનના પ્રશ્નોનો હલ આવશે. કોર્ટકચેરીના અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિનો ભાગ મળવાથી આપની આર્થિક સ્થિતિ બદલાય. પ્રવાસ-પર્યટન શક્ય બને.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અકારણ માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતામાં વધારો જોવા મળે. સંયમિત વર્તન રાખશો તો પરિસ્થિતિને બગડતી અટકાવી શકશો. અહીં આપના નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો આર્થિક ભીંસ સહન કરવાનો વારો આવી શકે છે. ખોટા ખર્ચાઓ ટાળશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ વધતું જણાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પર સારા એવા ખર્ચા કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
• સિંહ (મ,ટ): આપની સમક્ષ ગમેતેવા સંજોગો ઊભા થાય, જો એનો સામનો સૂઝબૂઝથી કરશો તો દરેક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. તમારી ફરજ પૂર્ણ કરવાનો આ સમય છે. સખત મહેનત અને એકાગ્રતથી આપનું કાર્ય કરશો તો લાભમાં રહેશો. વ્યવસાય-ઉદ્યોગના ક્ષેત્રમાં આપે ઘણા મહત્વના નિર્ણયો લેવા પડશે. બીજાની ગેરસમજ દૂર કરવામાં પોતાનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. વ્યવસાયિક કામગીરી અર્થે પ્રવાસનું આયોજન થાય. વિદ્યાર્થીઓને માટે સમયની અનુકૂળતા સારા પરિણામો લાવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય ખાસ ઉતારચઢાવવાળો રહેશે. વ્યાવસાયિક કાર્યોમાં તમારા ઉપરી અધિકારો તમારા ઉપર દબાણ લાવી શકે છે. આપ મહેનત સાથે આગળ વધ્યા કરશો તો સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે કોઈ ખાસ પરિવર્તન જણાતું નથી. વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરશે તો જ ઇચ્છિત સફળતા હાંસલ કરી શકશો, નહીં તો નુકસાની ભોગવવી પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં આપના માટે સંગ તેવો રંગ જેવી પરિસ્થિતિ ઊભી થાય. જો સારી સંગતમાં રહેશો તો ફાયદો મેળવશો, નહીં તો આપના કહેવાતા મિત્રોના આપની પીઠમાં છરો ભોંકવાનું કામ કરે. આથી ખૂબ સાવચેતી રાખો તે જરૂરી છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ કુશળતાપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશે. મકાન-સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો સમય છે. સ્વાસ્થ્ય સંબંધી બાબતો ખૂબ કાળજી માંગી લેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન તમારી સહનશક્તિની પરીક્ષા થાય. કુટુંબમાં કોઈ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું રહ્યું. આપના વાણીવર્તન મહત્ત્વના સાબિત થાય. નોકરી-વ્યવસાયમાં પણ ખૂબ સમજીવિચારીને આગળ વધવું હિતકારી સાબિત થાય. સંતોનાના અભ્યાસ બાબતે થોડીઘણી ચિંતાઓ રહેશે. એડમિશન માટેની કામગીરી માટે દોડાદોડી કરવી પડે. અવિવાહિત વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર મળી શકે છે. છે. લગ્નની શરણાઈ સંભળાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ સફળતાપૂર્વક અને મહત્ત્વનો પુરવાર થાય. પુરુષાર્થ ફળશે. મહત્ત્વના નિર્ણયો તમારી તરફેણમાં પરિવર્તિત થાય. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગોનું આયોજન થાય. પરિવારમાં વાતાવરણ ખુશમય અને આનંદિત રહેશે. વિદ્યાર્થીજગતમાં મહત્ત્વના પરિણામો પ્રાપ્ત કરશો. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડે તો ક્યાંક ગમગીનીનો અહેસાસ થાય. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી રહેશે નહીં. વ્યાવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરશો જેથી આપનો ઉત્સાહ વધે. કોઈ મહત્ત્વના સમાચારથી આનંદનો માહોલ સર્જાય. આર્થિક સમસ્યાઓ હલ થાય. નોકરીમાં બઢતીનાં યોગ છે. વ્યાપાર-ધંધામાં નવા મૂડીરોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઘણા અવરોધો લાવશે, પણ આપની સૂઝબૂઝથી અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો એ દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો, અને ભવિષ્યમાં સારા પરિણામ પણ મેળવી શકાશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રોમાં પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે. આપની ધીરજની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નોનો હલ થાય જેના કારણે માનસિક બોજ હળવો થાય. આર્થિક રીતે આ સમય નહિ નફો નહિ નુકસાનવાળો રહેશે.