તા. 24 ઓગસ્ટ 2024થી 30 ઓગસ્ટ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd August 2024 04:52 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં કામને અનુલક્ષીને થોડી વ્યસ્તતા તેમજ દોડાદોડી રહેશે. જોકે તેનું પરિણામ આપના માટે લાભદાયી પુરવાર થશે. આર્થિક રીતે થોડો ખર્ચા પર કંટ્રોલ રાખવો અનિવાર્ય રહેશે. આવકના સાધનોમાં વધારો જોવા મળે, પરંતુ સામે ખર્ચાઓ પણ ઊભા થાય. નોકરીના ક્ષેત્રમાં આપના વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. ધંધા-ઉદ્યોગમાં નવી તકો ઊભી થાય, પરંતુ જોઈજાળવીને આગળ વધશો. વિદ્યાર્થીઓ તેમની મહેનત અને લગનનું પરિણામ સારું એવું પ્રાપ્ત કરી શકશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર મળશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆતમાં થોડી માનસિક અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે. જોકે શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ વડીલોના આશીર્વાદથી એ પરિસ્થિતમાંથી બહાર લાવી શકશો. નાણાકીય રીતે જોઇએ તો, આવકના પ્રમાણમાં જાવક વધે. ભૌતિક સાધનો માટે સારા એવા ખર્ચ આ સમય દરમિયાન કરશો. નોકરીના ક્ષેત્રમાં થોડું સાવધાન રહેવું જરૂરી. ભાગીદારી અંગેના નિર્ણયથી હાલ દૂર રહેવું. અહીં સંતાનોના અભ્યાસની બાબતોના કારણે થોડી દોડાદોડી વધે. કોર્ટકચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે. જેના પ્રભાવથી આપના કાર્યોમાં સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. કેટલીક અણધારી ઘટનાઓ પણ આ સમયમાં ઘટી શકે છે, જે તમને લાભકર્તા બનશે. નોકરી-વ્યવસાયમાં ઘણાં સારા એવા નિર્ણયો લઈ શકશો. વેપાર-ઉદ્યોગમાં મોટા મૂડીરોકાણ માટે સમય સારો રહેશે. આર્થિક રીતે સદ્ધરતા કેળવી શકાય એવો સમય તમારા માટે આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનત કરવાનું સૂચન છે. જો બેદરકાર રહેશો તો એના ખરાબ પરિણામ ભોગવવા પડશે.
• કર્ક (ડ,હ)ઃ કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચારજો. તેમજ તમારા કોઈ અંગત વ્યક્તિના સલાહસૂચન સાથે આગળ વધજો. બહારની વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મોટા નુકસાનની ખાડામાં ઉતરી શકો છો. આથી ખૂબ જોઈજાળવીને આગળ વધશો. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ શરૂ કરી શકશો. નોકરીમાં બદલી અથવા તો બઢતી શક્ય બને. સંતાનોને લગતા પ્રશ્નો અહીં હલ થતા જણાય.
• સિંહ (મ,ટ): આ સમયમાં કેટલાક ગૂંચવાયેલા સંબંધોનો આપ ઉકેલ લાવી શકશો. સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. થોડા આકસ્મિક ખર્ચાઓનો સામનો કરવા માટે પણ તૈયારી રાખશો. નોકરીનાં ક્ષેત્રમાં સહકર્મચારી માટે મદદરૂપ પુરવાર થશો. આપના માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલ સ્થિતિ યથાવત્ જણાય, કોઈ ખાસ ફેરફાર નથી. આ સમયમાં પારિવારિક જીવનનાં આનંદ અને ઉત્સાહ બમણાં થાય. સંતાનને લગતા પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માનસિક મજબૂતી લાવનારો સાબિત થાય. આપનો કોઈ મહત્ત્વનો નિર્ણય કાર્યસિદ્ધિ અપાવે. આપનું મનોબળ મજબૂત થાય. નાણાકીય દૃષ્ટિએ જોઈજાળવીને આગળ વધશો. જો કોઈ મોટું રોકાણ કરવા ઇચ્છતા હશો તો સફળતા મેળવી શકશો. અહીં નસીબ તમારી સાથે સફળતામાં ચાર ચાંદ લગાવી આપશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ આપના માન-પ્રતિષ્ઠા વધે. આરોગ્ય સંબંધી બાબતોમાં પણ ખાસ મુશ્કેલી જણાતી નથી. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમય થોડો તાણ અને બેચેનીવાળો રહેશે. જોકે, કાર્યોમાં મન પરોવેલું રાખશો તો થોડી માનસિક સ્વસ્થતા કેળવી શકશો. વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી. ખર્ચાઓ ઉપર થોડો વધારે કાપ મૂકવાનું સૂચન છે. નોકરિયાત વર્ગને ફાયદો જણાય છે. વિદ્યાર્થી વર્ગ આનંદ- ઉત્સાહનો માહોલ અનુભવશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આપની કેટલીક પ્રવૃત્તિઓમાં ફેરફાર જોવા મળે. વાંચન-મનન-ચિંતન પ્રત્યે આપ વધુ સજાગતા કેળવશો. સખત સંઘર્ષ અને મહેનત આપના કાર્યોને સિદ્ધિ અપાવે. વ્યવસાયિક કાર્યોનું વિસ્તરણ થશે. નવીન રોકાણો દ્વારા લાભમાં રહેશો. મકાનની ફેરબદલીની ઇચ્છાઓ પૂર્ણ થતી જોવા મળે. નોકરીમાં સ્થાનફેરના યોગો બળવાન છે. કૌટુંબિક વાતાવરણ આનંદ-ઉત્સાહથી ભર્યું જોવા મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મિશ્ર પ્રતિભાવ આપનારું સપ્તાહ છે. તમારામાં રહેલા લાગણી અને પ્રેમ દ્વારા આપના પરિવારના સભ્યોને એક સાથે જોડી શકશો. તમારા દરેક કાર્યોમાં વડીલોનો સહયોગ અહીં મેળવી શકશો. આ સમયમાં આર્થિક રીતે આપની સદ્ધરતામાં વધારો થતો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં થોડું કામનું ભારણ વધતું જણાય.
• મકર (ખ,જ)ઃ આ સમય આનંદ અને ઉત્સાહભર્યો પસાર થાય. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આપના જીવનનો રાહ બદલી શકે છે. મનમાં નવી અનેરી તાજગીનો અનુભવ થાય. આર્થિક રીતે બેલેન્સ જળવાઈ રહેશે. નોકરી-વ્યવસાયોના કાર્યોમાં નવીન તકો દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય. કોર્ટ-કચેરીના લગતા કાર્યોમાં સફળતા મેળવી શકશો. સંતાનો તરફથી વધુ પ્રેમ-લાગણી પ્રાપ્ત કરશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળે. રાજકીય ક્ષેત્રમાં રહેલા વ્યક્તિઓ માટે વિજય યોગ છે. આર્થિક દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. ધનલાભ થાય. નોકરીના ક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મેળવી શકાય. વ્યવસાયમાં ભાગીદારીથી ખાસ લેણું જણાતું નથી. કોર્ટ-કચેરીનાં વિવાદોમાં ચુકાદો આપની તરફેણમાં આવશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આપના ભાગ્યના યોગોને આધીન સફળતા કે નિષ્ફળતાનો અનુભવ કરી શકશો. જોકે વધુ સાવચેતી રાખવી જરૂરી. ખર્ચાઓને કાબૂમાં રાખવા આવશ્યક છે. નાણાકીય વધુ સાવેચતી રાખશો તો લાભમાં રહેશો. નોકરી-વ્યવસાયમાં તમારા જ્ઞાનનો ઉપયોગ અને અનુભવ કામ લાગશે. સંતાનોના લગ્નસંબંધી ચર્ચાઓ અહીં જોર પકડશે. વિદ્યાર્થીઓ માટે પણ સાનુકૂળ સમય રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter