તા. 24 જૂન 2023થી 30 જૂન 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd June 2023 11:09 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ આપના માટે સરેરાશ રહેશે. તમારા કોઈ અંગત પરિજન કે મિત્રો પાસેથી ભેટસોગાદ મેળવી શકો છો કે નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકો છો. વ્યવસાયિક વ્યક્તિને તર્ક-વિતર્ક કે દલીલબાજીમાં ન ઉતરવાની સલાહ છે. નોકરિયાતને કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત સોદાઓથી લાભ મેળવશો. ખાણીપીણી બાબતે થોડી વધુ કાળજી આ સમય દરમિયાન અનિવાર્ય રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન દુવિધા દૂર થતી જોવા મળશે. આત્મવિશ્વાસને ટકાવી રાખજો. નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો લાભમાં રહેશો. સંતાન દ્વારા કોઈ સારા સમાચાર મળશે. નાણાકીય કટોકટી ઓછી થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં સંબંધોને કારણે કામ આગળ વધતું જવા મળે. લગ્નજીવનના કંકાસ દૂર થાય. આરોગ્ય બાબતે થોડી વધુ સાવચેતી જરૂરી. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ગુસ્સો ટાળશો તો તમારા અડધા કામ આપોઆપ ઉકેલી શકશો. તમારી શક્તિનો ઉપયોગ કોઈ સારા કામ માટે કરશો તો સફળ થઈ શકો છો. નાણાકીય મદદ મેળવી શકશો. વ્યવસાયમાં કોઈ નવી શરૂઆત થઈ શકે છે. નોકરીમાં થોડું ઉપર-નીચે થાય તો સંયમથી કામ લેશો. પરિવાર સાથે થોડો વધુ સમય વિતાવવાની જરૂર છે. કૌટુંબિક વ્યક્તિ સાથે ચાલી રહેલા વાદવિવાદ દૂર થવાની શક્યતા છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન મહેનત અને પરિશ્રમ રંગ લાવે. કાર્યક્ષેત્રની મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકવા માટે તમારા જ્ઞાનનો ઉપયોગ કરવો જરૂરી. અવરોધોમાંથી બહાર આવી શકશો. આર્થિક સમસ્યા પણ હવે દૂર થતી જોવા મળશે. કોઈ અજાણ શક્તિઓ આપને ફાયદો કરાવે. વ્યવસાયિક સંબંધોમાં પણ સુધારો જોવા મળે. નોકરીના ક્ષેત્રે આપના કાર્યની નોંધ લેવાય. ઉપરી અધિકારી સાથે આત્મીયતાનું સ્તર વધારે ઊંચું લાવી શકશો.
• સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગોની દૃષ્ટિએ જોઇએ તો આ અઠવાડિયું થોડું વધારે પડકારભર્યું રહેશે. માનસિક રીતે બેચેની અને ચિંતાનું ભારણ રહેશે. વધુ પડતાં કામનો બોજો પણ આપના શારીરિક થાકનું કારણ બને. જોકે બીજી બાજુ આપના કાર્યની પ્રશંસા પણ થાય જેના કારણે થોડી રાહત અનુભવાય. આર્થિક સ્થિતિમાં હજી કોઈ ફેરફાર જણાશે નહીં. વ્યવસાયનાં ક્ષેત્રમાં જો ભાગીદારીથી આગળ વધવા માંગતા હો તો ધ્યાન રાખીને આગળ વધશો. કોર્ટકચેરીના કાર્યોમાં સફળતા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા સપના સાકાર કરવા માટે આ સમય પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ધીરજથી કામ લેશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. આવકની દૃષ્ટિએ પણ આપની યોજના સાકાર થતી જોવા મળે. નોકરી-વ્યવસાયમાં આપની કાર્યની પ્રશંસા થાય. નજીકની વ્યક્તિ સાથેનો મતભેદ દૂર થતો જોવા મળે. પ્રોપર્ટીના કામકાજમાં ફાયદો થાય. પ્રવાસ-પર્યટનની ઇચ્છાઓ ફળીભૂત થતી જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સમય તમારી મહેનતનું સકારાત્મક પરિણામ લાવી શકે છે. થોડીઘણી જટિલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. ઉદ્યોગજગતમાં આ સપ્તાહે ઘણાં બધા નવા કાર્યો પર હાથ અજમાવી શકાય. નવી પ્રવૃત્તિને આગળ વધારી શકાશે. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કામનું ભારણ વધી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. સ્વાસ્થ્ય મામલે સુસ્તી દૂર કરીને નિયમિત કસરત પર ધ્યાન આપવાની જરૂર રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય થોડો સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવશે. આપની ચિંતાઓ દૂર થાય. તમારા કાર્યક્ષેત્રમાં સાનુકૂળ સંજોગો ઊભા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહમાં વધારો થશે. આવકમાં વધારો થાય એવી તકો હાથ લાગશે. નોકરિયાત વર્ગને ધીમે ધીમે મહત્ત્વના દરવાજા ખુલતાં જોવા મળે. વ્યવસાય-ધંધામાં ઉઘરાણીની આવકમાં ફાયદો થાય. અટવાયેલા કાર્યોને હવે નવેસરથી શરૂઆત કરી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ ભૂતકાળની અસફળતાને દૂર કરી જીવનમાં નવી આશાઓ જગાવે એવી સમયની ગ્રહચાલ જોઈ શકશો. વ્યક્તિગત ચિંતામાંથી બહાર નીકળશો. આર્થિક સમસ્યાનું સમાધાન મળતાં હજી થોડી વાર લાગે છતાં બેલેન્સ જળવાઈ રહેશે. વ્યવસાયિક અનુશાસન જાળવી રાખશો તો સફળતા પામશો. વડીલોના સ્વાસ્થ્યને કારણે થોડી ઘણી ચિંતા રહે. નોકરીમાં સ્થાનફેરની ઇચ્છા પૂર્ણ કરી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં કોઈના ભરોસે બેસી રહેવા કરતાં જો જાતે જ કાર્યભાર ઉપાડી લેશો તો સફળતા પ્રાપ્ત કરશો. પોતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાની જરૂર જણાય. જૂના બાકી નીકળતાં લેણાં અહીં પરત મળે. કાર્યક્ષેત્રમાં ધંધા-વેપારમાં કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવવો જરૂરી રહેશે. કરિયર અંગેના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે કોઈ અંગત વડીલની સલાહ કામ લાગે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનની અપેક્ષા સાકાર ન આવતાં માનસિક અસ્વસ્થતા જોવા મળે. મનોબળ વધુ મજબૂત બનાવશો તો આ પરિસ્થિતમાંથી બહાર નીકળી શકશો. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગેની સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. લોન કે બાકી રહેતાં નાણાંની જોગવાઈ કરી શકશો. ધંધા-વ્યવસાયના કાર્યોમાં ભાગદોડ વધુ જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં બઢતીના યોગ બળવાન છે. પારિવારિક પ્રસંગોને કારણે વ્યવસ્તતામાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આસપાસની પરિસ્થિતિમાં હકારાત્મક ફેરફાર લાવવા જરૂરી છે. અહીં અને વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન પહોંચાડી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિકતા તરફ થોડું વધુ ધ્યાન આપશો તો તમારા જ ફાયદામાં રહેશે. ધંધા-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરી શકશો. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના વ્યવહારમાં ખાસ ધ્યાન રાખશો. આકસ્મિક પ્રવાસના આયોજનથી થોડી હળવાશ અનુભવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter