વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઈ)ઃ અકારણ ચિંતાના કારણે માનસિક તંગદિલી કે અકળામણ વધતાં જણાશે. બાહ્ય પરિસ્થિતિની અસર તમારા મન ઉપર નહીં લો તો જ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. નાણાંકીય જવાબદારી વધતી જોવા મળશે. જાવકનું પ્રમાણ પણ વધતું જોઈ શકશો. ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જોગવાઈ કરવાનું શરૂ કરી દો. વ્યાપાર-ધંધામાં કોઈ ઉતાવળા નિર્ણય લેશો નહીં. વિદ્યાર્થીઓને વધુ મહેનત જરૂરી રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન ખાસ કરીને તમારા કાર્યક્ષેત્ર પર તમારી લાગણી અને ક્રોધ બંને ઉપર નિયંત્રણ જરૂરી છે, નહીં તો નકામું ટેન્શન ઊભું કરશો. આર્થિક સ્થિતિ થોડી મજબૂત બનતી જોઈ શકશો. ધંધા-ઉદ્યોગમાં મોટા રોકાણો માટેની જોગવાઈ કરવામાં સફળતા મળશે. નોકરિયાત વર્ગને થોડા મુશ્કેલીવાળા સમયમાંથી પસાર થવું પડશે. જો મનોબળ નબળું પડશે તો કારકિર્દીમાં અવરોધ આવી શકે છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે તમારા જીવનમાં ઘણાં ફેરફારો જોવા મળશે. એને સ્વીકારી, પોઝિટિવ રહીને આગળ વધજો. ભૂતકાળની નકારાત્મક પરિસ્થિતિને લઈને તમારી આજને ખરાબ થવા દેશો નહીં એનું ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે કોઈ ઉધારીના ચક્કરમાં નહીં પડવાની અહીં સલાહ રહેશે. વ્યવસાયિક રીતે થોડું વધારે મનન-ચિંતન કરવાની જરૂર છે. પતિ-પત્નીના સંબંધોમાં સહયોગી વર્તન સંબંધમાં સુધારો લાવી શકે છે. આરોગ્ય સારું રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમય ઉત્સાહજનક પસાર થાય. નવી તકો તેમજ કાર્યસફળતાને કારણે થોડી હળવાશ પણ અનુભવશો. એકંદરે મન શાંતિ અનુભવે. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે રસ્તાઓ પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં સમયનો સાથ મળતો જણાશે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવે. પ્રમોશનના ચાન્સીસ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં યોગ્ય વ્યક્તિ સાથે સલાહ-સૂચન જરૂરી રહેશે. મકાન-મિલકતના વ્યવસાયમાં સારા એવા લાભ મેળવી શકશો. કોર્ટ-કચેરી કે વિઝાને લગતી સમસ્યામાંથી છૂટકારો મળશે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન વિરોધીઓ સાથે સંઘર્ષ ઊભા થશે, પોતાની અંગત વ્યક્તિ સાથે અણબનાવના પ્રસંગો બળવાન બનશે. નોકરીના ક્ષેત્રમાં આપની પ્રગતિમાં હજી થોડી રુકાવટો આવે. નાણાંકીય પ્રશ્નોના નિકાલ માટે સખત મહેનત કરવી પડશે. શેર-સટ્ટાના રોકાણોમાં નુકસાની ભોગવવી પડે. આરોગ્યની બાબતોમાં આંખ-મસ્તકની તકલીફ ઊભી થાય. શૈક્ષણિક દ્રષ્ટિએ આ સમય સારો રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માનસિક શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. મનન-ચિંતન તેમજ વાંચન પ્રત્યે વધુ રૂચિ ઉત્પન્ન થાય, જેના કારણે એકાગ્રતામાં વધારો થાય. નાણાંકીય રીતે પણ સમય સારો રહેશે. ખાસ કોઈ મુશ્કેલી રહેશે નહીં. નોકરીના ક્ષેત્રમાં કામગીરીની સરાહના તેમજ પદોન્નતિ થાય. ધંધા-વ્યવસાયમાં લાભદાયક તકો હાથ લાગે. પ્રવાસ-પર્યટનના આયોજન શક્ય બનતાં મનનો ઉત્સાહ બમણો થાય. મિલકત ખરીદીની શક્યતામાં સફળતા મળે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે કષ્ટ-હાનિ તથા વ્યયના પ્રસંગો બળવાન બનતાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે. છતાં તમારો આત્મવિશ્વાસ તેમજ બહોળો અનુભવ આપને સફળતા અપાવે. વાણી-વર્તનથી સામેની વ્યક્તિ પર સારી છાપ ઊભી કરી શકશો. નોકરીમાં થોડું જોઈ-જાળવીને આગળ વધવું. આર્થિક દ્રષ્ટિએ મિશ્ર પરિણામ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ તેજી-મંદીના ચક્રો ફર્યા કરે, અથાગ મહેનત સફળતા અપાવે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય ઉત્તમ લાભદાયી પુરવાર થાય. સુખ-પ્રતિષ્ઠામાં વધારો થાય, જેના કારણે માનસિક સ્વસ્થતા તેમજ રાહત અનુભવાય. આર્થિક ક્ષેત્રમાં તેજી જોઈ શકશો. સાથે સાથે નવાં આવકના સ્ત્રોત પણ ઊભા કરી શકશો. પરિવારમાં મંગલ પ્રસંગને કારણે ઉત્સાહ રહેશે. વિદ્યાર્થીઓ માટે નિર્ણાયક સમય છે. કારકિર્દીને લગતાં નિર્ણયો વડીલોને સાથે રાખીને લેશો તો અચૂક સફળતા પ્રાપ્ત થઈ શકશે. વ્યવસાયિક કામગીરીમાં નવીન રોકાણો થકી લાભ મેળવી શકાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ઉગ્રતા, આવેશ કે ક્રોધને કાબૂમાં રાખજો. ખોટા વિવાદોથી પણ દૂર રહેજો. કામકાજની ચિંતાઓને હમણાં થોડા સમય પૂરતી ઊંચી મૂકી દેજો નહીં તો સ્વાસ્થ્ય પર માઠી અસર ઊભી થઈ શકે છે. નાણાંકીય રીતે અગત્યના મૂડીરોકાણોને કારણે થોડી ખેંચનો અનુભવ થાય પરંતુ એ લાંબાગાળે ફાયદો કરાવી જશે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ વધુ સાનુકૂળ બનશે. આપની કામગીરીની નોંધ લેવાય. વેપાર-ધંધામાં અવરોધોને દૂર કરી શકશો. મિલકતની ખરીદી થાય.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં માનસિક દ્રષ્ટિએ સારું રહેશે. મનનો બોજો ઓછો થાય. નવા કામકાજોને કારણે ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પરિસ્થિતિમાં વધુ મજબૂતાઇ જોવા મળે. ફસાયેલાં નાણાં પરત મળે. નોકરિયાત વર્ગને થોડો કઠીનાઈનો સામનો કરવો પડશે. વેપાર-ધંધામાં કોઈ મહત્ત્વના કરારો કરવાના હોય તો થોડો સમય થોભી જજો. કૌટુંબિક મિલકતના પ્રસંગો ઉકેલાય, જેમાં આપને ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતાઓ રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી માનસિક દ્રઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વકાંક્ષાની પ્રાપ્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી પરિસ્થિતિ ઊભી થશે. આર્થિક રીતે પણ સુધારો જોવા મળે. આવકવૃદ્ધિનો માર્ગ મોકળો થાય. નોકરીમાં ઊભી થયેલી સમસ્યાનો આપે મક્કમતાથી સામનો કરી પ્રગતિનો માર્ગ મેળવી શકશો. વ્યાપારી વર્ગને થોડી વધુ કાળજી રાખી આગળ વધવાનું સૂચન છે. લાંબા સમયથી પ્રતિક્ષા કરતા હોય એ કાર્ય અહીં પૂર્ણ થતું જોવા મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો સ્વભાવ દરેક સમસ્યાનું મૂળ રહેશે. જેથી કરીને થોડો બદલાવ જરૂરી બનશે. જો સ્વભાવમાં થોડી વધુ ઉદારતા લાવશો તો દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અહીં આર્થિક રીતે થોડી વધુ કાળજી રાખવી પડશે. કોઈ મોટા નુકસાનમાં ના ફસાવ એના માટે ખાસ ધ્યાનથી વ્યવહાર કરશો. ધંધાકીય ક્ષેત્રમાં હાલમાં કોઈ મોટા રોકાણો કરશો નહીં. અહીં નોકરિયાત વર્ગને થોડી રાહતવાળી પરિસ્થિતિ રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.