તા. 25 માર્ચ 2023થી 31 માર્ચ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 24th March 2023 06:12 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સતત મૂંઝવણમાંથી ધીમે ધીમે બહાર નીકળી શકશો. આ સમય જૂના સંસ્મરણોને તાજા કરાવશે. કોઈક નવીન મુલાકાત જૂની યાદ તાજા કરાવી દેશે. લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. મકાન તથા અન્ય પ્રોપર્ટીને લગતાં પ્રશ્નો અંગે પણ મદદ મેળવશો. નોકરી-વ્યવસાયમાં કાર્ય થકી સફળતા. યશમાન – કિર્તી પ્રાપ્ત કરી શકશો. ભાગીદારીના કાર્યોમાં થોડું સાચવીને આગળ વધવું. નાણાકીય સ્થિતિ સુધરે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆત મૂંઝવણભરેલી રહેશે. છતાં ક્રમશઃ પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરશો. નાણાકીય બાબતોમાં થોડી ખેંચતાણ અનુભવાય. તંદુરસ્તી બાબતે પણ થોડી કાળજી લેવી જરૂરી. ખરાબ સપનાં અથવા દુઃખદ સમાચારને કારણે ઉંઘ હરામ થાય. પ્રિય વ્યક્તિ અથવા કોઈ ખાસ મિત્ર સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થાય. વ્યવસાયિક કામગીરીમાં થોડી વધુ દોડધામ કરવી પડે.
• મિથુન (ક,છ,ઘ)ઃ પતિ-પત્ની વચ્ચે સ્નેહના સંબંધો વધુ મજબૂત બનતાં જોવા મળે. લાંબા સમયથી ચાલતા મતભેદ દૂર થાય. નવી નોકરી કે વ્યવસાયની ઈચ્છા ધરાવનારને સમય હજી થોડો વધુ પરિશ્રમ કરાવે. કૌટુંબિક વ્યક્તિઓના સહકાર આપના મનોબળને વધુ મજબૂત બનાવશે. મિલકતસંબંધી પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય. નાણાકીય રીતે સમયની સાનુકૂળતા રહેશે. સંતાનોની અભ્યાસ વિષયક ચિંતા દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ આનંદમય તેમજ સુખમય વ્યતીત થાય. ઉપરી અધિકારી અને વડીલોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકાય. નોકરીના ક્ષેત્રમાં ઈચ્છીત પ્રમોશનની ચર્ચાને વેગ મળશે. જોકે, કામકાજ પણ એટલું જ વધશે. નવા ધંધા-વેપાર માટેની ઉજ્જવળ તકો હાથ લાગે. નાણાકીય બાબતોમાં રાહત જોવા મળશે. કુંવારાપાત્રો માટે જીવનસાથીની શોધખોળની ઈચ્છા પૂરી થાય. પ્રવાસના આયોજન વધુ રોમાંચક અનુભવ કરાવે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં તમારી મનની મુરાદ સાકાર થતી જણાય. જોઈતી સાનુકૂળતા ઊભી થાય, જેનો લાભ ઊઠાવવાનું ચૂકતા નહીં. લાગણીઓના ઘોડાને કાબૂમાં રાખજો. આર્થિક ક્ષેત્રે પ્રગતિના માર્ગ ખૂલતા જણાય. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં વાતાવરણ સાનુકૂળ બનતું જણાય. લાંબા સમયથી અટવાયેલા લાભ પ્રાપ્ત થાય. વ્યાપારિક ક્ષેત્રમાં હજી થોડી રાહ જોવી પડશે. મોટા રોકાણો સમજીવિચારીને કરશો. ગૃહાદિક જીવનમાં વાતાવરણ ખુશમય રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કાર્યક્ષેત્રે આ સમય થોડો મૂંઝવણથી ભરેલો રહેશે, જેની અસર અંગત જીવનમાં પણ દેખાય. થોડી અકળામણનો અનુભવ થાય. નોકરી - વ્યાપારના ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીની સામે ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડશે. જોકે, આર્થિક રીતે અહીં સમય થોડો રાહતવાળો રહેશે. મકાન–મિલકતની ખરીદીના પ્રસંગો બળવાન બનશે. વિદ્યાર્થીઓએ ધ્યાન અને એકાગ્રતા વધે એવા પ્રયાસ કરવાનું અહીં સૂચન છે.
• તુલા (ર,ત)ઃ આ સમય શાંતિમાં થોડીક ખલેલ પહોંચાડે એવો રહેશે. જોકે, તમારા ધાર્યા કાર્યો પૂર્ણ થવાથી તણાવ ઓછો થાય. અંગત સાંસારિક પ્રશ્નોમાં થોડીક અસ્વસ્થતા જોવા મળશે. આ સમયના ગ્રહયોગો તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. નોકરિયાત વર્ગને ધારેલા કાર્ય પાર પાડવા માટે સમય પડકારરૂપ સાબિત થાય, પરંતુ સફળતા પણ સાંપડશે. જીવનસાથીની તબિયત બાબતે થોડી ચિંતા રહેશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં ઉકેલ આવતા હજી વાર લાગશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આપના મહત્ત્વના કામકાજોમાં સફળતા પ્રાપ્ત થતાં આનંદની લાગણીનો અનુભવ કરી શકો. નાણાકીય રીતે પણ ઘણી સફળતા મેળવી શકશો. નવી આવકના સ્ત્રોત ઊભા થાય. નોકરીના ક્ષેત્રમાં સમયની અનુકૂળતા તેમજ મહેનત રંગ લાવશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક રીતે નવી ભાગીદારી થકી લાભ રહેશે. પરિવારમાં માંગલિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ખાસ કોઈ મુશ્કેલી કે ટેન્શન રહેશે નહીં. મનોસ્થિતિ વધુ મજબૂત બનશે, જેથી આનંદ–ઉલ્લાસમાં વધારો થાય. આર્થિક દૃષ્ટિકોણથી જોઇએ તો સમય મિશ્ર પ્રતિભાવવાળો રહેશે. વડીલોની સલાહથી દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં પ્રગતિશીલ તકો હાથ લાગશે. લગ્નવિષયક બાબતોનો હલ મેળવી શકાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય. પ્રવાસ–પર્યટન આપના ઉત્સાહમાં વધારો કરાવશે.
• મકર (ખ,જ)ઃ આ સમય સ્વાસ્થ્યના મામલે ચિંતામાં થોડોક વધારો કરશે. કોઈક આકસ્મિક અણબનાવ ચિંતાનું કારણ બને. ધંધાકીય ક્ષેત્રમાં પણ થોડી મંદી જોવા મળે, પરંતુ જો વધુ પ્રયત્નશીલ બનશો તો એમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકશે. બઢતીની તકો તમારા તરફેણમાં રહેશે. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ પરિવર્તન જોવા મળશે નહીં. આવક–જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોભો અને રાહ જુઓનો છે. થોડી ધીરજ રાખીને કામ આગળ વધારવું. આપના પ્રશ્નો વધુ ના ગૂંચવાય એના માટે ખાસ પ્રયત્ન કરતાં રહેશો તો અચૂક સફળતા મળશે. ધંધામાં નવા ક્ષેત્ર ઊભા કરવા માટેના પ્રયત્નોમાં થોડી ઘણી સફળતા પ્રાપ્ત કરી શકાય. નોકરીમાં પ્રતિસ્પર્ધીનો સામનો કુનેહપૂર્વક કરશો તો ફાવશો. પૈસાના પ્રવાહની દૃષ્ટિએ આ સમયના આપના માટે સારો રહેશે. નિયમિત આવકમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ચિંતા અને અકળામણ ઓછાં થતાં જોવા મળે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ થોડી ઘણી વધુ રાહત થાય. તકલીફ દૂર થતાં માનસિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળશે. નાણાકીય સ્થિતિમાં વધુ મજબૂત કરી શકશો. ભાગીદારીથી ફાયદો થાય. નોકરીના ક્ષેત્રે લાંબા સમયથી અટવાયેલાં કાર્યોમાં સફળતા મેળવી શકશો. નવીન રોકાણોથી ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભ મેળવી શકાય. પ્રવાસ–પર્યટન શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter