તા. 25 મે 2024થી 31 મે 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 24th May 2024 05:31 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ તમારી ચિંતા થોડી ઓછી થતી જોવા મળશે. ગ્રહોની સ્થિતિ તમારા લાભના દ્વાર ખોલી શકે છે. થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. નાણાકીય પરિસ્થિતિમાં વધુ સ્ટેબીલિટી લાવી શકશો. આપના ખર્ચાઓ પણ હવે કાબૂમાં જોવા મળે. નોકરી-વ્યવસાયમાં ગતિવિધિમાં સુધારો જોવા મળશે. નવી કામગીરી હાથ ધરી શકાય. વૈવાહિક જીવનમાં થોડા મતભેદ સર્જાય એવી શક્યતા રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ ઉતાવળા કે ભાવુક થઈને કોઈ પણ નિર્ણય લેશો નહીં. ધૈર્ય અને સંયમ જાળવવા જરૂરી. કોઈ શુભચિંતકની મદદ થકી નવી આશાના કિરણો જોવા મળશે. વાહન કે કોઈ મોંઘા ઉપકરણની ખરીદીની ઈચ્છા હોય તો એ હવે પૂરી થાય. નાણાકીય વ્યવસ્થા કરી શકશો. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો સાથે પ્રામાણિકતાથી વર્તન કરવું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને પરિસ્થિતિ યથાવત્ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ જો કોઈ બાબતો કે વિચારોને કારણે આગળના નિર્ણયો લેવામાં મુશ્કેલી જણાતી હોય તો તમારા મનની વાત કોઈ અંગત વ્યક્તિ સાથે ચર્ચા કરી શકો છો. પરિવારની મદદ પણ મેળવી શકશો. આર્થિક પરિસ્થિતિમાં નજીવા ફેરફાર જોવા મળે. કામગીરીના ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. માન–સન્માન પ્રાપ્ત થાય. નોકરીમાં પરિવર્તનની જરૂરત મહેસૂસ થાય. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી પરેશાની સહન કરવી પડશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ મિશ્ર પરિણામ આપનારું રહેશે. શરૂઆતના દિવસો દરમિયાન થોડી નકારાત્મક પરિસ્થિતિ સર્જાય. સપ્તાહના અંત સુધીમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક રીતે ના નફો ના નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. જોકે, ફસાયેલાં નાણાં પરત મેળવવાના તમારા પ્રયત્નો હવે સફળ થાય. સ્પોર્ટ્સના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કોઈ સારો એવો પ્રોજેક્ટ્સ હાથ લાગશે. નોકરીમાં તમારા સહકર્મચારી સાથે મનદુઃખના પ્રસંગો સર્જાઈ શકે છે.
• સિંહ (મ,ટ): ખોટી કામગીરીમાં સમય ખરાબ ન કરશો. મનમાં અશાંતિ અને તણાવ જેવી પરિસ્થિતિ અનુભવાય. આમાંથી બહાર આવવા થોડો સમય તમારા પોતાના માટે પણ ફાળવો. પ્રકૃતિના સાંનિધ્યમાં સમય પસાર કરો. ધ્યાન–યોગથી સારું લાગશે. આર્થિક સ્થિતિમાં નજીવા ફેરફાર જોવા મળશે. ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી. નોકરી-વ્યવસાયમાં કોઈ મહત્ત્વપૂર્ણ વાટાઘાટો થઈ શકે છે. જેમાં તમારા તરફથી જે કોઈ કામગીરી કરવામાં આવે એમાં અવશ્ય સફળતા સાંપડશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન તમારા કામને લઈને ખૂબ સચેત રહેશો. ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી જરૂરી. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે. બાકી લેણાં પરત મળી શકશે. વાહનખરીદીના યોગ પણ છે. પારિવારિક માંગલિક પ્રસંગોને કારણે મન થોડું હળવાશ અનુભવશે. નોકરિયાત વ્યક્તિને કોઈ કાયદાકીય ગૂંચ હોય તો એમાંથી બહાર નીકળવાના રસ્તા મળશે. ઉદ્યોગજગતમાં મોટા રોકાણો માટેની નાણાકીય જોગવાઈ પ્રાપ્ત થાય.

• તુલા (ર,ત)ઃ ઉતાવળે કરેલું કામ કોઇ ભલીવાર વગરનું રહેશે જેથી શાંતચિત્તે કામગીરી કરશો. આ સમય દરમિયાન વાણી ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. આર્થિક કામગીરીમાં કોઈ પર અતિ વિશ્વાસુ બનીને કાર્ય ન કરવાની સલાહ રહેશે. વ્યવસાયમાં ભાગીદારો સાથે નાના મતભેદોમાં મોટું સ્વરૂપ ન થાય તેની ખાસ કાળજી રાખશો. ફક્ત તમારા કમિટમેન્ટને ધ્યાનમાં રાખીને આગળની કામગીરી કરશો તો ફાવશો. પ્રવાસ–પર્યટનથી મન થોડું હળવું થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ હવે તમારો સમય તમને અનુકૂળ પરિસ્થિતિ તરફ લઈ જઈ રહ્યો છે. તમારી ભવિષ્યની યોજના પર યોગ્ય વિચાર કરીને આગળ કાર્યવાહી શરૂ કરી શકો છો. વ્યાપારમાં થોડા ઘણાં પડકારોનો સામનો કરવો પડશે. અહીં જો તમારામાં અહંકાર લાવશો તો નુકસાન તમારે જ વેઠવું પડશે. નોકરિયાત વર્ગને સારી એવી તકો હાથ લાગશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં તમારો વિજય થાય. ઈમિગ્રેશનને લગતી બાબતોની ગૂંચ હવે ઉકેલાતી જોવા મળશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી આસપાસની વ્યક્તિઓ ઉપર એકદમ વિશ્વાસુ બનીને કામગીરી સોંપશો નહીં. ખોટી વ્યક્તિ સાથેની મિત્રતા તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખવાના તમારા પ્રયત્નો સફળ થાય. આર્થિક રીતે રાહતના સમાચાર મળે. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. પ્રવાસનું સફળ આયોજન થાય.
• મકર (ખ,જ)ઃ દરેક કામ ચોક્સાઈ અને પારદર્શિતા સાથે કરશો તો વધુ સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય લેવડદેવડમાં ખાસ કરીને વધુ ચોક્સાઈ રાખશો. શેરબજારમાં જોઈ–જાળવીને કામગીરી કરવી જરૂરી. નોકરિયાત વ્યક્તિએ પાછલા અનુભવમાંથી બોધપાઠ લઈને નવેસરથી શરૂઆત કરવી જરૂરી. વ્યવસાયિક કામગીરીઓમાં સકારાત્મક ફેરફારો જોઈ શકશો. નવી યોજનાઓ સફળ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ નક્કામા વિચારોને મનમાંથી કાઢી નાંખો. ક્યારેક ખોટા વિચારો કરવામાં મહત્ત્વપૂર્ણ તકો હાથમાંથી જતી રહી શકે છે. માનસિક તણાવ તેમજ અંગત સમસ્યાઓને કામના ક્ષેત્રથી દૂર રાખો. આર્થિક બાબતોના નિર્ણયો લેતી વેળા ખૂબ ચોક્સાઈ રાખો. બાકી નાણાં પરત મેળવવા માટે હજી વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયિક કામગીરીમાં કાર્યની શરૂઆત કરતાં પહેલાં યોજનાબદ્ધ રીતે વિચારીને આગળ વધવું. સ્વાસ્થ્ય માટે પણ થોડું સજાગ રહેવું જરૂરી.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન થોડો ઉચાટ – અકળામણ અનુભવાય. એમાંથી બહાર આવવા માટે બીજા કાર્યોમાં મન લગાવશો તો હળવાશ વર્તાશે. આર્થિક સ્થિતિ થોડી વધારે મજબૂત બનતી જણાશે. જે તમારી ચિંતાને થોડા અંશે દૂર કરવામાં મદદરૂપ બનશે. વ્યવસાયમાં કોઈ નવી કામગીરી શરૂ કરવામાં સફળ થશો. પાર્ટનરશીપથી ફાયદો થાય. પરિવાર માટે થોડો સમય કાઢીને આનંદની ક્ષણ વિતાવશો તો પરિવારના સભ્યો પણ ખુશ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter