તા. 27 એપ્રિલ 2024થી 3 મે 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd May 2024 09:26 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સમયની સકારાત્મકતાનો લાભ લઈ તમારા બાકી રહેલા કામકાજ પૂર્ણ કરી શકો છો. આવકની દૃષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે લાભદાયક રહેશે. ભવિષ્યની યોજનાઓ ઉપર પણ અમલ કરી શકશો. વ્યવસાયિક અને અંગત સંબંધોનો તાલમેલ બનાવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય થોડો પ્રેશરવાળો અનુભવાય. સ્વાસ્થ્યની રીતે કોઈ ખાસ સમસ્યા રહેશે નહીં.

• વૃષભ (બ,વ,ઉ)ઃ મિલકત સંબંધિત કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય તો એનો આ સપ્તાહ દરમિયાન ઉકેલ આવશે. જોકે થોડી ઘણી નુકસાની પણ તમારે સહન કરવી પડે. વ્યવસાય-નોકરીમાં કોઈ પણ નવા પ્રોજેક્ટ્સ અથવા રોકાણો માટે સમય સારો રહેશે. જેનાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. જીવનસાથી સાથેના સંબંધોમાં થોડી ઘણી પરિસ્થિતિ તંગ જોવા મળે. કારકિર્દીને અનુલક્ષીને આ સમય દરમિયાન સારી ઓફર મેળવશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારું લક્ષ્ય નક્કી કરી એકાગ્રતા સાથે આગળ વધશો તો કામ કરવામાં સાનુકૂળતા રહેશે. તેમજ તમે આનંદથી કામગીરી કરી શકશો. પરિવારના સભ્યોનો સાથસહકાર પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાય થકી માન-સન્માન પ્રાપ્ત કરી શકશો. રિલેશનશીપને લગતા નિર્ણયો લેતાં સમયે વડીલોની સલાહ અચૂક સાંભળશો. સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યા રહે. પ્રવાસ-યાત્રાથી વાતાવરણ ખુશમિજાજ બને.
• કર્ક (ડ,હ)ઃ તમારી કૂટેવોને દૂર કરવા માગતા હો તો એના માટે યોગ્ય સલાહ અને મદદથી જીવનમાં આગળ વધો. તમારી સંગતમાં પણ ફેરફાર લાવવા જરૂરી રહેશે. કેવા વ્યક્તિઓ સાથે વ્યવહાર કરો છો એ પણ મહત્ત્વનું રહેશે. આર્થિક સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર જણાતા નથી. વ્યવસાયિક કામગીરીમાં ટાર્ગેટ પૂરા કરવા માટે મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનાવી એ રીતે જ કામ કરવાની ટેવ પાડો. નોકરીમાં કામને લઈને ભાગાદોડીમાં વધારો થાય.
• સિંહ (મ,ટ): આપને જોઈતી તકો પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. પરિણામે તમારો ઉત્સાહ વધતો જોવા મળે. આર્થિક જવાબદારીમાં પણ વધારો થાય. તો બીજી તરફ તેને પહોંચી વળવાના રસ્તાઓ પણ ખુલતા જોવા મળે. નોકરીમાં સ્થિતિ યથાવત્ રહેશે. થોડી મૂંઝવણ પણ અનુભવશો. કૌટુંબિક મામલાઓને બને તો ઘરની અંદર જ ઉકેલવાના પ્રયત્નો કરજો. કોઈ દૂરની વ્યક્તિનો હસ્તક્ષેપ સંબંધોમાં તિરાડ લાવી શકે છે. જેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી લાભ થાય. આ સમયમાં રાજકીય તથા સામાજિક કાર્યો કરતી વ્યક્તિઓ માટે થોડી મુશ્કેલી વધતી જોવા મળે. વ્યવસાયમાં તમારા અટકેલા કાર્યો પૂરા થાય. નવા પ્રોજેક્ટ્સ હાથ લાગે. નોકરીના સ્થળે તમારું માન-સન્માન વધતું જોઈ શકશો. સંતાન તેમજ ઘરના સભ્યોનો સાથસહકાર મેળવશો. કામને કારણે થોડી દોડધામ પણ વધતી જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહની શરૂઆતના દિવસોમાં કામનું ભારણ બેચેનીમાં પણ વધારો કરે. જોકે હિંમત અને મહેનતથી કામ કર્યે રાખશો તો જરૂર રાહત અનુભવશો. આર્થિક રીતે ફાયદો થાય. નોકરીમાં તમારી કામ કરવાની પદ્ધતિમાં હવે ફેરફાર જરૂરી રહેશે. નવી ટેકનોલોજી સાથે કામ કરવાની ટેવ પાડવી અનિવાર્ય રહેશે. કોર્ટ-કચેરીમાંથી હવે છૂટકારો મેળવી શકશો. તમારા પાર્ટનર સાથે પ્રવાસનું આયોજન કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપની નાણાકીય પરિસ્થિતિ સુધરતી જોવા મળશે. તમને કોઈ અણધાર્યા લાભ પ્રાપ્ત થાય. ધંધાકીય ક્ષેત્રોમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવશે, પરંતુ તેમાંથી બહાર નીકળવાના રસ્તા પણ તમારા અનુભવથી મેળવી શકશો. વિરોધીઓ તમને નીચા દેખાડવાના પ્રયત્નો કરે પણ સફળ થાય નહીં. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથેના કામની જીભાજોડીમાં ન ઉતરવા સલાહ રહેશે. કૌટુંબિક કાર્યો આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. નજીકના મિત્ર સાથેની મુલાકાતથી આનંદ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મનોબળ મક્કમ રાખવું જરૂરી. નાણાકીય પરિસ્થિતિ હાલકડોલક થતી જોવા મળશે. આવક કરતાં જાવકનું પલડું ભારે બનશે. પુરુષાર્થ - મહેનત બમણી કરવી પડશે. નોકરીમાં કે ધંધામાં આ સમય ખૂબ મહેનત માંગશે. મકાન-મિલકતની કામગીરીમાં કોઈ ઉતાવળા નિર્ણય ન લેવાની સલાહ રહેશે. ગૃહાદિક જીવન એકંદરે બેલેન્સવાળું રહેશે. સંતાનો તરફથી હૂંફ લાગણી મળતાં થોડી રાહત રહેશે.
• મકર (ખ,જ)ઃ આનંદ અને ઉત્સાહથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો નિરર્થક ચિંતાઓથી દૂર રહી શકશો. ધર્મકાર્ય તેમજ ભક્તિભાવથી જીવનની રાહ બદલી શકો છો. સાંસારિક જીવનમાં વિચારભેદ - મતભેદ હોય તો ચર્ચાવિચારણાથી દૂર કરવા પ્રયત્ન કરજો. ધંધાકીય ક્ષેત્રમાં ઉઘરાણીના નાણાં પરત મેળવશો. નોકરીમાં તમારા લાંબા સમયના પ્રયત્નો હવે સફળ થાય. સંતાનોના અભ્યાસ બાબતે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચાઓ કરી નિર્ણય લેવા સલાહયોગ્ય છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન તમારી માનસિક તેમજ શારીરિક સ્થિતિનું બેલેન્સ બનાવી રાખવામાં સફળ થશો. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. તમારી ઓળખાણ, પરિચય તમારી ધંધાના ક્ષેત્રમાં કામ લાગશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ફસાયેલાં નાણાં પાછા મળે. જમીન-મકાનના પ્રશ્નો થોડા વિલંબ સાથે નિપટાવી શકશો. વિદ્યાર્થીઓને આ સમયમાં કોઈ લાભ થાય. દામ્પત્યજીવનમાં સાનુકૂળતા થાય. માંગલિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતા રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું વિચારોના વમળમાં પસાર થાય. ચિંતાઓ વધતી જોવા મળે. સંજોગો સુધરતા થોડી વાર લાગશે. આર્થિક રીતે સ્થિતિ યથાવત્ રહેશે. આથી જોઈજાળવીને ખર્ચા કરજો. નોકરી-ધંધામાં તમારા વિરોધીઓ તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ ઉભી કરશે. જોકે હિંમત હાર્યા વગર તમારી કામગીરી ચાલુ રાખવી. જીવનસાથી અને કૌટુંબિક વ્યક્તિઓનો સહકાર તમારી સાથે હંમેશાં રહેશે. મહત્ત્વના કામકાજો ધીરે ધીરે ઉકેલાતા જોઈ શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter