વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ દરેક કાર્ય આયોજન સાથે કરશો તો સફળતા પ્રાપ્ત કરશો. આ સમય સુસ્તી છોડીને વધુ સ્ફૂર્તિથી કામ કરવાનું સૂચન કરે છે, અને તો જ સફળતા પણ પ્રાપ્ત કરશો. વ્યાપારિક કામગીરીમાં થોડા ઘણા બદલાવ જરૂરી રહેશે. કૌટુંબિક જવાબદારીને કારણે થોડી દોડધામ રહેશે. આત્મબળને ટકાવી રાખવું પડશે. મિલકત ખરીદીનું સ્વપ્ન પૂરું થાય. નોકરિયાત વર્ગને વધુ પરિશ્રમ કરાવે એવો સમય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ તંદુરસ્તી બાબતે થોડી વધુ કાળજી રાખવી પડશે. પેટ–આંખ–મસ્તકની તકલીફ વધુ જોવા મળે. નાણાકીય મામલે જોઇએ તો અટવાયેલા કે ફસાયેલાં નાણાં પરત મળશે. આપની ધીરજની કસોટી થતી જોવા મળશે. વ્યાપારિક ક્ષેત્રમાં રોકાણો થકી લાભ મેળવી શકાય. લગ્નોત્સુકો માટે આ સમય થોડો અવરોધ ઊભો કરી શકે છે. નોકરીમાં ઈચ્છિત પ્રગતિ તેમજ વિકાસ જોવા મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયે વિરોધીઓ નીચા પાડવા કે નુકસાન કરવાનો પ્રયાસ કરશે જેથી વધુ કાળજી રાખવી. સ્વજનો કે ખાસ અંગત વ્યક્તિની સલાહ–સૂચન કામ લાગે. આપની મિલ્કત બાબતની કામગીરીનો ઉકેલ આવતો દેખાય. જમીન–ફેક્ટરી વિગેરે બાબતોની કામગીરીમાં સફળતા મળે. ધાર્મિક તેમજ સામાજિક કામગીરીને કારણે વ્યસ્તતા રહેશે. નાણાંકીય રીતે કોઈ મુશ્કેલી જણાતી નથી. સંતાન બાબતે થોડી ચિંતા રહેશે.
• કર્ક (ડ,હ)ઃ ચિંતાઓ અને મૂંઝવણ યથાવત્ રહેશે. વગર કારણે લીધેલી જવાબદારીને લઈને વધુ ભારણ મહેસૂસ કરશો. નવી ઓળખાણથી લાભ થાય. ભાગીદારીના કાર્યોમાં પણ લાભ જોઈ શકશો. નાણાંકીય ગૂંચવણ હોય તો દૂર થાય. જમીન–મકાનના લે- વેચના ધંધામાં તેજીનો સમય રહેશે. નોકરિયાત વર્ગને ઈચ્છિત બદલી કે બઢતી પ્રાપ્ત થાય. નવી નોકરીના પ્રયાસો પણ સફળ થાય. સંતાનોના અભ્યાસ વિષયક ચિંતા દૂર થાય. પ્રવાસથી લાભ થાય.
• સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગોના મજબૂત પ્રભાવને જોતાં અવરોધો અને મુશ્કેલીઓ આ સમયમાંથી બહાર આવી શકાશે. નવા સંબંધો વિકસાવી શકશો, જે આગળ જતાં તમારા જ હિતમાં કામ કરી શકે છે. ઉદ્યોગ – વ્યવસાયની દૃષ્ટિએ લાંબા ગાળાના અટવાયેલા કામકાજો પૂર્ણ થાય. કાયદાકીય ક્ષેત્રના લોકો માટે મોટા મહત્ત્વના નિર્ણયો આ સમયમાં તેમની કારકિર્દીને ચાર ચાંદ લગાવી શકશે. જમીન–મકાનના અટવાયેલાં કાર્યો અહીં પૂર્ણ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાઓને કારણે થોડી માનસિક બેચેની મહેસૂસ કરશો. જોકે, તેના ઉકેલ માટેના પ્રયત્નો પણ સાથે સાથે ચાલુ રાખશો, જેથી થોડી રાહતનો અનુભવ થાય. નોકરી - વ્યવસાયમાં વિરોધીઓને કારણે થોડીઘણી નુકસાની વેઠવી પડે. સ્થળાંતર કે બદલીની શક્યતાઓ રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડું મન હળવું થાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી બહાર આવી શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં અનુકૂળ અને ઈચ્છિત તકો મળતાં ખુશી અને આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા સંબંધો બંધાય. નાણાકીય તંગદિલીમાંથી બહાર આવવાના રસ્તાઓ માનસિક બોજ ઓછો કરે. નોકરિયાત વ્યક્તિઓને સ્થાનફેર અથવા તો બઢતી માટેની તકો ઊભી થાય. કૌટુંબિક વાદ–વિવાદથી દૂર રહેવું. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર લાવવા માટે અહીં તમારા વિચારો બદલવાની જરૂર રહેશે, નહીં તો પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપને ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ કરી શકવા માટે સહકાર આપે એવો સાબિત થઈ શકે છે. કારકિર્દીને લગતી સમસ્યાઓનો અહીં ઉકેલ લાવી શકશો. જૂના સંબંધો અહીં કામ લાગે. સ્વાસ્થ્ય સંબંધી થોડી સમસ્યાઓ રહેશે. નાણાકીય ગૂંચવણો અહીં દૂર થાય. કોર્ટ–કચેરીના ધક્કામાંથી હવે છૂટકારો મળે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી એનર્જીનો ઉપયોગ કોઈ સારા કાર્યો માટે કરશો જેનો પોઝિટિવ લાભ પણ પ્રાપ્ત કરી શકશો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાથી અડધા કામ આપમેળે જ પૂરાં કરી શકશો. બાળકોને લગતી સમસ્યાઓનું સમાધાન મળવાથી ચિંતા દૂર થાય. આવકની દૃષ્ટિએ અહીં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં થોડી વ્યસ્તતામાં વધારો જોવા મળે. પરિવારની સુખ–શાંતિ બનાવી રાખવાના પ્રયત્નો તમારે જ કરવા પડે.
• મકર (ખ,જ)ઃ ગ્રહયોગોની દૃષ્ટિ અહીં તમારા ભાગ્ય માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી શકશે. તમારા દરેક સપનાં અને આશાને પરિપૂર્ણ કરવા માટે ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક સ્થિતિમાં બેલેન્સરૂપે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. મીડિયા અને ટેકનોલોજી સાથેના કામકાજ સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ પ્રગતિકારક તકો હાથ લાગે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં થોડો ઉદ્વેગ અને ઉચાટ અનુભવાય. મનોસ્થિતિને કાબૂમાં રાખવા મેડિટેશન ઉપયોગી થઈ શકશે. તમારી પ્રતિભાને સમજી યોગ્ય દિશામાં કામ કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્થિતિ કાબૂમાં રાખવા માટે ખર્ચા પર નિયંત્રણ આવશ્યક બની રહેશે. કાર્યક્ષેત્રમાં જરૂરી ફેરફાર લાવશો તો એ આપના જ ફાયદામાં રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડો આનંદ પ્રાપ્ત કરશો. પ્રવાસથી લાભ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈક પ્રભાવશાળી વ્યક્તિ થકી લાભ મેળવી શકશો. ધારેલા કાર્યોને પૂર્ણ કરવા અથાગ મહેનત કરવી પડે. સફળતા અચૂક હાથ લાગશે. શેર–સટ્ટાથી બચીને રહેવું, નહીં તો મોટા નુકસાનનો ભોગ બનવું પડે. નોકરીમાં બદલીની શક્યતાઓ રહેશે. વ્યવસાયિક ગતિવિધિ હાલ થોડી ધીમી ગતિથી આગળ વધતી જોવા મળશે. કામકાજ સાથે પારિવારિક જવાબદારી પ્રત્યે પણ સજાગતા દાખવવી જરૂરી રહેશે.