તા. 28 સપ્ટેમ્બર 2024થી 4 ઓક્ટોબર 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 27th September 2024 10:27 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે વિઘ્ન કે અવરોધો પેદા થતાં જણાશે. તમારી અપેક્ષા અનુસાર કાર્યસફળતા કે લાભની અપેક્ષા સાકાર ન થાય. ફળની ચિંતા કર્યા વિના કેવળ કાર્ય કર્યે જાવ. નોકરી-ધંધાના ક્ષેત્રે સફળતા મળે. તબિયત સાચવી લેવાની સલાહ છે. પ્રવાસ મોકૂફ રાખવા પડે. કોર્ટકચેરીના કામકાજો ધીમે ધીમે આગળ વધતા જણાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે અધુરા કામકાજો પૂરાં થતાં જણાશે. અંગત સમસ્યાઓને ઉકેલી શકશો. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાકીય પરિસ્થિત બગડી હશે તો સુધરી શકશે. કૌટુંબિક અને ગૃહજીવનની સમસ્યાનો ઉકેલ આવશે. માનસિક તાણ દૂર થશે. મકાન-મિલકતના પ્રશ્નોનું નિવારણ થતું જણાશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક બોજ રહેશે. ધાર્મિક-અધ્યાત્મિક વલણ શાંતિ આપશે. અથાગ પરિશ્રમ એ જ એક માત્ર વિકલ્પ છે. આર્થિક ક્ષેત્રે જોઇએ તો, આવક કરતાં જાવક વધશે. આ સમયમાં મુશ્કેલી વધે. ખોટા ખર્ચા તેમજ નાણાકીય ભીડ વર્તાશે. નોકરિયાત વર્ગને મોટું નુકસાન થાય નહીં. ધંધા-વેપારના પ્રશ્નો હજી યથાવત્ રહેતા જણાશે. દાંપત્યજીવનમાં મતભેદો હશે તો દૂર થશે.
• કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય પ્રગતિકારક બનાવોની રચના કરી આપશે. નોકરી-ધંધામાં પરિવર્તન શક્ય બનશે. ઉઘરાણી-કરજની ચિંતા દૂર થશે. કોર્ટકચેરીના મહત્ત્વના કાર્યોમાં લાભ થાય. પ્રવાસ આનંદદાયક નીવડશે. તમે મકાન-મિલકતમાં મૂડીરોકાણ કરતાં પહેલાં વિચાર કરજો. આરોગ્ય સંબંધિત ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ): તમારા અગત્યના કામકાજોમાં મુશ્કેલી આવતી જણાશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ સજાગ રહેવું પડશે. નાણાકીય મામલે ફસામણી ન થાય તે જોવું રહ્યું. મકાન-મિલકત અંગે ખર્ચ વધશે. તમારી કૌટુંબિક સમસ્યાઓને ઉકેલી શકશો. સંતાન અંગેના પ્રશ્નોના હલ થતા જણાય. સ્વજનોના આરોગ્ય અંગે ચિંતા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કામકાજ તથા નવી જવાબદારીનો બોજો વધશે. મન અશાંત યા ઉદ્વેગભર્યું રહેશે. આર્થિક રીતે આ સમયમાં કટોકટી જણાય. આવકના પ્રમાણમાં ખર્ચા વધશે. નોકરિયાત વર્ગને કોઈ પ્રશ્નો હશે તો હલ થાય. વ્યવસાયિક રીતે નવી તકો મળશે. જો સમયસર કામ હાથ ધરશો તો તે જરૂર ફતેહ સાંપડશે.

• તુલા (ર,ત)ઃ માનસિક સ્વસ્થતામાં કેળવીને તમારું અંગત આરોગ્ય સાચવવું. મકાન-મિલકતને લગતી બાબતો માટે આ સમય ધીમે ધીમે અનુકૂળ બનશે. નોકરી-ધંધાની બાબતો માટે સમય પ્રતિકૂળ છે. લાંબા ગાળે લાભ મળશે. ગૃહજીવનમાં સામાન્ય વિચાર મતભેદ રહેશે. આ સમય ખર્ચાળ પુરવાર થશે. સંપત્તિ અંગેના કાર્યો વિલંબ સાથે પાર પડતા જણાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારી આત્મશક્તિ વધારો, એ જ તમને નિરાશામાંથી મુક્તિ અપાવશે. તમારો આત્મવિશ્વાસ મક્કમ રાખશો તો અવશ્ય ચિંતામુક્ત થશો. ધંધાકીય રીતે સમય મધ્યમ રહેશે. આવક સામે ખર્ચની બાબતે કાળજી રાખવી જરૂરી. આવકનું પ્રમાણ સમતોલ રાખવું જરૂરી. સંતાનો તરફથી સુખશાંતિ રહેશે. નવા મકાનના યોગો બળવાન છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. આવકમાં વૃદ્ધિના યોગ છે. કૌટુંબિક જીવન મીઠાશભર્યું રહેશે. મકાન-મિલકતના પ્રશ્નનો ઉકેલ આવશે. વાહન અને રાચરચીલું પણ વસાવશો. નોકરી-ધંધામાં સમય સારો છે. સામાન્ય અવરોધ આવી શકે છે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી.
• મકર (ખ,જ)ઃ તમારા વિચારોના ઘોડાને કાબુમાં રાખશો તો અવશ્ય શાંતિ મેળવશો. થોડી ધીરજ રાખો, તમારી દરેક મુંઝવણોનો ઉકેલ મળતો જણાશે. વણઉકલ્યા નાણાકીય પ્રશ્નોનું નિવારણ થતું જણાય. નોકરિયાતને આ સમયમાં કામકાજનો બોજો વધુ રહેશે. સહકર્મચારી સાથે મતભેદ રહેશે.

• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય કામકાજનું વધુ પડતું દબાણ અને ખર્ચમાં વધારાના પ્રસંગ સૂચવે છે. આપના સંતાન સંબંધિત સમસ્યા વધશે. મકાન-મિલકતની ખરીદ-વેચાણના મામલે સંજોગ સાનુકૂળ થતા જણાય. ગૃહજીવનમાં સામાન્ય વૈચારિક મતભેદો રહેશે. તમારા માર્ગમાં વિઘ્નો આવતાં જણાય. મુસાફરીમાં મુશ્કેલી વધી શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની રચનાઓ સાકાર થતી જણાય. માનસિક ટેન્શન હળવું થાય. આર્થિક પરિસ્થિતિને તમે વધુ કથળતી અટકાવી શકશો. નોકરિયાત માટે સફળતા અને પ્રગતિનો સમય છે. જમીન-મકાનના કાર્યો માટે આ સમય શુભ. જીવનસાથી સાથે મતભેદ થાય. લાંબા સમયથી ફસાયેલાં નાણાં પરત મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter