તા. 3 ઓગસ્ટ 2024થી 9 ઓગસ્ટ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 02nd August 2024 09:12 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. વિકાસની તકો મળતાં માનસિક શાંતિ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ પણ સારું રહેશે. જોકે ખર્ચનું પ્રમાણ વધશે. પ્રોપર્ટીના પ્રશ્નોથી ચિંતા રહેશે. કૌટુંબિક કારણોને કારણે મતભેદ થશે. શત્રુઓથી સાચવવું. નોકરિયાતોએ સાથી કર્મચારીઓથી સાચવવું. કોર્ટકચેરીના કાર્યોમાં સફળતા મળશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. પ્રવાસ યોગ છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાનો ભાર હળવો થતો જણાશે. ધીમે ધીમે સંજોગો સારા થશે. સામાન્ય નાણાકીય ભીડ રહેશે. લેણાં કે બાકી રહેલા નાણાંની રકમ પરત આવશે. નાણાંનું રોકાણ પ્રોપર્ટીમાં કરવાથી સારો લાભ મળશે. મિલકત સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવે. નોકરી-ધંધામાં સારું રહેશે. આર્થિક લાભ સારો મળશે. સંતાનો પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી. કૌટુંબિક મદદ મળી રહેશે. દામ્પત્યજીવન સારું રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મક્કમ મનોબળથી કામગીરી કરવાથી સારી સફળતા મળી રહેશે. જોકે જે લાભની આશા રાખો તે મળવામાં વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધીઓ અને હરીફોના કારણે ચિંતા રહેશે. આપના માથે આર્થિક જવાબદારી રહેશે. ખર્ચનું પ્રમાણ વધશે. નોકરી-ધંધામાં સારું રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાશે. વાહન સુખ સારું રહેશે. શુભ કાર્યોના યોગ છે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે મનોસ્થિતિ ડામાડોળ હેશે. મન બેચેન રહેશે. સાહસ કરવાની ઈચ્છા ઓછી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાન્ય અવરોધો રહેશે. વધુ મહેનતે ઓછી સફળતા મળે. સુખ-સગવડના સાધનોની ખરીદી કરી શકાશે. વ્યાપાર-ધંધામાં સારી રીતે આગળ વધી શકશો.
• સિંહ (મ,ટ): આ સમય અનુકૂળ તક આપનાર છે. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મેળવી શકશો. અગત્યની કામગીરી સફળ થશે. સામાન્ય કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવના છે. આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. નવી પ્રોપર્ટી વસાવવાના યોગ બળવાન છે. નોકરિયાત વર્ગને સારું રહેશે. વેપાર-ધંધામાં સારી સફળતા મળશે. છતાં આવકનું પ્રમાણ થોડું ઘટે. સંતાનોની મદદ મળી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે કામકાજોમાં અવરોધો રહેશે. છતાં ધીરજ-સ્વસ્થતાથી કામગારી કરશો તો સફળતા મળશે. આર્થિક બાબત પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી. જોકે આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરિયાતને સહકર્મચારીઓ સાથે સામાન્ય મતભેદ રહેશે. વડીલોના આરોગ્યની કાળજી જરૂરી. વાહનસુખ સારું રહેશે. વેપાર-ધંધામાં સારો સમય.
• તુલા (ર,ત)ઃ આ સમય પ્રગતિશીલ રહેશે. અધુરા કાર્યો પૂરા થશે. અગત્યના કાર્યો આગળ વધશે. આર્થિક સ્થિતિ સુધરતી જણાશે. વ્યવસાયક્ષેત્રે ચડાવઉતાર આવશે. નોકિરયાતને સારું રહેશે. જોકે આર્થિક સ્થિતિ તંગ રહેશે. વડીલો સાથે સારું લેણું રહેશે. સંતાનોએ અભ્યાસ બાબતે કાળજી રાખવી જરૂરી. પ્રવાસના યોગો બળવાન રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપની મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામગીરી કરવી સારી રહેશે. કોઈ ઉતાવળિયા નિર્ણય લેવા નહીં. સામાન્ય નાણાંભીડ રહેશે. રોકાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. નોકરિયાતોને સામાન્ય અવરોધો આવશે. બદલી કે બઢતીના યોગો બળવાન બનશે. વેપાર-ધંધામાં સફળતાના યોગ છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મળતી જણાશે. આ સપ્તાહે નોકરીના ક્ષેત્રે મુશ્કેલી કે અંતરાય હશે તો દૂર થશે. આપની પ્રોપર્ટીમાં વધારો થશે. મકાનમિલકતની કામગીરીમાં સફળતા મળશે. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. વડીલોની કાળજી રાખવી સારી રહેશે. આરોગ્ય સારું રહેશે. પ્રવાસના યોગ છે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. માનસિક ભારણ ઓછું થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. આવકમાં વધારાનો યોગ છે. નોકરિયાતનો ઉત્સાહ વધશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો મનમેળ રહેશે. વેપાર-ધંધામાં થોડી મુશ્કેલી રહેશે. હિતશત્રુઓ અવરોધ ઊભો કરી શકે. પ્રવાસના યોગો સારા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે નવા કાર્યો માટેના આપના પ્રયત્નો ધીમે ધીમે સફળ થશે. મનનો બોજ હળવો થશે. ધંધામાં વૃદ્ધિ અને વિકાસ વધશે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. આવક કરતાં જાવક રહેશે. છતાં મહેનત કરતાં સારી સફળતા મળશે. શેરસટ્ટામાં નુકસાનના યોગ છે. નોકરિયાત વર્ગને એમના પ્રયત્નોથી શુભ ફળ મળશે. દામ્પત્યજીવન સારું રહેશે. સંતાનો દ્વારા સારા સમાચાર મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી માનસિક સ્થિતિને કાબુમાં રાખવી પડશે. આપનો આત્મવિશ્વાસ વધતો જણાશે. આ સપ્તાહમાં લાભદાયી તકો મળવાની શક્યતા રહેશે. તમારો ઉત્સાહ વધશે. આપની આવકમાં વધારો થશે. બાકી રહેલા નાણાં પરત મળશે. જોકે ખર્ચના પ્રસંગો ચિંતા વધારશે. નોકરિયાતોની અંગત સમસ્યાનો હલ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter