વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન મન બેચેની અનુભવશે. છતાં મનોબળ મક્કમ રાખવું. મિત્રોની હૂંફ મળી રહેશે. આવકનું પ્રમાણ સારું રહેશે. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ પણ રહેશે. કૌટુંબિક મદદ મળી રહેશે. સંતાનોના પ્રશ્નો હલ થશે. મૂડીરોકાણ કરવામાં કાળજી રાખવી. ધંધાકીય ક્ષેત્રે સારો સમય છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક સ્થિતિ સારી રહેશે. આનંદમય સપ્તાહ પસાર થશે. નોકરિયાત માટે આવકનું પ્રમાણ જળવાશે. આકસ્મિક ખર્ચા આવી શકે છે. મિલકતની ફેરબદલી થઈ શકશે. પ્રોપર્ટી સુખ સારું રહેશે. જમીન-મિલકતની લે-વેચ કરી શકશો. સંતાનો મદદરૂપ બની શકશે. વિદ્યાર્થી વર્ગને ટેન્શન રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ધીરજથી કામગીરી કરવી હિતાવહ રહેશે. આકસ્મિક લાભ થવાની શક્યતા રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો બળવાન રહેશે. જોકે, સહકર્મચારીઓ સાથે મનદુઃખના પ્રસંગો બને. મિત્રોથી કાળજી રાખવી. વડીલોનો સહયોગ સારો મળી રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં માનસિક બોજ રહેશે. વડીલોની ચિંતા રહેશે. આર્થિક સદ્ધરતા સારી રહેશે. આવકના નવા સાધનો ઊભા થશે. મકાન-મિલકત પ્રોપર્ટી વસાવી શકાશે. તંદુરસ્તી સારી રહેશે. ભાગીદારીથી ઓછું લેણું રહેશે. અવિવાહિતો માટે સારા યોગો રહેશે. વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે.
• સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહે આપના કાર્યોમાં સામાન્ય અવરોધો આવશે. છતાં ધીરજથી કામગીરી કરવી. મનોરંજનના સાધનો વસાવી શકશો. સામાન્ય નાણાંભીડ રહેશે. બાકી રહેલાં નાણાં પરત આવવાની શક્યતા રહેશે. નોકરી-ધંધામાં સારું રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. દામ્પત્યજીવન સારું રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન થોડી ચિંતા રહેશે. છતાં ધીરજ અને મક્કમતાથી કામગીરી કરવી. ધંધા-વેપારમાં સારી સફળતા મળી શકશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. વડીલોનો સહયોગ સારો મળી રહેશે. સામાન્ય વિચારનો મતભેદ રહેશે. આરોગ્ય સારું રહેશે. કોર્ટ-કચેરીના નિર્ણયો મહત્ત્વના રહેશે.
• તુલા (ર,ત)ઃ માનસિક ટેન્શન દૂર થશે. આર્થિક પ્રશ્નોનો નિકાલ આવશે. મકાન-મિલકતની પરિસ્થિતિ યથાવત્ રહેશે. આળસ રાખવાથી ધંધા-વેપારમાં નુકસાન થવાની શક્યતા રહેશે. આપની સંપત્તિની વૃદ્ધિ થશે. નાણાંકીય લેવડદેવડ જોઈજાળવીને કરવી. નોકરિયાત વર્ગને કામનો બોજો રહેશે. યાત્રા-પ્રવાસના યોગો બળવાન રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં વગર કારણની ચિંતાથી મન બેચેની અનુભવશે. તંદુરસ્તી પર પણ અસર પડશે. આર્થિક સદ્ધરતા સારી રહેશે. જોકે, કુટુંબને પણ મદદરૂપ થવું પડશે. ખોટા ખર્ચાથી દૂર રહેવું. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે. નોકરિયાતોને નવી જગ્યાએ કાર્ય કરવાની તક મળશે. અપરિણીતો માટે આ સમય સારો રહેશે. સંતાનોની ચિંતા રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનમાં ઉચાટ રહેશે. આપના ધ્યેયને પહોંચી વળવા માટે વધુ મહેનત કરવી પડશે. ઉગ્ર સ્વભાવને કારણે અધિકારીઓ સાથે સંઘર્ષ થાય. નોકરિયાત વર્ગને સારો લાભ મળી રહેશે. વ્યાપાર ક્ષેત્રે થોડી મુશ્કેલી રહેશે. વિદેશ પ્રવાસના યોગો રહેશે. વડીલોની મદદ મળી રહેશે.
• મકર (ખ,જ)ઃ મન પરથી ચિંતાનો બોજ દૂર થશે. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થશે. આર્થિક સુખ સારું રહેશે. મકાન-મિલકતના કાર્યો માટે સારી તક ઊભી થશે. સંતાનોના અભ્યાસની ચિંતા રહેશે. વડીલોની મદદ મળી શકશે. જીવનસાથીનો સહયોગ સારો મળી રહેશે. આપની ઈચ્છાઓ પૂરી થશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં આપ આનંદિત રહેશો. માનસિક ભારણ ઓછું રહેશે. આર્થિક સુખાકારી સારી રહેશે છતાં નવા મૂડીરોકાણમાં કાળજી રાખવી હિતાવહ રહેશે. સ્વજનોનો સહકાર સારો મળી રહેશે. કુટુંબ તેમજ સંતાનોના ભણતર માટે ખર્ચ થશે. શારીરિક તંદુરસ્તી સારી રહેશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. ધંધા-વેપારમાં વધુ મહેનત કરવી પડશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક બોજ રહેશે. નજીકની વ્યક્તિઓ જ તમારી વિરુદ્ધ જતી લાગે. આર્થિક સદ્ધરતા સારી રહેશે. ભાગીદારીથી સારું લેણું રહેશે. છતાં પૈસાની લેવડ-દેવડમાં ધ્યાન રાખવું જરૂરી. નવા મકાનની ખરીદી કરી શકશો. મનોરંજનના સાધનો પણ વસાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. સંતાનોની ચિંતા રહેશે.