વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ બીજાનાં કામમાં દખલગીરી કરવાથી તમારી આબરૂમાં દાગ લાગી શકે છે જેથી કરીને કાળજી રાખવી જરૂરી. પરિવાર તેમજ સમાજમાં વર્ચસ્વ જાળવી રાખવા માટે તનતોડ મહેનત કરવી પડશે. જૂની પ્રોપર્ટીના વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ સોદાઓ થઈ શકે છે. નોકરીમાં તમારી ધારેલી સફળતા હાંસલ કરવા માટેની તકો પ્રાપ્ત કરી શકો છો. પતિ-પત્નીના સંબંધોમાં સુધારો લાવવા માટે તમારા તરફથી પહેલ કરી શકો છો. કોર્ટ-કચેરીના મામલાઓમાં હજી રાહ જોવી પડે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ તમારા માટે સફળ સાબિત થઈ શકે છે. તમારી સંપૂર્ણ મહેનત અને ઊર્જાને તમારા કાર્યોમાં લગાવો. કોઈ ધાર્મિક પ્રસંગમાં પણ ભાગ લઈ શકો છો. નાણાકીય રીતે પણ સારા એવા ફાયદા મળશે. ભૂતકાળમાં કરેલાં રોકાણમાંથી નફો મેળવશો. વ્યવસાયિક કામગીરીમાં વધુ તેજી આવી શકશે. કારકિર્દી ક્ષેત્રે પ્રગતિ માટે વ્યક્તિએ કામગીરીમાં થોડા ઘણા ફેરફાર લાવવા જરૂરી રહેશે. કામના કારણે દોડધામ વધશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારો વધુ પડતો અનુશાસિત સ્વભાવ પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે, જેથી થોડું પરિવર્તન જરૂરી છે. આર્થિક મામલે પરિસ્થિતિને મજબૂત બનાવી રાખવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં સરકારી કામકાજોને કારણે અડચણ ઊભી થાય. સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યામાંથી છૂટકારો મળશે. બેરોજગાર વ્યક્તિઓ માટે હવે સારો સમય આવી રહ્યો છે.
• કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નોનું અપેક્ષા મુજબ ફળ મળતાં આનંદ અને ઉત્સાહ અનુભવશો. પારિવારિક પ્રસંગોમાં પણ સમય આપવો જરૂરી રહેશે. નાણાકીય પરિસ્થિતિમાં નજીવા બદલાવ સાથે થોડી રાહત અનુભવશો. નોકરિયાતને સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું પ્રેશર રહેશે. વ્યવસાય ક્ષેત્રે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. જે કામ હાથ પર લેશો એને સફળતાપૂર્વક પૂરું કરી શકશો. વિદ્યાર્થીઓને માટે સમય થોડો કપરો જણાય. પરીક્ષાનું ટેન્શન રહેશે.
• સિંહ (મ,ટ): આ સમયમાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચેનું બેલેન્સ જાળવવા ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી તમારા માટે નુકસાનદાયક પૂરવાર થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય તમે જાતે જ લઈ લો. આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને પણ થોડી વધુ સજાગતા જરૂરી છે. વિઝાને લગતી સમસ્યાનું સમાધાન મળી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર તેમજ વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળશે. મકાનના રિનોવેશનના મામલે આગળ વધી શકશો. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને થોડું ભારણ રહેશે. કોર્ટ-કચેરીમાં હજી નિર્ણય આવતાં વાર લાગશે.
• તુલા (ર,ત)ઃ તમારા વિરોધીઓની ગતિવિધિને નજરઅંદાજ ન કરવાની સલાહ છે. ખાસ કરીને વ્યાવસાયિક મામલામાં ખૂબ કાળજી રાખીને કામગીરી કરવા સલાહ છે. નોકરીમાં સપ્તાહ દરમિયાન કામગીરીનું ભારણ વધતું જોવા મળે. જોકે, સામે તમારા કામની પ્રશંસા પણ મેળવી શકશો. નવી વાહનની ખરીદી શક્ય બને. નાની યાત્રા કે પ્રવાસની ઈચ્છાઓ પૂર્ણ થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે, કોઈ ગંભીર સમસ્યા રહેશે નહીં. સપ્તાહ દરમિયાન આર્થિક લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર પૈસા લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિને કોઈ સારી જોબ ઓફર પ્રાપ્ત થાય. વ્યવસાયના મામલે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ-પર્યટનની થોડી મનોસ્થિતિ હળવી બનાવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઘરનું વાતાવરણ અનુશાસિત તથા વ્યવસ્થિત બની રહે તેના માટે તમારે મહેનત કરવી પડશે. સંતાનના પ્રશ્નોના ઉકેલ માટે શાંતચિત્તે નિર્ણય લેશો. વ્યવસાયિક કામગીરીમાં યોગ્ય કોમ્યુનિકેશન જાળવી રાખશો તો દરેક મુશ્કેલીનો ખ્યાલ આવશે સાથે એનું નિરાકરણ પણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બદલી-બઢતીના સંજોગો ઊભા થાય. સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતાઓ રહેશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ થોડું બેચેની તેમજ તણાવવાળું પસાર થાય. નાણાકીય વ્યવહારમાં ખૂબ ધ્યાન રાખી આગળ વધજો નહીં તો મોટી નુકસાનીમાં ફસાઈ જવાનો વખત આવી શકે છે. વ્યવસાય–ઉદ્યોગમાં હમણાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધખોળમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆતના દિવસોમાં થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરંતુ અંત સુધીમાં તમારી દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં થોડું કાયદાકીય દાવપેચમાંથી પસાર થવું પડે. પાર્ટનરશીપથી સંભાળવું. જીવનસાથી સાથેના મતભેદો દૂર થતાં જોવા મળશે. કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો. નાની પિકનિકનું આયોજન સફળ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી અંદર રહેલી પ્રતિભા અને ક્ષમતાને હવે બહાર લાવો, એ જ તમને સફળતાના માર્ગે આગળ લઈ જશે. તમારી વિશેષ ઉપલબ્ધિની ચર્ચા ચોમેર થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે દોડધામ વધી જાય. વ્યવસાયજગતમાં ભાગીદારી થકી ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. તેમની હેલ્થ-ડાયેટ પર વિશેષ ધ્યાન આપજો.