વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહનો શુભારંભ શાંતિ અને સફળતા તરફ દોરી જશે. અવરોધોનું હવે નિરાકરણ મળશે અને મન ઉપરનો બોજ ઓછો થશે. સ્વજનો-મિત્રોનો સાથ મળી રહેશે. પ્રવાસ-યાત્રાનું આયોજન સફળતા અપાવશે. સ્થાનફેર માટેની ઇચ્છાઓ ફળશે. મુશ્કેલી ઘેરાયેલા વાદળાં હવે વિખેરાતા જણાશે. નક્કી કરેલા કાર્યો પૂરા થાય. ધંધા-વેપારમાં હવે બરકત રહેશે. નોકરીમાં ભયમુક્ત બની શકશો. સંતાનો તરફથી સહયોગ મેળવશો. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય વધુ પ્રગતિમય બની રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ નાણાકીય મુદ્દે આ સપ્તાહમાં થોડી મુશ્કેલી સર્જાશે. વહેવારો સાચવવા તથા નવા સાહસ માટે આપે થોડો સમય થોભી જવા મજબૂર બનવું પડશે. આપની ઇચ્છાઓ મનમાં રહેશે. નોકરીમાં પણ જોઈજાળવીને કામગીરી કરશો. કહેવાતા મિત્રો આપને મદદરૂપ થશે નહીં. દાંપત્યજીવનમાં કડવાશ ઊભી ન થાય તે માટે વાણી-વર્તન ઉપર પણ ધ્યાન આપવું પડશે. આપની લાગણીનો બીજા લોકો લાભ ઉઠાવવા પ્રયત્ન કરશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયને મહામૂલો સમજીને અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની તક ઝડપી લેશો તો સુવર્ણમય સફળતા સાંપડશે. આકસ્મિક લાભની શક્યતાઓ અધિક બળવાન બનશે. વેપાર તથા સાઈડ બિઝનેસમાં આપની ઇચ્છાઓને સાકાર કરી શકશો. લગ્નવાંચ્છુ માટે આ સમય મહત્ત્વનો પુરવાર થશે. મીઠા સંબંધો અને મિત્રાચારી મદદરૂપ બનશે. નાણાકીય રીતે પણ આપને આ સપ્તાહ સારું રહેશે. બગડેલા સંબંધો આપ સુધારી શકશો.
• કર્ક (ડ,હ)ઃ નાણાકીય મામલે સફળતાઓ મેળવશો. વિવિધ કાર્યોનો આપ ઉકેલ મેળવી શકશો. અત્યાર સુધીની હાથખેંચ હવે સરળતામાં પરિણમશે. માંગલિક તથા ધાર્મિક પ્રસંગો આપને દોડધામ કરાવશે. જોકે વ્યવહારિક જીવનમાં પણ આપ યશ-માન મેળવી શકશો. પ્રીતિપાત્રોની હૂંફ મળશે. આ સપ્તાહે નિર્ણયો લેતી વખતે થોડી કાળજી લેવી હિતાવહભર્યું છે. આપને વડીલોની મદદ અને મિત્રો તરફથી પણ સહાનુભૂતિ મળશે. લાંબા સમયથી નાણાં અટવાયેલાં હશે અને વેપાર-ધંધામાં મંદી હશે તો હવે તેમાંથી બહાર આવી શકશો. નોકરીમાં રાહત જણાશે.
• સિંહ (મ,ટ): સંઘર્ષમાંથી બહાર આવવા માટેનો આ સમય આપના માટે લાભદાયી પુરવાર થશે. અણધારી લાભની શકયતાઓ વધશે. કરેલા કામની કદર પણ હવે થશે. યશ-માન મેળવશો. વાહન-મિલકતના પ્રશ્નો હલ થતાં જણાય. સ્વાસ્થ્ય બાબતે અણધારી રીતે રાહત થાય. માંગલિક પ્રસંગોનું આયોજન બળ પામશે. ધંધા-વેપારમાં રાહત વર્તાશે. નોકરીમાં કામની કદર થાય. નાણાકીય રીતે આપને સફળતા સાંપડશે. નજીકની વ્યક્તિઓની મદદ પણ આપને લાભકારક બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે આપની કામગીરી વધુ પરિશ્રમથી દીપી ઉઠશે અને સારી સફળતા મેળવશો. દબાયેલા નાણાં તથા ઉછીના વહેવાર બાબતે થોડી ચડભડ થશે. આપને મિલકતના પ્રશ્નોમાં મદદરૂપતા મળશે. નવા સાહસ પણ આપને સફળતા અપાવશે. નવીન ખરીદી થશે. મિત્રો-સ્વજનો પણ આપના કાર્યોમાં મદદરૂપ બની રહેશે. અપરીણિતો માટે આ સમયમાં ઇચ્છીત પાત્ર શોધવામાં સફળતા પ્રાપ્ત કરશે. પ્રિય પાત્રો તરફથી પણ વધુ લાગણી અનુભવશો.
• તુલા (ર,ત)ઃ સપ્તાહના આરંભે નવીન સ્ફૂર્તિ સાથે કામગીરીની શરૂઆત થશે. આપના દુશ્મનો પણ મિત્ર બનવા પ્રયત્ન કરશે. અણધારી રીતે મૂંઝવણોને આપ ઉકેલી શકશો. વહેપાર-ધંધામાં રહેલી રુકાવટ હવે દૂર થશે. ધંધા-વેપારના વિકાસ મુદ્દે ભાગીદારો જોડે મતભેદો સર્જાશે. જોબના સ્થળે તમારું માન વધશે અને પ્રમોશન માટે પણ વિચારણા થાય તો નવાઈ નહીં. પહેલાં કરેલી મદદનો બદલો હવે મેળવી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્ય બાબતે આપને થોડી ચિંતા ઉદ્ભવશે. વાહનથી થોડી કાળજી રાખવી જરૂરી. યંત્રો અને ટેકનિકલ જ્ઞાનના ધંધાર્થીઓ માટે આ સમય સાચવવા જેવો જણાય છે. આ સપ્તાહ વધુ ખર્ચા કરાવશે. ખોટી દોડધામ પણ કરવી પડશે, જેથી ટેન્શન વધી શકે છે. પ્રિય પાત્રો દ્વારા નુકસાન થવાની સંભાવનાઓ વધશે. નવી ખરીદી હાલ મોકૂફ રાખવી સલાહભર્યું છે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આકસ્મિક પ્રવાસની ગોઠવણી થવાની સંભાવનાઓ અધિક રહેશે. કુંવારાઓ માટે પણ આ સમય પસંદગીના પાત્ર માટે દોડધામ કરાવશે. ધંધા-વેપારમાં બરકત જણાવશે. નોકરીમાં પણ આનંદજનક સમય રહેશે. મનોબળ વધુ મજબૂત બનશે. નિર્ણયો જોઈજાળવીને લેવા હિતાકારી રહેશે. પતિ-પત્ની વચ્ચેના અણબનાવો સુખદ સમાધાનમાં ફેરવાશે. નવી ઓળખાણ રાહત અપાવશે. ધર્મલાભ અને માંગલિક પ્રસંગો આપને દોડધામ કરાવશે.
• મકર (ખ,જ)ઃ પતિ-પત્ની વચ્ચેના મતભેદો હવે ઓછા થશે. આપનું ટેન્શન આ સપ્તાહથી ઓછું થશે. સંતાનો તરફથી મદદ મળવાની સાથે લાગણી પણ વધુ જોઈ શકશો. મિત્રો-સ્વજનો તરફથી રાહત જણાય. વેપાર-ધંધામાં આપને થોડી તેજી આવતી જણાશે. અટકી પડેલાં કાર્યો ગતિ પકડશે. અપરીણિતો માટે પણ આ સમયમાં પાત્રોની પસંદગી ફાયદાકારક બનશે. આ સપ્તાહે નાના પ્રવાસની ગોઠવણી થશે. નવીન ચીજવસ્તુની ખરીદીના યોગ છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સામાજિક અને ધાર્મિક કાર્યો માટે આપ જવાબદારી ઉઠાવીને સફળતા હાંસલ કરશો. આપના મનના વિચારો તેજ ગતિએ નવા પ્લાન તરફ ધ્યાન કેન્દ્રીત આપશે. જોકે થોભો અને રાહ જૂઓની નીતિને અનુસરવું લાભકારક બનશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ જરૂરી. વેપાર-ધંધામાં નવી તક મળશે. નોકરીમાં બદલાવની ઇચ્છાઓ સાકાર થશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આરોગ્યની દૃષ્ટિએ આ સપ્તાહ આપને કફ તથા વાયુ પ્રકૃતિના દર્દોથી મુશ્કેલી સર્જતા જણાશે. વડીલોની આરોગ્ય બાબતે પણ ચિંતા રહેશે. ખોટા વિચારોથી મન ઘેરાયેલું રહેશે. આધ્યાત્મિક લાભ આપ મેળવી શકશો. પ્રવાસના સંસ્મરણો આપને આનંદ અપાવશે. નવીન કામગીરીનો આરંભ થશે. સ્વજનો-મિત્રોની સલાહ આપને ઉપયોગી બનશે. વેપાર-ધંધામાં લાભદાયી સોદા થાય. મિલકત ખરીદીના યોગ છે. રાજકીય તથા સામાજિક કાર્યો માટે બુદ્ધિ કસવી પડશે. બીજાના કાર્યો માટે દોડધામ થાય.