તા. 31 ઓગસ્ટ 2024થી 6 સપ્ટેમ્બર 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 30th August 2024 05:56 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સ્વાસ્થ્યને લઈને આ સપ્તાહ ઘણું સારું સાબિત થશે. આપની નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે. જમીન–મકાન કે સંપત્તિ વિષયક પ્રશ્નોને હવે આપ પૂર્ણ રીતે સોલ્વ કરી શકશો. આપની આર્થિક સ્થિતિમાં પણ લાભદાયી ફેરફાર જોવા મળશે. વ્યવસાય–નોકરીમાં તમારા શત્રુઓ અથવા તો હરીફને હંફાવવામાં હવે આપ સફળ થશો. વિદ્યાર્થીઓને શરૂ થતાં નવા વર્ષમાં થોડી દોડધામ વધે. નવા મિત્રો બનાવવામાં સફળ થઈ શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજને લઈને અથવા તો કોઈ અંગત કારણોસર અચાનક બહારના દેશમાં મુસાફરી કરવી પડશે. નોકરી-વ્યવસાયમાં કામનું ભારણ પણ વધતું જોવા મળશે. આર્થિક રીતે હવે મુશ્કેલીઓનો અંત લાવવામાં સફળ થશો. સ્વાસ્થ્યને લઈને હવે વધુ સજાગ થવું પડશે. જો કોઈ કુટેવ હોય તો વહેલી તકે એને છોડવાના પ્રયત્નો શરૂ કરી દેજો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ મહેનત કરવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ દરમિયાન શક્ય હોય તો વિનાકારણ મુસાફરી ટાળજો. શક્તિ અને સામર્થ્ય મુજબના જ કામ હાથ ધરજો. ધંધા-વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં દરેક કર્મચારીને સાથે રાખીને આગળ વધશો તો ફાયદો થશે. નાણાકીય લાભ મેળવવા માટે હજી થોડો સમય રાહ જોવી પડશે. લગ્નજીવનનો ખટરાગ દૂર કરવા માટેના પ્રયાસોની શરૂઆત તમારે જ કરવી પડશે. વિઝાને લગતી કામગીરીમાં કોઈ ઉતાવળા નિર્ણય લેશો નહીં.
• કર્ક (ડ,હ)ઃ આ સમય નસીબવંતો સાબિત થઈ શકે છે. જો આપ એનો યોગ્ય ઉપયોગ કરશો તો ફાયદો જ ફાયદો રહેશે. કેટલાક અણધાર્યા પરિણામો મેળવવામાં અહીં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં કામની પ્રશંસા થાય. ધંધા-ઉદ્યોગમાં કોઈ મોટા મૂડીરોકાણ માટેની જોગવાઈ કરવામાં સફળ થઈ શકશો. વિદ્યાર્થીઓએ જો કોઈ નવી જગ્યાએ શિફ્ટ થવાનું હોય તો થોડી કાળજી રાખવી. ઘરથી દૂર રહેવાની પરિસ્થિતિ આપ હજી સ્વીકારી શકશો નહીં.
• સિંહ (મ,ટ): સપ્તાહની શરૂઆત થોડી માનસિક તેમજ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની સાથે થશે. જોકે, બાદમાં આપ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવી શકશો. કોઈ લેણાં કે ઉઘરાણીના બાકી નીકળતાં નાણાં હવે આપ પરત મેળવી શકો છો. જેના કારણે ખર્ચાને પહોંચી વળવામાં સરળતા રહશે. નોકરિયાત વર્ગને થોડી સાવધાની રાખવી જરૂરી. ધંધા- વ્યવસાયમાં ભાગીદારીથી નુકસાન થાય. મિલકત સંબંધિત કોર્ટ–કચેરીના કાર્યોમાં હજી થોડી પરેશાની ઊભી થતી જોવા મળશે. આપના તરફથી એ વિષયમાં થોડી વધુ સાવધાની રાખવાની સલાહ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં વડીલો સાથે ચર્ચા-વિચારણા અચૂક કરજો. નાણાકીય સ્થિતિ જેવી છે એવી જ રહેશે, કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં. આરોગ્ય બાબતે થોડી ચિંતા વધતી જોવા મળશે. હવામાનની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે. વ્યવસાય–ઉદ્યોગમાં કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. અથવા તો નવી કંપની સાથેનું જોડાણ પણ શક્ય બનશે. નોકરિયાત વર્ગને થોડું કામનું ભારણ વધતું જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ વ્યસ્ત પસાર થાય. કામને લઈને દોડધામ વધશે. કેટલીક અધૂરી ઈચ્છાઓ પણ આ સપ્તાહમાં પૂર્ણ કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં વધારો તેમજ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવાનું પ્રેશર રહેશે. કૌટુંબિક રીતે જવાબદારીમાં વધારો થતો જોઈ શકશો. સંતાનોના અભ્યાસ વિષયક બાબતોને લઈને એકથી બીજી જગ્યાની મુલાકાત લેવી પડશે. કોર્ટ–કચેરી અથવા વિઝાના કાર્યોમાં હવે રાહત થતી જોઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન બિનજરૂરી તણાવ નહીં લેવાની સલાહ રહેશે. વિનાકારણની ચિંતા સ્વાસ્થ્ય ઉપર પણ માઠી અસર પહોંચાડી શકે છે, જેથી કાળજી રાખવી. નાણાકીય રીતે થોડી રાહતજનક સ્થિતિ રહેશે. નોકરી-વ્યવસાયમાં ઓળખાણ થકી લાભ થાય. પરિવાર સાથે પણ ખુશી-આનંદનો સમય વ્યતિત કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત તમારી જૂની યાદોને તરોતાજા કરશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થાય. કોઈ વસ્તુની ખરીદીમાં સારા એવા નાણાં ખર્ચી શકો છો. નોકરી-ધંધામાં ઘણા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે નજીક આવી રહ્યો છે. આપનું સંપૂર્ણ ધ્યાન કાર્યમાં લગાવવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ માટે ભાગ્યોદયનો સમય છે. નવી જગ્યાએ અભ્યાસ માટે જવાની મનોકામના પૂર્ણ થાય. કોઈ નાની યાત્રા પણ આ સમયમાં કરી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન વર્તન થોડું બદલવું જરૂરી રહેશે. આપના સ્વભાવમાં સમય સાથે બદલાવ ખાસ જરૂરી છે. નાણાકીય સ્થિતિમાં ફેરફાર લાવવા માટેના લાંબા સમયના પ્રયત્નો હવે ફળીભૂત થતા જોઈ શકશો. જીવનસાથી સાથેનો સંબંધ પણ સુધરતો જણાય. તમારા ગ્રહયોગોની દૃષ્ટિએ ધંધા-વ્યવસાયમાં નવી શરૂઆત અથવા તો ભવિષ્ય માટેની વ્યૂહરચનાઓ સૂઝબૂઝથી આગળ વધારી શકશો. નોકરીમાં ઉપરી અધિકારીની મદદ દ્વારા કાર્યપૂર્તતા સાથે પ્રગતિ કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આરોગ્યમાં સુધારો જણાય. આપ ઊર્જાથી સભર, સ્ફૂર્તિપૂર્વક દરેક કામગીરી કરી શકશો. નાણાકીય બાબતોમાં કોઈની ઉપર આંધળો વિશ્વાસ રાખીને કામગીરી ન કરવા સલાહભર્યું છે. આ સપ્તાહે આપના ઘરે મહેમાન પણ આવી શકે છે, જેના સાથે ખુશી-આનંદનો સમય પસાર કરી કરશો. નોકરિયાત વર્ગને કામ પ્રત્યેની જવાબદારી વધતી જોવા મળશે. ધંધાદારી વ્યક્તિઓ માટે સમય ઘણો સારો છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત થોડી માનસિક અશાંતિવાળી જણાય. કામનું ભારણ ચિંતાઓનું કારણ બની શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ થોડો કંટ્રોલ અનિવાર્ય રહેશે. ખર્ચાઓ વધવાથી આર્થિક સમતોલન ખોરવાય. ધંધા-વ્યવસાયમાં કેટલીક અણધારી ઘટનાઓ બની શકે છે, જેથી કાળજી રાખવી જરૂરી. મકાન–મિલકતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળશે, જેના કારણે થોડી રાહતનો અનુભવ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter