વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન અટવાયેલા કાર્યો આગળ વધશે. આપના લીધેલાં નિર્ણયો સફળ થાય. આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાના રસ્તા પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયના ક્ષેત્રમાં જો કોઈ પરેશાનીઓ હોય તો એને દૂર કરવા માટે યોગ્ય વ્યક્તિોની સલાહ લઈ આગળ વધવું, નહીં તો મુશ્કેલીમાં વધારો થાય. નોકરી સંબંધિત બાબતોમાં માતાપિતાના સહયોગથી સફળ થઈ શકશો. નાની-પ્રવાસની યોજનાઓ સફળ થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં થોડી વધુ સાવચેતી રાખવીને નિર્ણયો લેવાની સલાહ રહેશે. અંગત વ્યક્તિઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે, વાણી-વ્યવહાર પર કાબૂ રાખવો જરૂરી. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવીન રોકાણો માટેની યોજના બનાવી શકાય. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણી સારી પ્રગતિકારક તકો મેળવી શકાય. સરકારી કામગીરીમાં થોડી ઘણી રૂકાવટ બાદ આપના કાર્યો પાર પાડી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન મિશ્રિત પરિણામ જોવા મળે. રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિઓને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા હાંસિલ કરી શકાય. સામે માન-સન્માન પણ મેળવી શકશો. નાણાકીય રીતે થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. લેવડદેવડમાં ખૂબ ચોકસાઈ રાખવી. સપ્તાહ દરમિયાન કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે જોડાવ એવી પણ શક્યતા છે. વ્યવસાય-નોકરીમાં તમારા કામ થકી પ્રશંસા મેળવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં સારી એવી પોઝિટિવ કામગીરી તેમજ જીવનશૈલીમાં બદલાવ જોઈ શકશો. વ્યવસાય ક્ષેત્રે કાર્યપદ્ધતિમાં થોડોક ફેરફાર જરૂરી રહેશે. આવકની દૃષ્ટિએ નહીં નફો કે નહીં નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. જોકે વ્યવસાય-ઉદ્યોગ માટે નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નોકરિયાતે નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું સલાહભર્યું છે. આ સમયમાં કોર્ટ-કચેરીના કામકાજમાં થોડી ધીરજ રાખી કામગીરી કરશો.
• સિંહ (મ,ટ): કાર્ય કરતી વખતે લાગણીની બદલે પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવશો. આર્થિક રીતે હવે સમય સારો છે. બાકી નીકળતાં નાણા પરત મેળવી શકાય. વ્યવસાય- નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથે કામની રકઝકમાં પડવાનું ટાળશો, નહીં તો સંબંધોમાં દરાર આવી શકે છે. મકાનના રિપેરીંગના કામકાજમાં ખાસ કાળજી રાખવી જરૂરી. નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવાની પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્ત જળવાવું જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવવી જરૂરી છે. જીવનસાથી સાથેના સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારી ઉપર આવી જાય. સંતાનોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળતા મળશે.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાતે ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકતના રિનોવેશનના કામકાજમાં સફળતા મેળવી શકશો. કોર્ટ-કચેરીમાં વ્યવસ્થિત રજૂઆત તમારા કાર્યની સફળતા નિશ્ચિત કરશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ કરવું રહ્યું. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક સેતુ વિકસાવી શકશો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય પસાર થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહેશે, જોકે તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાના સ્વપ્ન પૂર્ણ થતા જણાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનું આ સપ્તાહ થોડું ચિંતા અને ઉદ્વેગવાળું રહેશે. નાની નાની બાબતોમાં ટેન્શનનો અનુભવ થાય. જે સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરશે. જોકે નાણાકીય રીતે સમય થોડોક રાહતજનક છે. સરકારી કામગીરીમાં ખૂબ ચોકસાઈ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. આ સમયમાં રાજકારણમાં જોડાયેલી વ્યક્તિ માટે થોડી વધુ મહેનત તેમજ વ્યસ્તતા પણ જણાય. કોર્ટ-કચેરીના મામલાઓ હજી વણઉકેલ્યા રહેશે.
• મકર (ખ,જ)ઃ કાર્યસ્થળે ખાસ કરીને સપ્તાહ દરમિયાન તમારી લાગણીઓ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં વિશેષ કાળજી રાખવી નહીં તો સંબંધોમાં મોટી તિરાડ આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં ઉતાવળા નિર્ણયો નહીં લેવાની સલાહ રહેશે. આર્થિક રીતે આ સમય થોડો મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આવકની સામે જાવક પણ એટલી જ જોવા મળે. મકાન-મિલકતમાં રોકાણ કરવાની ઇચ્છા પર કામ આગળ વધારી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે, જે તમારી મનોસ્થિતિમાં સકારાત્મક ફેરફાર લાવી શકશે. પારિવારિક જવાબદારીઓ તમારા શિરે આવશે. કારકિર્દી સંદર્ભે આ સમય તમારા માટે ફળદાયક સાબિત થાય. જે કામ હાથમાં લેશો એને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. તેમના દ્વારા માન-સન્માન પણ પ્રાપ્ત કરી શકાય. આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું સલાહભર્યું રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ મનમાંથી નિષ્ફળતાનો ડર કાઢી નાંખી કામગીરી કરશો તો અચૂક સફળતા મેળવી શકશો. તમે જરૂરી મદદ સમય પ્રમાણે મેળવી શકશો. નાણાકીય લેવડદેવડમાં થોડી વધુ ચોકસાઈ રાખવી. ભવિષ્યમાં આવનાર ખર્ચાઓ માટે ખાસ અત્યારથી તકેદારી રાખશો તો મુશ્કેલી અનુભવશો નહીં. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રમાં જરૂરી નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે નવી ભાગીદારી કામ લાગશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ આનંદદાયક પસાર થાય.