વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ દરમિયાન સામાન્ય શારીરિક સમસ્યાઓ જેવી કે તાણ, માથાનો દુખાવો, આંખની તકલીફ આવી શકે છે. આથી વિશેષ કાળજી રાખવી. આર્થિક દૃષ્ટિએ થોડું સંતુલન બનાવી રાખવું પડશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સાથ-સહકાર સારો રહેશે. વ્યવસાયિક જીવનમાં નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવાની તૈયારી રાખશો. સામાજિક જીવનમાં દલીલ કે જીભાજોડીમાં ન ઉતરવું સલાહભર્યું છે. ધંધાકીય બાબતોમાં જોઈવિચારીને પગલાં ભરશો તો નુકસાન ટાળી શકશો. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારો આ સમય ખૂબ પ્રગતિજનક પુરવાર થાય. આપના કાર્યોની પ્રશંસા અને કાર્યસ્થળ પર સન્માન પ્રાપ્ત કરી શકશો. તમારા ભાઈ-બહેનના સપોર્ટથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થાય. સંતાનોના અભ્યાસ બાબતના પ્રશ્નો ઉકેલાશે. વ્યવસાયિક મામલે ભાગીદારોનો સાથ મળી રહેશે. સ્વાસ્થ્ય બાબતે તમારી સાવચેતી મદદરૂપ બની રહેશે. પ્રવાસ-પર્યટનનું આયોજન શકય બનશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય તમારા કાર્યક્ષેત્રમાં તમને ખૂબ પ્રગતિકારક સાબિત થાય. ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઉત્તમ તકો પ્રાપ્ત થાય. તમારો બિઝનેસનો વિસ્તાર થાય. આ સમય આર્થિક રીતે થોડો ખર્ચો પણ વધુ કરાવશે. બીજી બાજુ, આવકમાં વધારાના પણ યોગ છે. પરિવારમાં ખુશી-આનંદના સમાચાર મળશે. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં આગળ કાર્યવાહી થાય. તમારા બાકી રહેલા કાર્યોની અહીં પૂર્ણ થતાં જોવા મળશે. અભ્યાસ કરનારાઓને માટે આ સમય સાનુકૂળ છે. સારા સમાચાર મળી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોનો પણ ઉકેલ મળતો જોવા મળશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે સરકારી કામકાજની બાબતમાં નસીબ સાથ આપશે નહીં. હરીફાઈ તેમજ સ્પર્ધકો તરફથી થોડી સમસ્યાઓનો સામનો કરવો પડે. આર્થિક દૃષ્ટિએ સમય થોડોક રાહતવાળો સમય રહેશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે તમે આગળ આવશો. પિતા સાથેના સંબંધો ઘનિષ્ઠ બનતાં જોવા મળે. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય. નવીન કામગીરીનો આરંભ કરી શકશો.
• સિંહ (મ,ટ)ઃ આ સમય આપના માટે મહેનત વધારે અને પરિણામ ઓછું આપનારો સાબિત થાય. હાથમાં લીધેલા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતાનો ભંગ થાય, જેના કારણે માનસિક ઉચાટ અનુભવાય. નોકરી-વ્યવસાયમાં પણ મુશ્કેલીમાં વધારો જોવા મળશે. જોકે નાણાકીય ક્ષેત્રમાં થોડી રાહત રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. વિદ્યાર્થીઓને પોતાની મહેનતના સારાં પરિણામ મળતાં જણાય. વિદેશમાં અભ્યાસની ઉજળી શક્યતાઓ છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઇએ તો તમારો આ સમય આકરી મહેનત કરવાનો છે. વધુને વધુ કુશળતાનો ઉપયોગ કરીને આકરી મહેનત કરીને તમારું સ્થાન મજબૂત બનાવવું પડશે. વ્યવસાયમાં નવીન મૂડીરોકાણોને કારણે લાભની તક સર્જાય. આર્થિક રીતે સમય મધ્યમ જણાય છે. વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી, નહીં તો અભ્યાસમાં રૂકાવટની શક્યતા છે. પરિવારમાં ખુશીના સમાચારને કારણે વાતાવરણ આનંદિત બની રહેશે. માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય આપને થોડું વધુ નિયંત્રણ રાખીને કાર્ય કરવાનું સૂચન છે. હાથ ધરેલા કાર્યોમાં વધુને વધુ મહેનત કરવી પડે - કુશળતા દર્શાવી પડે નહીં તો નુકસાની વેઠવી પડે. નોકરીના ક્ષેત્રમાં આપ જો ધ્યાન નહીં રાખો તો આપના વિરોધીઓ મુશ્કેલી સર્જી શકે છે. ખર્ચ અને આવકનું પલડું સરખું રહેતું જણાશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વિલંબિત થાય. સ્વાસ્થ્યની બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. કામને કારણે પ્રવાસ-પર્યટન વધે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ખૂબ મહત્ત્વનો અને સફળતાભર્યો સાબિત થાય. વ્યવસાયના ક્ષેત્રમાં તમારા સાથી કર્મચારીઓ દ્વારા લાભ થાય. નોકરીના ક્ષેત્રે આપને ઇચ્છિત જગ્યાઓમાં બદલી-બઢતી શક્ય બને. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો, આવકના પ્રમાણમાં વધારો જોવા મળે. મકાન-મિલકતની ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ સારાં પરિણામ પ્રાપ્ત કરશે. દામ્પત્યજીવનમાં મતભેદો હોય તો દૂર થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ સફળતાસૂચક અને મહત્ત્વનું પુરવાર થાય. તમારો પુરુષાર્થ ફળે. મહત્ત્વના નિર્ણયો તમારી તરફેણમાં આવે. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક પુરવાર થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગનું આયોજન થાય. પરિવારમાં આનંદ અને ખુશાલીનો માહોલ સર્જાય. વિદ્યાર્થીઓ મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરશે. નવી સંપત્તિની ખરીદી શક્ય બનશે. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર પરિણામ આપનારો છે. ક્યાંક ખુશીની લહેરે દોડશે તો ક્યાંક ગમગીની પણ વર્તાશે. જોકે આ દરેક પરિસ્થિતિનો આપ કુશળતાપૂર્વક સામનો કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓને સફળતા અપાવનારું સપ્તાહ.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આપના માટે પરિવર્તન લઇને આવી રહ્યો છે. આથી આપના ઉમંગ-ઉત્સાહ વધે. કોઈક મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઊભું થાય. આર્થિક સમસ્યાનો હલ મળશે. નોકરીમાં બઢતીનો સમય છે. વ્યાપાર-ધંધામાં નવાં રોકાણો માટે સારી તકો મેળવશો. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે. શારીરિક તંદુરસ્તીમાં સુધારો થતો જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે અવરોધો તો ઘણાં લાવશે, પણ આપની સૂઝબૂઝ અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો એ દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો. તેના સારા પરિણામ પણ મેળવશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નોનો ઉકેલ મળે. માનસિક ચિંતાનો બોજ હળવો થાય. આર્થિક રીતે આ સમય નહીં નફો - નહીં નુકસાનવાળો રહેશે.