તા. 5 ઓક્ટોબર 2024થી 11 ઓક્ટોબર 2024 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 04th October 2024 09:24 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન યાત્રાપ્રવાસને લગતી કામગીરી હાથ ધરાશે, જે ભવિષ્ય માટે વધુ મદદરૂપ બની રહેશે. મિલકતના પ્રશ્નો હલ થતા જણાય. નાણાકીય મામલે પરિસ્થિતિ સરળ બનશે. પ્રિયપાત્રોની મુલાકાત આનંદજનક સમાચાર અપાવશે. વેપાર-નોકરીની બાબતે બળવાન સમય છે. વિદ્યાર્થી વર્ગને પ્રવાસ ગોઠવાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહનો સમય શુભ સમાચાર લઇને આવી રહ્યો છે. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય. નવી ભાગીદારી માટે કામચલાઉ તકો ઊભી થાય. આકસ્મિક સંજોગોમાં લાભની શક્તાઓ રહેશે. તંદુરસ્તી બાબતે રાહત જણાય. સંતાન તરફથી સહકાર મળે અને પ્રશ્નોનું નિકારકણ થાય. વિવિધ કાર્યોમાં પ્રગતિ રહેશે. નાણાંકીય ભીડ ઓછી થાય. વિદ્યાર્થીઓને નવા મિત્રો બને.
• મિથુન (ક,છ,ઘ)ઃ ધાર્મિક કાર્યોનો લાભ મેળવશો. આ સમય રાજકીય તથા સામાજિક કાર્યો કરતી વ્યક્તિઓ માટે શુકનિયાળ રહેશે. કરેલા કામોનો બદલો મળશે. લગ્નવાંચ્છુઓ માટે સારો સમય આવી રહ્યો છે. અટકેલા કામોમાં પ્રગતિ થતી જોવા મળશે. વ્યાપાર- ધંધામાં નફો મળશે. નોકરિયાત વર્ગે થોડી કાળજી રાખવી જરૂરી. જુદાં જુદાં ક્ષેત્રમાંથી સહાય મેળવી શકશો. મિત્રો મદદરૂપ બનશે.

• કર્ક (ડ,હ)ઃ નોકરીના સ્થળે માન-સન્માન વધશે. ઉચ્ચ અધિકારીઓથી રાહત રહે. વ્યાપારમાં સ્થાનફેર અથવા વ્યવસાય બદલવાની ઇચ્છાઓ સાકાર થાય. આ સપ્તાહે નવીન વિચારોને અમલમાં મૂકશો. સ્વજનો તથા મિત્રોની મદદ મળી રહેશે. સંતાનના પ્રશ્નો ઉકેલાશે. નાણાકીય રાહતના યોગ છે. સ્વજનોની મુલાકાત લાભ અપાવશે. વિદ્યાર્થીઓ માટે રમતગમતમાં કાળજી લેવી જરૂરી.

• સિંહ (મ,ટ): સપ્તાહની શરૂઆતમાં થોડા કડવા અનુભવ થશે. છતાં હિંમત રાખવી જરૂરી રહેશે. મનોમંથનનો સમય. અંગત વ્યક્તિ પરનો વિશ્વાસ ડગમગે તેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. નાણાકીય ખેંચ મૂંઝવણ વધારે. વિશ્વાસઘાત થવાની સંભાવના રહેશે. આત્મબળ ટકાવી રાખવું જરૂરી. સંતાનની ચિંતા રહેશે. નવા દસ્તાવેજ કરતાં વધુ કાળજી લેવી હિતાવહ રહેશે. વિદ્યાર્થીઓએ સાચવવું જરૂરી.

• કન્યા (પ,ઠ,ણ)ઃ કામગીરીમાં નવીન ફેરફાર થશે. પ્રગતિમાં વધારો થશે. અટકેલા કામો પૂર્ણ થતાં કે તેમાં પ્રગતિ થતી જણાય. ભૂતકાળમાં કરેલી સેવાઓના મીઠા ફળ ચાખવા મળશે. નસીબ યારી આપતું જણાશે. જીવનમાં નવી વ્યક્તિનો પ્રવેશ થશે. સુખદ સમય માણશો. પ્રવાસના યોગો બળવાન રહેશે. જીવનસાથી સાથે મતભેદો હશે તો દૂર થતાં જણાશે. વેપાર-ધંધામાં પરિસ્થિતિ જૈસે થે રહેશે.

• તુલા (ર,ત)ઃ આત્મબળમાં વધારો થશે. ગૂંચવાયેલા પ્રશ્નો પર વધુ ધ્યાન આપીને સુખદ ઉકેલ મેળવી શકશો. દૂરના સ્વજનો તરફથી મદદરૂપ પણ મળી રહેશે. માંગલિક અને ધાર્મિક પ્રસંગોનું આયોજન થાય નાણાકીય મામલે રાહત વર્તાય. અવરોધો દૂર થતાં જણાશે. ધંધા-વેપારમાં પ્રગતિ જણાશે. નોકરીમાં યથાવત્ પરિસ્થિત રહેતી જણાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ લગ્નજીવનમાં સર્જાયેલા મતભેદ - મનદુઃખનું નિરાકરણ આ સપ્તાહમાં મેળવશો. વડીલો સાથે મતભેદો હસે તો દૂર થશે. નાના પ્રવાસનું આયોજન થાય. નવીન ચીજવસ્તુની ખરીદીના યોગ છે. સ્વજનો, મિત્રોનો સાથ-સહકાર મળે. સંતાનના પ્રશ્નો હલ થાય. તમે હાથ ધરેલા કાર્યોમાં જશ મેળવી શકાશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં આપને માનસિક ઉદ્વેગ રહ્યા કરશે. છતાં સફળતા અને ધારેલું કાર્ય પાર પડશે. મિલકતના પ્રશ્નો તથા નવા વાહનની ખરીદીના પ્રશ્નો ઉકેલાશે. મિત્રોનો સહયોગ મળશે. નોકરીમાં રાહત રહેશે. વેપારમાં સાથ-સમર્થન મેળવશો. વડીલોની તંદુરસ્તી બાબત ચિંતા રહેશે. વિવિધ કાર્યોથી લાભના યોગ છે.
• મકર (ખ,જ)ઃ નાણાકીય રાહત રહેશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મેળવશો. નવા કામોનું આયોજન સફળતા અપાવશે. નોકરી-ધંધાના કાર્યોમાં પ્રગતિ જોવા મળે. મન પરથી બોજ ઘટતાં રાહત વર્તાશે. પૂર્વ નિર્ધારિત આયોજનમાં સંતોષકારક પ્રગતિ જોવા મળે. સંતાનોના પ્રશ્નો ઉકેલાતા જણાય. અનેક કાર્યો સાકાર થશે. વિદ્યાર્થીઓને પ્રવાસનું આયોજન થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણીના સંબંધોમાં મતભેદ સર્જાવાની સંભાવના છે. નાની ભૂલ પરત્વે બેદરકારી દાખવવી નુકસાનકારક સાબિત થઇ શકે છે. નવી પ્રોપર્ટી ખરીદવા માટે યોગ બળવાન છે. જીવનસાથી સાથે મતભેદ રહે. નોકરિયાત વર્ગને અટકેલા કાર્યમાં પ્રગતિ થતી જણાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહનો શુભારંભ સુખદ રહેશે. મધ્યાંતરે આર્થિક લાભના યોગ છે. આત્મબળમાં વધારો થાય. વગદાર લોકો પરિચય વધશે. નવી મિલકતની ખરીદી બાબતે ચક્રો ગતિમાન થાય. અંગત વ્યક્તિઓનો સાથ-સહકાર સાંપડશે. સંતાન અંગેની ચિંતાનું નિરાકરણ થાય. વિદ્યાર્થી વર્ગે કાળજી રાખવી જરૂરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter