વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ કાર્યસ્થળે મિશ્ર પ્રરિણામ આપનારું રહેશે. તમારું કામ પ્રામાણિકતા અને દૃઢતાપૂર્વક પાર પડશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. બિનજરૂરી કાર્યોમાં એનર્જી વેડફશો નહીં. આર્થિક વૃદ્ધિની રીતે આ સમય આપના માટે લાભદાયક પુરવાર થઈ શકશે. વ્યાપારિક કામગીરીમાં કામનું ભારણ થોડી માનસિક અશાંતિ ઊભી કર શકે છે. નવી નોકરીની શોધખોળ કરનારા થોડી બાંધછોડ કરશે તો સફળતા પ્રાપ્ત કરશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય અતિ વ્યસ્ત પસાર થશે, જેથી વ્યક્તિગત અને વ્યસાયિક જીવન વચ્ચેનું સંતુલન બનાવી રાખવા માટે યોગ્ય સૂઝબૂઝ કમે લગાડવી પડશે. ખર્ચના આયોજન પર પૂરતું ધ્યાન નહીં રાખો તો આર્થિક નુકસાની ભોગવવી પડશે. વ્યવસાયના ક્ષેત્રે આ સમય દરમિયાન વિદેશી ભૂમિ પરથી કોઈ મહત્ત્વપૂર્ણ કામકાજ હાથ લાગી શકે છે. નોકરિયાતને સ્થળાંતરની શક્યતા છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક સંતુલન જાળવવું જરૂરી. શક્ય એટલો સમય પરિવાર સાથે વ્યતિત કરશો તો માનસિક બોજ ટાળી શકશો. આર્થિક રીતે કોઈ મુશ્કેલી જણાતી નથી. આથી ઉલ્ટું આકસ્મિક ધનલાભના લોભ છે. નોકરીમાં હાલની પરિસ્થિતિને સમજીવિચારી કાર્યભાર સંભાળશો તો પ્રગતિ નિશ્ચિત છે. વ્યવસાયને કારણે યાત્રા-પ્રવાસ થઈ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ દરેક પડકાર અને અવરોધોનો આ સમય દરમિયાન મક્કમતા સાથે સામનો કરી શકશો. ધીમે ધીમે પરિસ્થિતિ સાનુકૂળ બનાવી શકશો. વ્યવસાયિક રીતે આ અઠવાડિયામાં પ્રગતિકારક તકો હાથ લાગશે. આપની નાણાકીય સમસ્યાઓ પણ હલ થઈ શકશે. નોકરીના ક્ષેત્રમાં તમારી ક્ષમતા અનુસાર પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. માથાનો સામાન્ય દુઃખાવો કે આંખની તકલીફ આ સમય દરમિયાન રહેશે. વાહન કે મિલકતની ખરીદી હમણાં થોડો સમય મુલત્વી રાખવી સલાહનીય રહેશે.
• સિંહ (મ,ટ): આપની ગ્રહયોગોની ચાલ સપ્તાહ દરમિયાન ઘણાં હકારાત્મક પરિણામો લઈને આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. વ્યવસાયને લગતાં કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત વર્ગે હિતશત્રુઓથી સાચવવું રહ્યું. લગ્નવાંચ્છુને યોગ્ય જીવનસાથી મળી શકે છે. વાહન-જમીન-મકાનના અટવાયેલા કાર્યો પૂર્ણ કરી શકશો. આ સપ્તાહ દરમિયાન કોઈ જરૂરિતમંદને મદદરૂપ બની રહેશો. વિદેશપ્રવાસ શક્ય બને.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ ખાસ કારણોસર આ સમયમાં દોડધામ વધે - ચાહે એ વ્યવસાયિક હોય કે વ્યક્તિગત. પરિવાર અને મિત્રોના સહયોગથી આપના અધૂરા કાર્યો પૂરા કરી શકશો. નોકરી કરનારા વ્યક્તિ વરિષ્ઠ અધિકારી સાથેના સંબંધોમાં સુધારો લાવી શકશે. મેડિકલ ક્ષેત્રની વ્યક્તિઓને પ્રગતિના નવા દ્વારા ખુલતાં જોવા મળે. ઉદ્યોગ-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ ઉપર કામની શરૂઆત થઈ શકશે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી વિશેષ કાળજી રાખવી જરૂરી.
• તુલા (ર,ત)ઃ લાંબા સમયથી પેન્ડીંગ રહેલા કાર્ય અહીં પૂર્ણ થાય. પરિણામે મોટો ફાયદો પણ મેળવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ ખોટા વાદ-વિવાદમાં ન ફસાવાય એનું ખાસ ધ્યાન રાખશો. નોકરિયાત વર્ગને પોતાના લક્ષ્ય તરફ પહોંચવા માટે સખત મહેનત અને અથાગ પરિશ્રમ કરવા પડે. કાયદાકીય ગૂંચવણમાંથી બહાર આવવા માટે થોડું જતું કરશો તો અવશ્ય વિજય મેળવી શકશો. વાહનખરીદીના યોગ છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેશો તો હતાશાના વાદળમાંથી આશાનાં કિરણો જોઈ શકશો. આર્થિક મૂંઝવણને પહોંચી વળવા માટેના નવાં રસ્તાઓ અહીં પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં થોડા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નજીકના જ વ્યક્તિ દગો કરી જાય એવી પરીસ્થિતિ સર્જાય. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થોડીઘણી હલ થતી જોવા મળે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સમય અને સંજોગ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત બને, પણ જો તમારું મનોબળ અને ધીરજ જાળવી રાખશો તો દરેક પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. ધીરેલા નાણાંમાંથી લાભ પ્રાપ્ત કરી શકશો. લોન કે દેવાંમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય એવી જોગવાઈ કરી શકશો. વ્યાપારના ક્ષેત્રમાં આપની સૂઝબૂઝને કામ લગાડી આગળના નિર્ણયો લેશો તો પ્રતિસ્પર્ધી સામે વિજય પ્રાપ્ત કરી શકશો. મિલકત સંબંધી સમસ્યાઓને ઉકેલ આવે.
• મકર (ખ,જ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. સારાનરસા અનુભવોમાંથી પસાર થવું પડે. ચિંતા-ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે અધ્યાત્મ તેમજ મનન-ચિંતન ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી જણાય. ધંધાકીય કાર્યોમાં ક્ષણિક લાભ લેવા માટે લાંબા ગાળાના ફાયદાને દાવ પર ન લગાવતા. નોકરીમાં થોડીઘણી ઉપરનીચેવાળી પરિસ્થિતિનું નિર્માણ થાય. આથી જોઈજાળવીને આગળ વધશો. યાત્રા-પ્રવાસના આયોજન શક્ય બને.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન ગુસ્સાને થોડો કંટ્રોલમાં રાખજો. લાગણીઓ પર કાબૂ રાખશો તો સ્વસ્થતા તેમજ શાંતિનો અનુભવ કરી શકશો. ખોટી ગેરસમજ કે વ્યથાના પ્રસંગોથી દૂર રહેશો. નોકરિયાત વર્ગને માર્ગ આડેના અંતરાયો દૂર થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં આર્થિક લાભ મેળવવાના પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. ગૃહજીવનના ખટરાગ અહીં દૂર કરી શકશો. મકાન-મિલકત સંબંધી સમસ્યામાં આપનું ધાર્યું પરિણામ મેળવી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય આર્થિક પ્રતિકૂળતા સૂચવે છે. પરિણામે આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે જોવા મળે. વધુ પડતાં ખર્ચાઓને અંકુશમાં લેવાના પ્રયત્નો કરશો તો પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકશો. ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં ઉન્નતિના માર્ગને મોકળો કરવા માટે વિચારસરણીમાં થોડોક ફેરફાર લાવશો તો ફાવશો. નોકરીના ક્ષેત્રમાં કોઈ અગત્યના નિર્ણય લેતા પહેલાં આપના ઉપરી સાથે ચર્ચાવિચારણા કરી લેશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે.