તા. 6 મે 2023થી 12 મે 2023 સુધી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th May 2023 06:14 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સામાજિક તેમજ રાજકીય બાબતોને લઈને દોડધામ વધે. તંદુરસ્તી બાબતે ખાસ કાળજી રાખવી. વધુ પડતું કામનું ભારણ મનમાં બેચેનીનો અહેસાસ કરાવે. હિતશત્રુઓથી સાચવવું. દામ્પત્યજીવનનો ખટરાગ દૂર થતો જોવા મળે. વ્યવસાયિક કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. સંતાનો તરફની હૂંફ તમને નવી પ્રેરણા અપાવે. નાણાકીય પરિસ્થિતિ હાલ યથાવત્ રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આત્મબળથી દરેક કાર્યોમાં સરળતા થાય તે ઉક્તિને આપે કામે લગાડવી પડશે. પોતાની શક્તિથી આગળ વધવાના પ્રયત્નો સફળતા અપાવે. કોઈના પર અતિવિશ્વાસુ બનીને કાર્યભાર ન સોંપવાનું સલાહભર્યું છે. કૌટુંબિક જવાબદારી પણ આપના શિરે રહેશે. નોકરિયાત વ્યક્તિઓની પ્રગતિ આડેના અવરોધો દૂર થાય. વ્યાપારની સ્થિતિમાં ફેરફાર આવતાં હજી થોડી વાર લાગશે. માતા-પિતાના આરોગ્ય બાબતે થોડી ચિંતા રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સતત કામના ભારણને કારણે સપ્તાહ દરમિયાન થોડું ટેન્શન અનુભવશો. તમારી નાણાકીય સ્થિતિ મુજબ આગળના વ્યવહારો કરવા હિતાવહ રહેશે. કુંવારા માટે સમયની અનુકૂળતા અનુસાર જીવનસાથીની પસંદગીમાં સરળતા જણાય. વ્યવસાયિક કામગીરી થકી આપને યશ–માન પ્રાપ્ત થઈ શકે. પ્રવાસ દરમિયાન કાળજી રાખવી હિતાવહ રહેશે. મનની આશંકા દૂર કરી કામગીરી કરવાની સલાહ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ ગ્રહોની પરિસ્થિતિ સારી હોવા છતાં પણ કડવા અનુભવો સહન કરવા તૈયાર રહેવું પડશે. તમારી ઉદારતા તેમજ લાગણીનો કોઈ દુરુપયોગ ન કરે તેનું ધ્યાન રાખવું પડશે. નાણાકીય ક્ષેત્રે કોઈ આકસ્મિક લાભ આપની પરિસ્થિતિમાં સુધાર લાવે. જમીન–મકાનની લે-વેચના કાર્યો પૂર્ણ થાય. વ્યાપારિક રોકાણો થકી લાભ મેળવી શકશો. સંતાનોના અભ્યાસ બાબતે કાળજી લેવી હિતાવહ રહેશે.
• સિંહ (મ,ટ)ઃ તમારા અંગત પ્રશ્નોનો ઉકેલ કોઈ નજીકની વ્યક્તિના સલાહ–સૂચન દ્વારા મેળવી શકશો. આ સમય આપના આત્મવિશ્વાસ અને ધીરજની કસોટી કરશે. તમારી ભાવનાઓ અને ઉદારતાનો કોઈ ખોટો ફાયદો ના ઊઠાવે તેનું ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે અટવાયેલા કે ફસાયેલાં નાણાં પરત મેળવી શકશો. નવી નોકરીની શોધખોળ કરનારા માટે સારી એવી જગ્યાઓ પરથી પસંદગી થઈ શકે છે. વ્યવસાયિક રોકાણો થકી ફાયદો થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ મૂંઝવણોમાં વધારો થતાં મન પરનો બોજો વધતો જોવા મળે. જોકે, સમયનો સાનુકૂળ ઉપયોગ કરશો તો એમાંથી બહાર આવી શકશો. જમીન–જાયદાદને લગતાં અટકેલાં કામો અહીં પૂરાં થતાં નાણાંકીય સદ્ધરતામાં વધારો થાય. વ્યવસાયિક ક્ષેત્રમાં માન–સન્માન તેમજ વર્ચસ્વ વધતું જોવા મળે. જીવનસાથી સાથેના સંબંધોની તિરાડ ઘટતી જણાય.
• તુલા (ર,ત)ઃ કોઈની સાથે ખોટા વાદવિવાદમાં પડશો નહીં. તમારી વાણી થકી જીવનમાં સમસ્યા ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. રાજનીતિમાં રહેલી વ્યક્તિઓએ પોતાના દરેક પગલાં ખાસ ધ્યાનથી આગળ વધારવા. આર્થિક મુશ્કેલીનો અંત આવે છતાં ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી રહેશે. નોકરી - ધંધાના ક્ષેત્રમાં સહયોગી કે કર્મચારીઓની મદદ દ્વારા અટવાયેલાં કાર્યોમાં સફળતા મેળવશો. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ મનમાં રહેલી ઈચ્છા આ સમય દરમિયાન સાકાર થશે. નાણાકીય કામગીરીને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો અંગે કોઈ ખાસ સલાહકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેશો. નોકરિયાત વ્યક્તિ પોતાની કાર્યસિદ્ધિ થકી બઢતી પ્રાપ્ત કરશે. સામાન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે. કોર્ટ–કચેરીના કાર્યોમાં તમારો વિજય થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મનની મુરાદો બર ન આવતાં માનસિક અશાંતિ અનુભવાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાય. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપે ડબલ મહેનત કરવી પડે. આવકવૃદ્ધિ માટેના રસ્તાઓ પ્રાપ્ત થતાં થોડી રાહતનો અનુભવ થાય. ધંધા- વ્યવસાયમાં ઉન્નતિકારક તકો હાથ લાગે. વડીલોપાર્જિત મિલકત સંબંધિત સમસ્યાનો ઉકેલ આપના પક્ષમાં આવતાં રાહત મળે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન સમસ્યાઓનો ધીમી ગતિએ પરંતુ સાનુકૂળ ઉકેલ પ્રાપ્ત કરી શકશો. આપના વિચારોમાં હકારાત્મક બદલાવ માનસિક સ્વસ્થતાનો અનુભવ કરાવે. વ્યવસાયની રીતે ઘણાં મહત્ત્વના નિર્ણયો અહીં આપની હિતકારક સાબિત થાય. વડીલોની સલાહ અહીં કામ આવે. નોકરીમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સમજદારીથી કાર્ય કરવું સલાહભર્યું રહેશે. માતા - પિતાના આરોગ્યને કારણે થોડી ચિંતા રહે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય મિશ્ર સાબિત થાય. માંગલિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ તેમજ કુટુંબ સાથે સમય પસાર કરવાનો મોકો હાથમાંથી જવા દેશો નહીં. વ્યવસાયિક કામગીરીમાં ભાગીદારો સાથેના વ્યવહારમાં આક્રમકતા તમને જ નુકસાન પહોંચાડી શકે છે, જેથી શાંતિથી કામગીરી કરવી આવશ્યક રહેશે. ધંધાકીય સોદાઓને આગળ વધારવા માટે આપની સૂઝબૂઝ કામે લગાડવી પડશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં રાહત થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય વ્યસ્ત પસાર થાય. કાર્યક્ષેત્રમાં પરિવર્તનને કારણે જવાબદારીમાં વધારો થઈ શકે છે. નવી નોકરીની શોધખોળ અહીં પૂર્ણ થાય. આપને ઈચ્છિત જગ્યા પર કામ મળવાથી બમણો આનંદ મહેસૂસ કરી શકશો. વ્યવસાયિક કામગીરીને કારણે ટૂંકી મુસાફરીના યોગો બળવાન બને. લગ્નસંબંધી સમસ્યા હોય તો અહીં દૂર થાય. આર્થિક બોજો હળવો થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter