તા. 7 ડિસેમ્બર 2024થી 13 ડિસેમ્બર 2024 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th December 2024 06:52 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં રચનાત્મક કામગીરીનો વિકાસ થાય. માનસિક ચિંતા ઓછી થાય. આપની બુદ્ધિ-તર્કશક્તિના ઉપયોગથી યોજનામાં સફળતા મેળવશો. નોકરિયાતને આ સમયમાં ઘણાં ફેરફાર જોવા મળશે. મિત્રો તથા સંબંધીઓ તરફથી સાથસમર્થન મેળવી શકશો. આ સમયમાં કોઈ નવા વ્યાપારના ચક્રો ગતિમાન થાય. આર્થિક સદ્ધરતામાં વધારો થાય. સંતાનના અભ્યાસ બાબતના પ્રશ્નો હલ થશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયના ગ્રહયોગો હજી આપના પક્ષે નથી. માનસિક અસ્વસ્થતામાં થોડો વધારો થાય. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળશો. કોઇ જૂના દેવાંમાં થોડી રાહત થાય. મિલકતની લે-વેચના પ્રશ્નો હલ થવાથી નાણાકીય સદ્ધરતામાં વધારો થાય. નોકરી-વ્યવસાયમાં હજી સમય જેમનો તેમજ રહેતો જણાશે. વિદ્યાર્થી વર્ગને હજી વધુ મહેનતનું સુચન છે. પ્રવાસ–ધર્મકાર્યના યોગ છે. સંતો સાથેનું મિલન–વાર્તાલાપ આપની મનોસ્થિતિને સુદૃઢ બનાવશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ અન્યોનો આપના પ્રત્યેનો વિશ્વાસ કાર્યક્ષેત્રે સફળતાનું કારણ બને. અધિકારીઓના અતૂટ વિશ્વાસનો આપ આ સમયમાં ભરપૂર ઉપયોગ કરીને ઈચ્છીત કાર્યપૂર્તિ તથા સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારી પ્રગતિના દ્વાર ખૂલતાં જોવા મળશે. વ્યાપારના ક્ષેત્રમાં પણ મહેનત રંગ લાવશે. નવા ધંધાકીય ક્ષેત્રના પાયા નંખાય. મિત્રો સાથેના તમારા સંબંધો વ્યાવસાયિક ભાગીદારીમાં ફેરવાય એવો યોગ છે, જે ભવિષ્યમાં લાભદાયી પુરવાર થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય. સંતાનના લગ્નવિષયક બાબતોની ચર્ચાઓ આગળ વધે.
• કર્ક (ડ,હ)ઃ આસપાસનો માહોલ અને આપની મનોસ્થિતિ તણાવ પેદા કરશે. ખર્ચનું પ્રમાણ વધવાથી પણ આપની મૂંઝવણોમાં વધારો થાય. નવી આવકના માર્ગ શોધવા માટે તમારી શક્તિઓને કામે લગાડશો તો થોડા લાભમાં રહેશો. નોકરીના ક્ષેત્રમાં થોડી વધુ દોડધામ કરવી પડશે. ધંધા-વ્યાપારમાં કોઈ ઉતાવળા નિર્ણય લેવાનું ટાળશો. શેરસટ્ટાથી નુકસાનના એંધાણ છે. વિદ્યાર્થી વર્ગ સારું પરિણામ મેળવશે. શારીરિક તંદુરસ્તી બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે.
• સિંહ (મ,ટ): આ સમયમાં કેટલાક ગૂંચવાયેલા સંબંધોનો આપ નિવેડો લાવી શકશો. સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે. થોડા આકસ્મિક ખર્ચાઓનો સામનો કરવા માટે પણ તૈયારી રાખશો. નોકરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારીઓને મદદરૂપ પુરવાર થશો. આપની પ્રતિષ્ઠામાં વધારો થાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં હાલ સ્થિતિ યથાવત્ રહેતી જણાય. કોઈ ખાસ ફેરફારના યોગ નથી. આ સમયમાં પારિવારિક જીવનનો આનંદ અને ઉત્સાહ બમણો થાય. સંતાનને લગતા પ્રશ્નો હલ થતા જણાય. વિદ્યાર્થીઓને પણ સારા સમાચાર મળશે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માનસિક દૃઢતા વધારનારો સાબિત થાય. કોઈ મહત્ત્વનો નિર્ણય કાર્યસિદ્ધિ અપાવે, જેનાથી આપનું મનોબળ મજબૂત થાય. નાણાકીય દૃષ્ટિએ જોઈજાળવીને આગળ વધશો તો લાભમાં રહેશો. જો કોઈ મોટું રોકાણ કરવા ઈચ્છતા હશો તો સફળતા મેળવશો. નસીબ તમારી સફળતામાં ચાર ચાંદ લગાવી આપશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. આરોગ્ય સંબંધી બાબતોમાં પણ કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સમય થોડો તણાવ અને બેચેનીવાળો રહેશે. જોકે, આપ કાર્યોમાં મન પરોવેલું રાખશો તો થોડી માનસિક સ્વસ્થતા કેળવી શકશો. વિરોધીઓથી સાવધાન રહેશો. ખર્ચાઓ ઉપર થોડો વધુ કાપ મૂકવાનું સૂચન છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ દ્વારા ફાયદો થાય. વ્યાવસાયિક કામગીરીમાં નવી તકો મળશે. લાંબા ગાળાના ફાયદાકારક રોકાણો શક્ય બને. વિદ્યાર્થીજગતમાં આનંદ-ઉત્સાહનો માહોલ ઊભો થાય. કોર્ટ-કચેરી કે ઈમિગ્રેશનને લગતાં કાર્યોમાં થોડો વિલંબ થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં નવીન પ્રવૃત્તિનો આરંભ થાય. વાંચન-મનન-ચિંતન પ્રત્યે આપ વધુ સજાગતા કેળવશો. સખત સંઘર્ષ અને મહેનત આપના કાર્યોને સિદ્ધિ અપાવશે. વ્યાવસાયિક કાર્યોમાં વધારો થશે. નવીન રોકાણો દ્વારા લાભમાં રહેશો. મકાનની ફેરબદલીની ઈચ્છાઓ અહીં પૂર્ણ થતી જોવા મળે. નોકરી-વ્યવસાયમાં સ્થાનફેરના યોગો બળવાન રહેશે. કૌટુંબિક માહોલમાં આનંદ-ઉત્સાહ વર્તાય. સંતાનોના લગ્નસંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. પ્રવાસ-યાત્રાનું આયોજન થાય.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય મિશ્ર રહેશે. તમારામાં રહેલા લાગણી અને પ્રેમ દ્વારા આપના પરિવાર સાથેનો નાતો વધુ ઘનિષ્ઠ બનશે. દરેક કાર્યોમાં આપના વડીલોનો સાથ-સહયોગ મળી રહેશે. આ સમયમાં આર્થિક રીતે આપની સદ્ધરતામાં વધારો થતો જોવા મળશે. જોકે સાથે સાથે થોડા ખર્ચાઓ પણ વધી શકે છે. નોકરી-વ્યવસાયમાં કામનું થોડું ભારણ વતું જણાય. વ્યવસાયને કારણે પ્રવાસનું આયોજન થાય. ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને સ્વપ્ન સફળ થતું જણાય. ઈચ્છિત જગ્યાએ અભ્યાસ શક્ય બને.
• મકર (ખ,જ)ઃ આ સમય આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આપના જીવનનો રાહ બદલી શકે છે. મનમાં નવી અનેરી તાજગીનો અનુભવ થાય. આર્થિક મુદ્દે સમતુલા જળવાઈ રહે. નોકરી-વ્યવસાયના કાર્યોમાં નવીન તકો દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકશો. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મેળવી શકશો. સંતાનો તરફથી પ્રેમ-લાગણી વધુ પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનત કરવાનું અહીં સૂચન છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળે. રાજકીય ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓ માટે વિજય યોગ છે. આર્થિક દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. ધનલાભ મળી શકે છે. નોકરીના ક્ષેત્રમાં લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મેળવી શકાય. વ્યવસાયમાં ભાગીદારીથી આપને ખાસ લેણું નથી. જોઈજાળવીને આગળ વધવું સહાલભર્યું છે. પરિવારમાં આપના દ્વારા સમતુલા જળવાઇ રહેશે. કોર્ટ-કચેરીના વિવાદોમાં ચુકાદો આપની તરફેણમાં આવે તેવા યોગ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આપના ભાગ્યના યોગને આધિન સફળતા કે નિષ્ફળતાનો અનુભવ કરશો. જોકે, આપ સ્વબુદ્ધિ દ્વારા આગળ વધશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. અહીં નાણાકીય મામલે થોડી વધુ સાવચેતી રાખવી જરૂરી. ખર્ચાઓને નિયંત્રણમાં રાખવા. નોકરી-વ્યવસાયમાં તમારા જ્ઞાનનો ઉપયોગ અને અનુભવ કામ લાગશે. સંતાનોના લગ્નસંબંધી ચર્ચાઓ અહીં વેગ પકડશે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter