• મેષ (અ,લ,ઇ)ઃ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હશો તો એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધવામાં સફળતા મળે. જે વ્યક્તિઓ સાથે કામકાજ કરી રહ્યા છો એ કદાચ તમને સાથ ના આપે પરંતુ કાર્ય પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં આંખ સંબંધિત તકલીફ જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાની નાની દરેક બાબતોમાં ધ્યાન રાખીને કામગીરી કરવી જરૂરી. જીવનસાથી સાથે સુખદ પળ વિતાવી શકશો. નાનો પ્રવાસ પણ કરી શકો છો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ કોઈપણ કાર્ય કરતાં પહેલાં નેગેટિવ અને પોઝિટિવ પાસાં ચકાસી લેશો. અજાણ્યા લોકો ઉપર તુરંત વિશ્વાસ મૂકશો નહીં. નાણાકીય જોગવાઈ કરવા માટે થોડી દોડધામ વધારે કરવી પડે. વ્યાપાર વિસ્તાર માટે યોજના વિચારતા હો તો હવે સમયની સાનુકૂળતા વર્તાય. પારિવારિક વાતાવરણ ખુશમિજાજ રહેશે. માંગલિક પ્રસંગો યોજાય. નોકરિયાત વ્યક્તિઓને કામ બાબતે ચિંતા વધતી જોવા મળે. મકાન રિનોવિશનનું કામકાજ આગળ વધારી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ કારણથી તમારું મન મૂંઝવાયેલું જોવા રહેશે. અસુરક્ષિતતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ આ દરમિયાન સારી રહેશે. ઈમિગ્રેશન સંબંધિત મામલે કોઈના પર એકદમ વિશ્વાસ મૂકવાનું ટાળજો. પરિવાર સાથેના સંબંધો સારા જણાશે. નોકરિયાત માટે લાભદાયક સમય રહેશે. તમારા મનની વાત કોઈના સાથે શેર કરતા રહેશો તો હળવાશ વર્તાશે.
• કર્ક (ડ,હ)ઃ કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવશો. આર્થિક રીતે હવે સારો સમય રહેશે. બાકી નીકળતા નાણાં પરત મેળવી શકાય. વ્યવસાય-નોકરીમાં તમારા સહકર્મચારીઓ સાથે કામની રકઝકમાં પડશો નહીં, નહીં તો સંબંધોમાં અંતર વધી શકે છે. મકાનના રિપેરીંગના કામકાજમાં ખાસ કાળજી રાખવી જરૂરી, નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવાના સંજોગ સર્જાઇ શકે છે.
• સિંહ (મ,ટ): માનસિક સુખશાંતિ જળવાયેલા રહેશે. આત્મવિશ્વાસ અને મનોબળ વધુ મજબૂત બનાવી શકશો. કોઈ ખાસ કાર્યોમાં પણ સફળતા હાંસલ કરશો. ભાઈબહેનો સાથે ખુશીની પળો માણી શકશો. આર્થિક બાબતોમાં તમારી ચિંતા હવે દૂર થતી જણાશે. છતાં જોઈજાળવીને ખર્ચા કરશો. નોકરિયાતને નવી જગ્યાઓ પર પોતાનું કૌશલ્ય બનાવવાની તક પ્રાપ્ત થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન-મિલકત સંબંધિત કાર્યમાં સફળતા મેળવશો. કોર્ટકચેરીમાં પૂરતા ડોક્યુમેન્ટસ થકી વિજય થશે.
• તુલા (ર,ત)ઃ જીવનની દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્ત જાળવવું જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવજો. જીવનસાથી સાથેના સંબંધોનો તાલમેલ જાળવવાની જવાબદારી તમારા ઉપર આવી જાય. સંતાનોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળતા પ્રાપ્ત થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ આવશ્યક છે. વ્યવસાય-નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્કસેતુ રચશો તો લાભમાં રહેશો. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય પસાર થાય. સ્વાસ્થ્યને લઈન થોડીઘણી તકલીફ રહેશે, પણ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાના સ્વપ્ન પૂર્ણ થતાં જણાશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નાણાકીય ચિંતાઓને કારણે કેટલાક નિર્ણયો લેવામાં મુશ્કેલી વર્તાશે. મિલકત સંબંધિત વ્યવહારોને સાચવીને આગળ વધશો તો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થાય. કોઈ સારી ઓફર મળશે. વ્યવસાયિક કામ હવે પૂરજોશમાં આગળ વધી શકશે. પરિવાર અને વ્યવસાયિક મામલાને એકબીજાથી અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.
• મકર (ખ,જ)ઃ જીવનમાં ઘણા ઉતારચઢાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. માનિસક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળશે. જોકે હજી ખર્ચાઓ ઉપર થોડુંક નિયંત્રણ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાંથી હવે રાહત મળી શકે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સ્વાસ્થ્યને કારણે હવે દિનચર્યામાં થોડોક ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ મનન-ચિંતન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકશો. કામનું વધુ પડતું ભારણ હવે છોડી દો. નાણાકીય રીતે કોઈ મુશ્કેલી અહીં દેખાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારવું.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મનની ઇચ્છાઓને વ્યક્ત કરો. મનમાંને મનમાં મુંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલવી જરૂરી. નાણાકીય મામલે તમારી મુશ્કેલીઓને દૂર કરવા યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. ભવિષ્યનું વિચારીને ખર્ચાઓ કરો. વ્યાપાર-નોકરીમાં તમારી કામગીરીમાં વધુ ચોકસાઈ જરૂરી. કોઈ પણ જાતનાં નિર્ણયો લેતા પહેલાં એના પર પુરતો અભ્યાસ કરી આગળ વધો.