વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં તેની નેગેટિવ અને પોઝિટિવ બાજુઓ ચકાસી લેશો. અજાણ્યા લોકો ઉપર તુરંત વિશ્વાસ મૂકશો નહીં. નાણાકીય જોગવાઈ કરવા થોડી દોડધામ વધારે કરવી પડશે. વ્યાપારના વિસ્તાર માટેની યોજના વિચારતા હો તો હવે સમય સાનુકૂળ રહે. પારિવારિક વાતાવરણ ખુશમિજાજ રહેશે. માંગલિક પ્રસંગો યોજાય. નોકરિયાત વર્ગને કામ બાબતે ચિંતા વધતી જોવા મળે. મકાન રિનોવેશનનું આયોજન આગળ વધારી શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધવામાં હવે સફળતા મળે. જે વ્યક્તિઓ સાથે કામકાજ કરી રહ્યા છો એ કદાચ તમને સાથ ના આપે, પરંતુ તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં આંખ સંબંધિત તકલીફ જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાની નાની દરેક બાબતોમાં ધ્યાન રાખીને કામગીરી કરવી જરૂરી. જીવનસાથી સાથે સુખદ પળ વિતાવી શકશો. નાનો પ્રવાસ પણ કરી શકો છો.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ કારણથી તમારું મન મૂંઝાયેલું જોવા મળે. અસુરક્ષિતતા અનુભવાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ અંગત વ્યક્તિની મદદ લઈ શકો છો. તમારા મનની વાત કોઈના સાથે શેર કરો. નોકરીમાં કોઈ ખાસ પ્રોજેક્ટ્સ ઉપર તમારા મંતવ્યો અને કૌશલ્ય બતાવી શકો છો. આર્થિક સ્થિતિ હવે વધુ સદ્ધર બનતી જોઈ શકશો. ઈમિગ્રેશનને લગતી બાબતોમાં કોઈના પર એકદમ વિશ્વાસ મૂકીને કામગીરી કરશો નહીં.
• કર્ક (ડ,હ)ઃ માનસિક સુખશાંતિ જળવાયેલાં રહે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધુ મજબૂત બનશે. કોઈ ખાસ કાર્યોમાં પણ સફળતા મેળવી શકશો. ભાઈ–બહેનો સાથે ખુશીની પળો માણી શકશો. આર્થિક બાબતોમાં તમારી ચિંતાઓ હવે દૂર થાય. તેમ છતાં જોઈજાળવીને ખર્ચ કરશો. નોકરિયાત વ્યક્તિઓને નવી જગ્યાઓ પર પોતાનું કૌશલ્ય બતાવવાની તક પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં પાર્ટનરશિપથી સાચવવું. નુકસાન નથી, પરંતુ કોઈ ખોટા વિવાદમાં ફસાઇ ન જાવ તેની કાળજી જરૂરી.
• સિંહ (મ,ટ)ઃ કાર્ય કરતી વખતે ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક રીતે હવે સમયે સારો રહેશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકાય. વ્યવસાય–નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના કામકાજના મુદ્દે વિખવાદ ટાળવો, નહીંતર સંબંધોમાં અંતર વધી શકે છે. મકાનના રિપેરિંગના કામકાજમાં ખાસ કાળજી રાખવી નહીં તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવી પરિસ્થિતિ સર્જાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવનમાં દરેક બાબતોમાં અનુશાસન અને શિસ્ત જળવાવું જરૂરી છે. જો આ બાબતો પર પૂરતું ધ્યાન નહીં આપો તો પરિસ્થિત ડામાડોળ બની જશે. વ્યવસાયિક રીતે નવી કામગીરી ચાલુ કરતાં પહેલાં દરેક બાબતની પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. જીવનસાથી સાથેના સંબંધોમાં તાલમેલ જાળવવાની જવાબદારી તમારા ઉપર આવી જાય. સંતાનોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવામાં સફળતા પ્રાપ્ત થાય.
• તુલા (ર,ત)ઃ સમયની કિંમતને ઓળખો, યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. આર્થિક રીતે સમય થોડો મધ્યમ રહેશે. વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનાવવી અગત્યની રહેશે. નોકરિયાત વ્યક્તિને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન પર ફોકસ કરવું ફાયદાકારક રહેશે. મકાન–મિલકતના રિપેરિંગ કામકાજમાં યોગ્ય સમયે પૂર્ણ થઈ શકશે. કોર્ટકચેરીમાં પૂરતા ડોક્યુમેન્ટ્સ રજૂ કરશો તો વિજય નિશ્ચિત છે.
• વૃશ્ચિક (ન,ય)ઃ નકારાત્મક વિચારોને ખંખેરીને સકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી. થોડું આત્મચિંતન પણ આવશ્યક છે. વ્યવસાય–નોકરીમાં મહત્ત્વપૂર્ણ સંપર્ક થશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય વ્યતીત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી તકલીફ રહે, પણ તે કામચલાઉ હશે. વિદેશમાં ભણવા જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓના સપના પૂર્ણ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ જીવનમાં ઘણાં ઉતાર–ચઢાવ પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. માનસિક અસ્વસ્થતા ઓછી થાય. તમારા કેટલાક મુખ્ય કાર્યોનો હવે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. આર્થિક મામલે ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે, હજી થોડા ખર્ચાઓ ઉપર સંયમ રાખશો તો ફાવશો. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ – કચેરીના કાર્યોમાં હવે રાહત મળે.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે થોડી દિનચર્યામાં ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત યોગ્ય આહાર તેમજ આત્મમનન તેમજ ચિંતન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડી દેજો. નાણાકીય રીતે કોઈ મુશ્કેલી દેખાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરવો જરૂરી. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પહેલાં પૂરી કરીને આગળનું વિચારજો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મનની ઈચ્છાઓને વ્યક્ત કરો. મનમાંને મનમાં મૂંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલો. નાણાકીય રીતે હવે તમારી મુશ્કેલીને દૂર કરવા યોગ્ય પગલાં લેવા જરૂરી રહેશે. આગળનું વિચારીને ખર્ચાઓ કરો. વ્યાપાર–નોકરીમાં તમારી કામગીરીમાં વધુ ચોક્સાઈ જરૂરી. કોઈ પણ જાતના નિર્ણયો લેતાં પહેલાં એના પર પૂરતો અભ્યાસ કરીને આગળ વધો. સામાજિક તેમજ રાજકીય ગતિવિધિ વધશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય ચિંતાને કારણે કેટલાક નિર્ણયો લેવાનું મુશ્કેલ બનશે. મિલકત સંબંધિત વ્યવહારોને સાચવીને કરશો તો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થશે. કોઈ સારી ઓફર આવે. વ્યવસાયિક કામગીરી હવે પૂરજોશમાં આગળ વધી શકશે. પરિવાર અને વ્યવસાયિક મામલાને એકબીજાથી અલગ રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.