તા. ૧ ઓગસ્ટ, ૨૦૧૫થી ૭ ઓગસ્ટ, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 29th July 2015 09:05 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ હવે તમારા સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી માનસિક ચિંતાઓનો બોજો હળવો થાય. આશાવાદી કાર્યરચનાના કારણે તમારી તંગદિલી ઘટશે. જેટલા વધુ કાર્યશીલ થશો તેટલો જ આનંદ મળશે. નાણાકીય રીતે અણધાર્યા લાભ મળવાની યોગ નથી. વધુ પડતા ખર્ચ રહેશે, તેથી સાચવીને ખર્ચ કરવાની સલાહ છે. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી-બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય સફળતા અને સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા સરસ મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો અંગે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોને વધુ પ્રયાસે કાર્ય સફળતાના યોગ છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમારા કેટલાક મહત્ત્વના કામકાજોમાં વિકાસની તક જણાતાં મન પરથી ચિંતાનો ભાર દૂર થાય. નાણાકીય પરિસ્થિતિ બગડી હોય તો સુધારવાના તમારા પ્રયત્નો સફળ થાય. ખર્ચ પર કાબૂ રાખવો પડશે. નોકરી અને વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાય. વિરોધીઓ કે હરીફોના હાથ હેઠાં પડતા જણાશે. મકાન-જમીનના કામકાજો માટે હજી જોઈતી સાનુકૂળ તક મળશે નહીં. તંદુરસ્તી જળવાય રહેશે.

કર્ક (ડ,હ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોની સમસ્યાઓના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ હિતશત્રુની કોઇ કારી ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા-લાભના યોગ જણાય છે.

સિંહ (મ,ટ)ઃ તમારી મનોવેદનાઓ-વ્યથાઓ હળવી બને તેવા પ્રસંગો સર્જાશે. ઇશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. ઇચ્છીત તક સામેથી આવશે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. પરિસ્થિતિમાં સુધારો થશે. માથા પરની જવાબદારીઓને અદા કરવા માટે જરૂરી મદદો મેળવી શકશો. વિશ્વાસે ધીરધાર કરતા નહીં. નોકરીના પ્રશ્નો હલ થશે. પ્રગતિ થશે. ખટપટો કરનારા ફાવશે નહીં. ગૂંચવાડામાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો વધે.

કન્યા (પ,ઠ,ણ)ઃ લાગણીના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો આખરે ઉશ્કેરાટ અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળશે નહીં. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક ચાલીને પાર કરી શકશો. અણધાર્યા આર્થિક લાભ કમાઈ લેવાની લાલચમાં પડશો નહીં. આવકનું પ્રમાણ વધવાનો કોઇ યોગ નથી. આથી ઉલ્ટું વધુ પડતાં ખર્ચાઓ રહેવાના યોગો પ્રબળ છે. નાણાં સાચવીને વાપરવાની સલાહ છે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મેળવી શકશો. તમે હવે મહત્ત્વના વળાંક તરફ જતાં આગેકૂચ કરતા હો તેમ લાગશે. આયોજન કરીને સમયનો બરોબર ઉપયોગ કરી લેજો. આવક વધારવાના કાર્ય સફળ થશે. વધારાની આવક પણ થાય. અલબત્ત, આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગો હોવાથી ઠેરના ઠેર જેવી સ્થિતિ જણાશે. જોકે આર્થિક વ્યવહારો પૂરતી જોગવાઈ થઈ પડશે. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોના કારણે અજંપો અને વ્યથાનો અનુભવ થાય. મન સક્રિય રાખશો તો નિરાશામાંથી ઉગરી શકશો. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા સર્જાશે. ગૃહજીવનમાં સર્જાતા મતભેદો કે ગેરસમજોને દૂર કરી શકશો. તમારા આરોગ્યની કાળજી લેતા રહેજો. ધંધા-વેપાર સંબંધિત પ્રવાસ સફળ થાય. કોર્ટ-કચેરીના કામકાજમાં વિઘ્ન છતાં પણ સાનુકૂળતા રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળશે. આનંદ-ખુશી વધશે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસ્થિત બનીને રહેવાથી આર્થિક અગવડ ઓછી થશે. ખર્ચના એકાદ-બે પ્રસંગો આવશે. જૂની ઉઘરાણી પરત મળે. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ ધપો. કાર્યસફળતાનો યોગ છે.

મકર (ખ,જ)ઃ હજી એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. વિલંબથી ફળ મળવાના કારણે તાણ અનુભવશો. આર્થિક જવાબદારી વધારશો નહીં અને આવક કરતાં ખર્ચની ચૂકવણીઓ, કરજના કારણે નાણાકીય મૂંઝવણ વધતી જોવાશે. ધીરજ અને વ્યવસ્થિત રહીને ચાલશો તો નાણાકીય કટોકટીનો સામનો કરી શકશો. નોકરીમાં તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મહત્ત્વના કામકાજો માટે સાનુકૂળતા અને સફળતાનો યોગ બનશે. સ્નેહી-મિત્રોની મદદ લક્ષ્ય હાંસલ કરી શકશો. કોઈ સંબંધીની અણધારી સહાયથી કાર્ય ઉકેલાતું જણાય. આ સમયમાં મહત્ત્વના સમાચાર મળે. માંગલિક કાર્ય પાર પડે. જમીન-મકાન, મિલકત સંબંધિત સમસ્યાઓ હજુ પણ મૂંઝવશે. નોકરિયાતોને વિલંબના અવરોધોનો સામનો કરવો પડશે. ધંધાર્થીઓને અણધારી પ્રતિકૂળતા બાદ કાર્ય સફળ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો આખરે ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધશે. મોટા ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવતા વિલંબ થતો જણાશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાનો ઉકેલ માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ અને પરિવર્તન સૂચક જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter