તા. ૧ જૂન થી ૬ જૂન ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 31st May 2019 05:58 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આવક કરતાં જરૂરત અને ચૂકવણી વધુ રહેતાં નાણાંકીય સંજોગ જરા મુશ્કેલ બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક બનશે. વિરોધીઓની ચાલ નિષ્ફળ જશે. ગેરસમજો દૂર થશે. ધંધા-વેપારમાં વિકાસવૃદ્ધિ જણાશે. ધંધાકીય પ્રશ્નો હલ થતાં જણાશે. જમીન-મકાનના કોઈ પ્રશ્નો અટક્યા હશે તો તે પતાવી શકશો. કોઈની મદદ ઉપયોગમાં લેવી પડે. ભાડાના મકાનના પ્રશ્નો અંગેના વિવાદો દૂર થશે. લગ્ન-વિવાહના પ્રશ્નો અંગે માનસિક સમસ્યા જણાય. આ સમય મહત્ત્વની કાર્યરચના કરાવશે. શત્રુઓ વિઘ્નકર્તા બનશે. અગત્યના સંબંધોથી લાભ થાય.

વૃષભ (બ,વ,ઉ,)ઃ તમારી આશંકા ખોટી પડશે. વિકાસની તકો ઊભી થતી જણાશે. નાણાંકીય બાબતો મધ્યમ રહેતી જણાશે. સંકડામણનો પણ અનુભવ થશે. જરૂરી પ્રસંગ માટે આર્થિક આયોજન માટે યોગો સાનુકૂળ છે. ધીરધાર કરવા નહીં. નોકરી-ધંધાના ક્ષેત્રે કેટલાક મહત્વના ફેરફારોના સંજોગોનું નિર્માણ થશે. ધંધામાં કોઈ મોટું જોખમ ઉઠાવવું નહિ. સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. સામાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય. જીવનસાથી સાથે સર્જાયેલી ગેરસમજો દૂર થતાં આનંદનું વાતાવરણ સર્જાય. તબિયતની કાળજી યોગ્ય લેખાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અજંપો અને અશાંતિમાંથી છૂટવા તમે સતત કાર્યરત રહો એ જ ઉત્તમ છે. હિંમત ગુમાવશો નહીં. દેખાતી મુશ્કેલીઓ ક્ષણિક જ સમજશો. આવકવૃદ્ધિનો નવો માર્ગ મળે. પરિસ્થિતિ સુધરશે. વિશ્વાસે ધીરધાર કરવી નહીં. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે. ધીરજ - સ્વસ્થતા ટકાવશો. ધંધા-વેપારની કામગીરીમાં મુશ્કેલીને કારણે જવાબદારી વધશે. જમીન-મકાન મેળવવામાં મુશ્કેલી જણાશે. દામ્પત્યજીવનમાં અશાંતિ પરિસ્થિતિને દૂર કરી શકશો. સુમેળભર્યું વાતાવરણ સર્જાય.

કર્ક (ડ,હ)ઃ નવા સંબંધો બંધાશે. પરિવર્તની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. સમજી-વિચારીને ખર્ચા કરવા. નોકરિયાતોને બદલી-બઢતીના યોગો છે. સારી નોકરી મેળવી શકશો. વિરોધીઓથી ચિંતાને કારણ નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ સફળતા-ઉન્નતિના સંજોગો સર્જાશે. મહત્ત્વની તકો મળે તે ઝડપી લેજો. જમીન-મકાનને લગતા કામકાજો માટે ગ્રહો મદદરૂપ થાય. નવા ઘરમાં રહેવાની ઇચ્છા સાકાર થાય. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જેમની તેમ રહેશે. જીવનસાથી સાથે લાગણીનો સંઘર્ષ થશે. નાની વાતોમાંથી ચકમક ઝરવાના પ્રસંગો નિવારજો. સામાજિક કાર્ય થઈ શકશે.

સિંહ (મ,ટ)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો પેદા થતાં સક્રિયતા અને ઉત્સાહ વધશે. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. નાણાંકીય જવાબદારીઓ વધશે. ખર્ચ વિશેષ જણાશે. ખોટા નાણાંકીય રોકાણ ન થઈ જાય તે જોવું રહ્યું. નોકરિયાતો માટે સમય પ્રગતિસૂચક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. ધંધાકીય પરિસ્થિતિ આશાસ્પદ રીતે વળાંક લેશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય. સંપત્તિની ખરીદ-વેચાણના કામમાં વિઘ્ન જણાશે. દામ્પત્યજીવમાં જો કોઈ સમસ્યા હશે તો તેના ઉકેલનો માર્ગ મળશે. આંતરિક ગેરસમજને મિટાવી શકશો. સ્વજન સાથે મતભેદ જાગે. સંતાનોની તબિયત સાચવવી.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકળામણ અને અજંપાનો અનુભવ થશે. વિલંબથી ફળ મળવાના કારણે તાણ વર્તાશે. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ જણાશે. અહીં લાભ કરતાં વ્યયયોગ બળવાન છે. નોકરિયાતને એકંદરે વાતાવરણ સાનુકૂળ રહે. જમીન-મકાન અંગે કોઈ અણધારી ચિંતા ઊભી થાય. કૌટુંબિક મિલકત અંગે પણ ઘર્ષણ જાગે. નવા મકાનમાં નાણાં રોકવા નહિ. વિઘ્નોનો સામનો કરવો પડે. આવેશ-ગુસ્સાને નાથજો. તમારા વિરોધીથી ચેતતા રહેજો. મહત્ત્વના સંબંધો ઉપયોગી લાભકર્તા બની રહેશે. સંતાનોના તથા તમારા અંગત આરોગ્યની ખાસ સંભાળ લેજો.

તુલા (ર,ત)ઃ તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળશે. અટવાયેલા નાણાં મળે. નોકરિયાતો માટે સમય પ્રોત્સાહક છે. સફળતા મળશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. જમીન-મકાનની સાનુકૂળ રીતે સુધરતી જોઈ શકશો. સમસ્યાઓ હલ થશે. આ અંગેના મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ જોવાશે. દામ્પત્યજીવનમાં પણ મનોકામના પૂર્ણ થતી જણાશે. નવા કામકાજોનો પ્રારંભ થઈ શકશે. હિતશત્રુઓના કારણે થોડું સહેવું પડશે.

વૃશ્ચિક (ન,ય)ઃ અણઉકેલ્યા પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણોમાંથી પણ હવે રાહત મળશે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા જણાશે. ધારી આવક કે લાભ મળે નહીં. નોકરિયાતને લાગણી-સ્વમાન દુભાય તેવા પ્રસંગો બનશે. ઉપરી સાથે ચકમક ઝરે નહિ તે જોજો. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ ધીરજ અને મહેનત બાદ જ લાભ મળે. મકાન-મિલકતને લગતી બાબતો અંગે પરિસ્થિતિ વિપરીત જણાશે. હાથ ધરેલા કાર્યોમાં અવરોધો વધતાં મન પર બોજો યા તણાવ વધે. તબિયત અંગે ચિંતા રહે. વિરોધીથી ડરવાને કારણ નથી. સંતાનો અંગે સુખ અનુભવી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આગળ ધપો અને ફતેહ મેળવો. જરૂરિયાતો પૂરતી આવક થશે અને આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારવું નહીં. વ્યવસાયની બાબતો માટે સમય સાનુકૂળ નીવડે. વિરોધીઓના હાથ હેઠા પડશે. ધંધામાં જણાતા અવરોધો દૂર થશે. નવા કોલ-કરારથી લાભ થાય. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહયોગો મદદરૂપ બનશે. સમસ્યાનો યોગ્ય ઉકેલ મળશે. કૌટુંબિક સંપત્તિ અંગે પરિસ્થિતિ જેમની તેમ રહે. કૌટુંબિક કલેશના પ્રસંગોને કુનેહથી નિવારજો. હિતશત્રુ સફળ થશે નહીં. યાત્રા-પ્રવાસ મુશ્કેલ બનશે.

મકર (ખ,જ)ઃ આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પણ જાવક વધશે. આથી નાણાંભીડ અનુભવાશે. જોકે આર્થિક જવાબદારી નિભાવી શકશો. નોકરિયાતો માટે આ સમય રાહત આપનાર અને પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. વેપાર- ઉદ્યોગના ક્ષેત્રે જણાતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. સામાજિક અને કૌટુંબિક પ્રવૃત્તિઓ સફળ થાય. પતિ-પત્ની વચ્ચે સર્જાયેલી ગેરસમજો દૂર થતાં આનંદ સર્જાય. ગૃહજીવનનું વાતાવરણ સારું રહે. ભાગીદારો સાથે મતભેદ રહેશે. સામાજિક કામકાજથી યશ-માન મળે. મિત્રોની મદદ મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થાય. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાંભીડ દૃષ્ટિએ તમારા પ્રશ્નનું નિરાકરણ મળે. લોન-કરજનો ભાર હળવો થાય. નોકરિયાતોને કાર્યબોજ વધશે. વિરોધીઓથી ચેતતા રહેવું પડશે. વેપાર-વૃદ્ધિ થાય. મકાન બદલવાનો વિચાર હોય તો તે કામ થઈ શકે. નવું મકાન લેવાના પ્રયત્નો ફળે. ભાડાની બાબતોનો પણ સાનુકૂળ હલ મળે. કૌટુંબિક બાબતોના કારણે વિચારભેદો સર્જશે. નજીકના કોઈ સ્વજનની તબિયત અંગે ચિંતા સર્જાશે. સંતાનો અંગે સમય સાનુકૂળ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. આર્થિક જરૂરતોને પહોંચી વળવા વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. તમારા ચાલુ નાણાંકીય વ્યવહારો સ્થગિત થયા હશે તો તે ચાલુ થશે. વેપાર-ધંધામાં સમય-સંજોગ સુધરતા જણાશે. સરકારી અવરોધોમાંથી માર્ગ મળી આવશે. મહત્ત્વના કોલ- કરારો થશે કે નવીન તક મળશે. દામ્પત્યજીવનમાં સર્જાયેલી અશાંત સ્થિતિ દૂર કરી શકશો. સંવાદિતા સર્જાશે. થોડી સમજદારી કેળવીને જ પ્રશ્નો હલ કરી શકશો. મહત્ત્વની મુસાફરીઓ થાય. સામાજિક કાર્યમાં વિકાસ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter