મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં અટવાયેલા કામકાજો ગૂંચવાય નહિ તે જોવું રહ્યું. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપવું રહ્યું. આવક-જાવકના બંને પાસાઓની ગણતરી કરીને જરૂરી ખર્ચા કરવાથી રાહત રહે. આ સમયમાં જરૂરી નાણાંની ગોઠવણ કરી શકશો. સપ્તાહ દરમિયાન જરૂરી આર્થિક ગોઠવણ કરી શકશો.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું નુકસાન થવાનું નથી. ખોટી ચિંતા કરવાને કારણ નથી. જરૂરી ખર્ચા કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય મેળવી શકશો. કોઈ પણ કામગીરી અટકશે નહીં. ખર્ચને પહોંચી વળશો. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવવા પ્રયત્નશીલ રહેજો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારના કાર્યો આડેના વિઘ્નોને પાર કરીને સફળતા મેળવી શકશો. શત્રુઓ ફાવે નહીં. મકાન- મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મેળવી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ કેટલીક જવાબદારીઓ અને ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદવિવાદથી દૂર રહેજો. આ સમયમાં તમારા પ્રયત્નો સફળ થતાં નાણાકીય કામકાજો પાર પડશે. અણધાર્યા પ્રસંગો માટે જરૂરી નાણાની વ્યવસ્થા થઈ શકશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે. યશ-માનમાં વધારો થાય. સારી યોજનાઓમાં પ્રગતિ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે અવરોધોને પાર કરી શકશો. લાભની વૃદ્ધિ થાય.
કર્ક (ડ,હ)ઃ તમારા ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. ઉન્નતિના સંજોગો જણાતા માનસિક સંવાદિતા રહેશે. નાણાકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકશો. ઉઘરાણી મેળવવા તરફ લક્ષ આપવું રહ્યું. નવા મૂડીરોકાણ માટે સંજોગો સાનુકૂળ જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે નવીન ફેરફારો થતાં જણાય. લાભકારક સમય. ધંધાકીય પ્રશ્નો હલ કરી શકશો. વેપાર સંદર્ભે નવું આયોજન હાથ ધરી શકશો. સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાય. ગ્રહયોગો પ્રતિકૂળતા સૂચવે છે.
સિંહ (મ,ટ)ઃ આ સમયગાળામાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ કે ઉદ્વેગના પ્રસંગો સર્જાતા જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે ધાર્યું કરી શકશો નહિ તેમ લાગે છે. નાણાકીય દૃષ્ટિએ આવક કરતાં વ્યયના પ્રસંગો વધતા મૂંઝવણ અનુભવાય. સમસ્યાનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડે. નોકરિયાત માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. વિલંબથી ફળ મળવાના કારણે તનાવ પણ અનુભવાતો લાગે. નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. નુકસાનનું પ્રમાણ વધતું લાગે. નાણાભીડના કારણે કેટલીક યોજનાઓ મુલતવી રાખવી પડશે. ઉઘરાણી મેળવવા સઘન પ્રયાસો કરજો. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજી અવરોધાયેલો જણાય. કાર્યબોજની સાથે જવાબદારી વધતી જણાય. મકાન-મિલકતની સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. ગૃહજીવનમાં સર્જાયેલી અશાંતિના કારણે માનસિક ઉદ્વેગ વધે.
તુલા (ર,ત)ઃ યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક ભારણ હળવું થાય. બેચેની-ઉન્માદ દૂર થાય. આ સમયગાળામાં આર્થિક જવાબદારીઓ પૂરી કરવા માટે નાણાંની વ્યવસ્થા કરી શકશો. કવચિત અણધારી આવક મળતી જણાય. નોકરિયાત માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય અંગે પ્રશંસા મળે. વિરોધીઓના હાથ હેઠા પડતાં રાહત અનુભવશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિકાસવૃદ્ધિ અને લાભના યોગો જણાય છે. તમારા જમીન-મકાન સંબંધિત પ્રશ્નો અંગે મૂંઝવણ પેદા થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક પ્રસન્નતા જાળવીને આગેકૂચ કરી શકશો. ભલે વિપરિત સંજોગો જણાય, પરંતુ તે આગામી થોડાક સમયમાં જ દૂર થશે. તમારી આવક- જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ન ધારેલાં ખર્ચ પણ થશે. વળી, લેણી રકમ પરત મેળવવી મુશ્કેલ જણાય. લાભની આશા અહીં ફળે નહીં. નોકરી-ધંધામાં આ સમય એકંદરે સખત મહેનત માગી લેતો જણાશે. ઈચ્છાઓની પૂર્તિ માટે પુરુષાર્થ કરવો પડે અને છતાંય સફળતા મળવામાં વિલંબ થશે. મકાનના સ્થળાંતર કે નવા મકાનની ખરીદી અંગેના કામમાં સ્થિતિ એકંદરે સાનુકૂળ જણાશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઉદાસીનું મોજું ઘેરી વળે. નાણાકીય સંજોગો હજી સુધારવામાં સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોજો. બચતના યોગ નથી. આ સમયમાં નોકરી-ધંધાના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા જણાય. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાય. વ્યાવસાયિક કામકાજોમાં ખાસ લાભ જણાતો નથી. પરિસ્થિતિ જૈસે થે રહેશે.
મકર (ખ,જ)ઃ તમારા માર્ગે તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નો આવશે, જે દૂર કરી શકશો. માનસિક ચિંતાઓ પણ ધીમે ધીમે હળવી થાય. જરૂરિયાત પૂરતી આવક થશે. અને આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારશો નહીં. નોકરીના ક્ષેત્રે પરિવર્તન માટે હજુ યોગ્ય સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. ભાગીદારો સાથેના મતભેદો દૂર કરી શકશો. મકાન-મિલકત અંગેના કામકાજ આગળ વધતા જણાય.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણીઓના પ્રશ્ને આવેશ-ઉત્પાત વધે. મનનાં આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહિ, તે જોવું રહ્યું. નવી જવાબદારી ન વધારશો. નોકરિયાતોને અંતરાયો હશે તો દૂર થશે અને તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા-પ્રગતિ જણાશે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ દરમિયાન કામકાજો આગળ વધતા અટકશે. ઉતાવળા થશો કામ બગડશે. વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. આર્થિક બાબતોમાં કાળજી લેતાં રહેજો. આવક-જાવકનાં બંને પાસાંઓની ગણતરી ધ્યાનમાં લેજો. જરૂરી ખર્ચ કરવાથી જ રાહત રહે. નોકરિયાતોને ઉપરીનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ જાગશે. ધંધાકીય યોજનાઓમાં કોઈ અવરોધ હોય તો દૂર થશે. મકાન- જમીનની બાબતે કાળજી જરૂરી છે.