મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય લાભકારક ગણી શકાય. નાણાંકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકાશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ અને કરજનો ભાર પણ જણાશે. નોકરિયાતોને સ્થળાંતર, પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક આવશે. ઉપરીના સંબંધો સાનુકૂળ બને. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. અહીં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારજો. નિરાશાજનક વિચારો છોડજો. આ સમયમાં ખર્ચના પ્રસંગો વધશે. નુકસાન, કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાંભીડના કારણે પૂર્વનિર્ધારિત યોજના અટકશે. નોકરિયાતોને માર્ગમાં અવરોધો જણાશે. નોકરીની સમસ્યાઓ હજુ યથાવત્ ઊભી રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમી વિકાસ જણાશે. ઉતાવળા જોખમ કરવા નહીં. તમારી વારસાગત મિલકતો અંગેના વિવાદો ઉકેલી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. આર્થિક રીતે વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી, નવા ખર્ચાનો બોજો પણ વધશે, જેને તમે પાર પાડી શકશો. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. અવરોધો દૂર થાય તે માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.
કર્ક (ડ,હ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે મન અશાંત રહેશે. આધ્યાત્મિક વલણ કેળવીને શંકા અને ચિંતાને છોડી કાર્ય કર્યે જાવ તો વધુ આનંદ મેળવી શકાશે. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા અને આર્થિક તંગી રહેવાથી અન્યની સહાય પર આધાર રાખવો પડશે. જોકે ચાલુ આર્થિક વ્યવહાર નિભાવવામાં વાંધો નહિ આવે. નવા મકાનમાં રહેવા જવા માટે ગ્રહયોગ સાનુકૂળ છે. જો કોઈ જમીન કે પ્લોટ - મકાનમાં નાણાં રોકવા ઈચ્છતા હશો તો તમારા પ્રયત્નો સફળ થાય. બદલી-બઢતીનો પ્રશ્ન ઉકેલાશે.
સિંહ (મ,ટ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહિ, બલ્કે તમારો પુરુષાર્થ જાળવી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતિત થવાને કોઇ કારણ નથી. આ સમયમાં તમારી આવક અને ખર્ચની સ્થિતિને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેવું જરૂરી છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો બાદ કાર્ય ઉકેલાશે. આપ મકાન, જમીન કે સંપત્તિના મામલામાં અથવા તેને લગતા કામકાજના ઉકેલમાં ગ્રહયોગો મદદરૂપ બની રહેશે. વિઘ્નો પાર કરી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ એકંદરે આ સમય સારો નીવડશે. શારીરિક-માનસિક સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓના કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નીશલ અને જાગૃત બનવું જરૂરી સમજવું. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહિ. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળશે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય અને વિરોધીઓ, પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે.
તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચા વધી જવા સંભવ છે. અટવાયેલા લાભ કે ઉઘરાણી મળવામાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને કામકાજમાં બોજ વધતાં લાગે. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સામે ધીમે ધીમે આશાજનક થશે.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક શાંતિ અને ખોટી ચિંતાના ભારણને કારણે સમય પ્રતિકૂળ જણાશે. આથી શક્ય હોય ત્યાં સુધી ખોટા વાદ-વિવાદોથી દૂર રહેવું. નાણાંકીય બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ થાય નહિ. નાણાંકીય ચિંતાઓ વધતી જણાશે. વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળ જણાય છે. અહીં મિત્રો-સ્નેહીઓ પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગ સાનુકૂળ છે. પ્રયત્નો સફળ થશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. બેચેની-વ્યથાઓમાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ પ્રાપ્ત થાય. નાણાંકીય સ્થિતિ તંગ કે મૂંઝવણભરી રહેતી જણાશે. ધાર્યા લાભ અટકશે. તેથી આપને વ્યવસ્થિત બનવા તથા સમજી-વિચારને ખર્ચ કે રોકાણ કરવા સલાહ છે. શેર-સટ્ટાના માર્ગે લાભ થશે નહીં. નોકરિયાતો માટે ધીમે ધીમે મહત્ત્વની તકો ઊભી થતાં માનસિક રાહત અનુભવાશે. હિતશત્રુઓ ફાવે નહિ. નોકરીમાં સારું સ્થાન મળવાનો યોગ છે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં ગ્રહયોગો દર્શાવે છે કે કામગીરીનો બોજો અને પૂર્વનિર્ધારિત યોજનામાં હજુ જોઇએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા અને તાણ જણાશે. ધીરજથી કામ ઉકેલાશે. તમારી નાણાંકીય બાબતો માટે આ સમય વધુ તકો અથવા તો તકેદારી માગી લે તેવો છે. અહીં કૌટુંબિક ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધે તેવા યોગ છે. હજુ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. જોકે અન્ય અટવાયેલા નાણાં મળતાં થોડીઘણી રાહત રાહત વધશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો મનોબળ મક્કમ બનશે. પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહીં. આર્થિક અને વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડે. નવા ખર્ચાનો બોજો પણ વધશે, જેને તમે નીપટાવી શકશો. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. આથી પ્રગતિ માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રશ્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજમાં પ્રતિકૂળતા જણાશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા જ તણાશો તો ઉશ્કેરાટ વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક ચાલીને પાર કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળી શકશો. ખર્ચને પહોંચી વળશો. મિત્રો અને સ્વજનો ઉપયોગી થાય. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી-બઢતી માટે સાનુકૂળ માર્ગ મળે.