તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૦થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 09th October 2020 07:47 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા પ્રશ્નો પૂર્ણ થવામાં વાર લાગશે. નાણાંકીય બાબતો અંગે આ સમય એકંદરે શુભાશુભ નીવડશે. આ સમય ખર્ચાળ પણ જણાશે. મહત્ત્વની તકો નવા લાભ અને સગવડતાઓ અપાવશે. આપની ધંધાકીય બાબતો માટે ઉતાવળા થશો નહીં, તેમજ હિંમત પણ હારશો નહીં. નોકરિયાતને હિતશત્રુઓની ખટપટ અને અવરોધોથી સાવધાન રહેવું.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં આપના અવરોધો અને વિઘ્નોને પાર કરી શકશો. જરૂરિયાત પૂરતી આવક થશે અને આર્થિક ભીંસ છતાં તમારું કામકાજ અટકશે નહીં. નોકિરયાતને બઢતીની વાત અટકી હશે તો હવે સિદ્ધ કરવાના પ્રયત્નો ફળશે. બીજો અવરોધો પણ દૂર થશે. નવા કરાર થઈ શકશે. તમે પરિવર્તન ચાહતા હો તો તક મળે ઝડપી લેશો. સંપત્તિના પ્રશ્નોથી માનસિક ચિંતા રહેશે. જમીન-મકાનના કામકાજોનો ઉકેલ આવતા વાર લાગશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમે ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા સાચવજો. આપના લાંબા સમયથી અટકેલા લાભ પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે આ સમયમાં પ્રતિકૂળતા વધશે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહેશે. બઢતી-બદલીનો પ્રશ્ન ગૂંચવાશે. વાદવિવાદ સર્જાય, અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ હજુ સંજોગો યથાવત્ રહેશે. મકાનની ફેરબદલી, ખરીદી કે દસ્તાવેજના કામ કરવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. સંપત્તિના કામકાજ માટે પણ થોડો માનસિક ભાર રહેશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારા કોર્ટ-કચેરીના કાર્યોનો ઉકેલ આવતો જણાશે. કોર્ટ-કચેરીના પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાશે. આપના હિતશત્રુઓનો પરાજય થાય. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. નોકરી અને ધંધાના ક્ષેત્રમાં ધીમી છતાં મક્કમ પ્રગતિ સાધી શકાશે. પુરુષાર્થ વધારવો પડશે. ખોટા સાહસથી દૂર રહેવું. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની રહેશે. આપના દામ્પત્યજીવનમાં થોડું સંભાળવું.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓનો બોજ વધતો જણાશે. માનસિક વ્યથા અને બેચેની વધતાં જશે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા સતત કાર્યરત રહેવું પડશે. હિંમત હારશો નહિ. મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવો. ગૃહોપયોગી ચીજવસ્તુની ખરીદી માટે ખર્ચા વધશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ રહેશે. સંપત્તિને લગતાં કાર્યો માટે પણ સમય અનુકૂળ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આપનો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજોને આગળ વધારી શકશો. નવીન અગત્યની કાર્યવાહીઓનો વિકાસ થાય. આપની માનસિક તથા શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં થોડો વધારે પરિશ્રમ રહેશે. મકાન-સંપત્તિને લગતા પ્રશ્નો માટે સમય સાનુકૂળ છે.

તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન કોઈ સર્જનાત્મક અને અગત્યની કામગીરીને સફળ બનાવી શકશો. તમારા પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું જણાય. આપના હાથ ધરેલા કામકાજોને પણ સફળતાપૂર્વક પાર પાડી શકશો. ખર્ચના પ્રસંગો વધતા જણાશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આ સમય પ્રગતિકારક જણાય. બદલી-બઢતી અંગેના પ્રશ્નો પણ ઉકેલાતા જણાશે. મકાન-મિલકત માટે હજી સમય સાનુકૂળ નથી.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય નિષ્ફળતા અને અવરોધોને દૂર કરી સફળતા તરફ દોરી જશે. માનસિક રીતે દૃઢતા રાખશો તો ગમે તેવી મુશ્કેલીનો આસાનીથી સામનો કરી શકશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. કોઈ પણ સમસ્યા હશે તો તેનો ઉકેલ મળતો જણાશે. જમીન-મકાન-સંપત્તિના પ્રશ્નો અંગે પણ સમય સુધરતો જણાશે. આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી. કોઈ નજીકના સ્વજનો દ્વારા મદદ મેળવી શકાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય શારીરિક બાબતો માટે થોડો ચિંતાજનક રહેશે. આરોગ્યના પ્રશ્નો માટે પણ માનસિક ચિંતા રહ્યા કરે. થોડીક ધીરજ રાખીને કાર્યવાહી કરવી હિતાવહ રહેશે. નાણાંકીય દૃષ્ટિએ સમય સારો રહેશે. ઉઘરાણીના અટવાયેલા નાણાં મેળવી શકાશે. નવા કાર્યોની શરૂઆત થઈ શકશે. નોકરિયાત વર્ગને થોડી ચિંતા-પરેશાની વધશે. જોકે પુરુષાર્થ દ્વારા એમાંથી બહાર આવી શકશો. નવીન તકને ઝડપી લેવી લાભદાયક રહેશે.

મકર (ખ,જ)ઃ માનસિક શાંતિ મેળવવા માટે સતત કાર્યશીલ રહેવું પડશે. નોકિરયાતોને સ્થાન પરિવર્તન યોગ જણાય. ચાલુ નોકરીમાં નવીન તકો પણ હાથમાં આવતી જણાય. ધંધા-વેપારના ક્ષેત્રમાં સંજોગો સાનુકૂળ રહેશે. છતાં કોઈ મહત્ત્વના નિર્ણય હમણાં લેવા નહીં. નાણાંકીય ચિંતાઓનો ઉકેલ મળશે. કોઈક અણધાર્યો આર્થિક લાભ થાય. દામ્પત્યજીવનમાં કોઈ ગેરસમજ વધે નહીં તેનું ધ્યાન રાખવું. જીવનસાથીની તબિયત પણ ચિંતા ઉપજાવે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડોક ચિંતાજનક રહેશે. જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે. કોઈ મોટા સાહસમાં પડવું નહીં. નોકરિયાત માટે આ સમય ઉત્સાહ વધારે તેવી તક આપે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ વાતાવરણ અનુકૂળ બની રહે. આપના મકાનની ખરીદીના કાર્ય અટવાયેલા હોય તે પાર પડશે. દામ્પત્યજીવન માટે સમય સાનુકૂળ રહેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. આનંદ પ્રાપ્ત કરી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આર્થિક રીતે સાનુકૂળતા જણાય. આ અંગેના તમારા પ્રયત્નો સફળ થતાં જણાય. આ સમયમાં નાણાંકીય તંગી દૂર કરી શકશો. નોકરિયાતોને પ્રશ્નો ઉકેલાતાં જણાય. ધંધામાં વિકાસનો માર્ગ મળતા આનંદ-ઉત્સાહ જણાય. મકાન-મિલકતના ક્ષેત્રે સાનુકૂળતા જણાય. મકાન મેળવવા અંગેના પ્રયત્નો સાકાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter