મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન કોઈને કોઈ પ્રકારના વિઘ્નો, વિલંબ અને પ્રતિકૂળતા વચ્ચેથી પસાર થવું પડશે. આ સમયમાં ધીરજની કસોટી થશે. આર્થિક અને ધંધાકીય પ્રશ્નોથી માનસિક તાણ વધતાં જણાશે. પરિણામે સ્વાસ્થ્ય પર તેની અસર થશે. આથી બને તેટલા ધીરજવાન અને સંયમી બનજો. આ સપ્તાહમાં કુટુંબના સભ્યોથી વિખવાદ જાગશે. આરોગ્ય અને અકસ્માતનો ભય રહે. યાત્રા-પ્રવાસ, મહત્ત્વના મિલન મુલાકાત, માંગલિક અને ધાર્મિક પ્રસંગો, મકાન-મિલકતની સમસ્યાઓ વગેરે માટે આ સમય સાનુકૂળ પુરવાર થશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક રાહત અને સ્વસ્થતાનો અનુભવ કરશો. તમારા મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં તમારો આનંદ વધશે. સક્રિયતા વધશે. ચિંતામુક્ત થશો. વધુ પડતાં ખર્ચાના કારણે તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ-બે લાભ - આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીવડશે. સંઘર્ષ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠા પડતાં જણાશે. કોઈ અગત્યના કરારો થશે યા નવી તક મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં મનોવ્યથા અને ઉદ્વેગ રહેતા જણાશે. મન પર ભાર વધે તેવા પ્રસંગો આવશે. આ સમયમાં આર્થિક રીતે વધુ વિપરીત પરિસ્થિતિ રહેતા મૂંઝવણનો અનુભવ કરશો. ઉઘરાણીઓ પ્રત્યે સજાગ રહેશો. મકાન-જમીનના કામકાજોમાં વિઘ્ન યા અવરોધ જોવા મળે. મિલકત સંબંધિત કાર્યો ગૂંચવાય નહિ તે જોવું રહ્યું. વિવાદ સર્જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રતિકૂળતા હશે તો તેમાંથી માર્ગ મળશે અને મુશ્કેલી દૂર થાય. બદલીની શકયતા પણ ઊભી થાય. તબિયતની કાળજી લેવી જરૂરી છે. હિતશત્રુઓ, વિરોધીઓ અંતરાય ઊભા કરે.
કર્ક (ડ,હ)ઃ આ સમય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જણાય નહિ. પ્રતિકૂળતાના કારણ ધાર્યું કામ ધાર્યા સમયમાં થશે નહીં. મકાન અંગે સમસ્યા જણાશે. તેનો ધાર્યા ઉકેલ ન આવતા સંતોષ જણાય. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે નવા ફેરફારો સર્જી આપશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. તરફેણની વ્યક્તિ બદલાશે. બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલા જણાશે.
સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓ હશે તો હવે દૂર થાય. સામાજિક અને જાહેર જીવનને લગતા કામકાજોથી સફળતા મળે. મહત્ત્વના સંબંધો સ્થપાય. આશાવાદી તકોનું સર્જન થાય. નાણાંકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા તમારે ખર્ચ પર કાબૂ રાખવો પડશે. આવકના પ્રમાણને લક્ષમાં લઈ ચાલજો. શેરસટ્ટાના માર્ગે લલચાશો તો વધુ નુકસાન નોતરવું પડે. નોકરિયાતોને વિકાસ સાધવા માટે નવી તક શોધવી પડશે. બદલી - પરિવર્તન યોગ પ્રબળ છે. નવા ધંધાના કામમાં પ્રગતિ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત સમસ્યાના કારણે માનસિક બેચેની - વ્યથાનો અનુભવ થાય. જોકે તેનો ઉકેલ પણ ત્વરિત મળતા રાહત થશે. ખર્ચાઓ વધતાં આર્થિક આયોજન ખોરવાય નહીં તે જોવું રહ્યું. નોકરિયાતને સ્થળાંતર યા બદલીની શક્યતા વિશેષ લાગે છે. નોકરીમાં બઢતીનો માર્ગ હજી અવરોધાયેલો જણાશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો સફળ થાય. ઉપરીનો સહકાર મળશે. સપ્તાહમાં મકાન બદલવાના કે તેને લગતા કામો હશે તો અમલમાં મૂકી શકશો. બાપદાદાની મિલકતો વિવાદ સર્જશે.
તુલા (ર,ત)ઃ આ સમયમાં ભાગ્ય સાથ આપશે. કોઈ નવીન કામોમાં પ્રગતિ થતી જોઈ શકશો. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતા જણાશે. જોકે તમારા કામકાજોમાં વિલંબ જરૂર થયા કરશે. આ સમય અકંદરે ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. નાણાંકીય વ્યવહારોમાં વ્યવસ્થિત અને જાગૃત રહીને કામકાજ કરવું જરૂરી છે. આર્થિક બોજો યા જવાબદારી વધતાં જણાશે. લાભ યા આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થશે. પ્રગતિના સંજોગો સર્જાય, પણ લાભ હજુ હાથમાં આવે નહીં.
વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોના કારણે અજંપો - વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. સ્વજનોની સહાયતાથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં માનસિક અને શારીરિક સ્થિતિ એકંદરે સારી જળવાશે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ લાભકારક પરિચય થાય. નવા સંબંધોથી લાભ મળે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડમાં કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાય છે. ફસાયેલા કે અટકેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સપ્તાહમાં સામાજિક તથા કૌટુંબિક કારણસર ખર્ચના યોગ બને છે.
મકર (ખ,જ)ઃ મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે આ સમય મધ્યમ રહે. વધારાની આવકો ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડશે. વળી, નવા ખર્ચાનો બોજો પણ વધશે. જોકે તમે તે પાર પાડી શકશો. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાય છે. લાભકારક સમય માટે રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ - ખુશી જણાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થશે. આર્થિક જવાબદારીઓ છતાં પણ એકંદરે પરિસ્થતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કશું અટકે નહિ. એકાદ - બે લાભ અને આવકના પ્રસંગોના કારણે ચિંતા હળવી થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડે. સારી તકો મળતા આનંદ વધે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો. અલબત્ત પ્રગતિમંદ ગતિએ થશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ઉત્સાહપ્રેરક બનાવો બનશે. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરીઓ, જવાબદારીના કારણે ખર્ચ - વ્યય વધશે. નાણાંકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. કોઈ નવા ખર્ચા વધવા નહીં દો તો રાહત રહે. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ મોકળો થાય.