મેષ (અ,લ,ઈ)ઃ તમારી મહેનત સફળ નીવડશે. ઉન્નતિના સંજોગો જણાતા માનસિક ઉત્સાહ અનુભવશો. ઉદ્વેગ કે બેચેની દૂર થશે. માનસિક બોજો હળવો થાય. નાણાકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. જૂના લેણાં કે ઉઘરાણીથી આવક થાય. સારા માર્ગે નાણાનું રોકાણ થાય. નુકસાનથી બચી શકશો. નોકરી કે ધંધાના ક્ષેત્રે કોઈ ફેરફાર કરવાનો વિચાર હશે તો તે અંગે જોઈતી સાનુકૂળતા રહેશે. લાભકારક ઓફર મેળવશો. પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આગળ વધી શકશો. વેપાર-ધંધામાં નવીન ક્ષેત્રે ખેડાણ થાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહમાં અગત્યના કારણોસર બેચેની કે ઉદાસીનો અનુભવ જણાશે. ખોટી નિરાશા મનનો કબજો ન લઈ તે તે જોવું રહ્યું. તમારી મૂંઝવણો વિશે જેમ વધુ વિચારશો એમ તે વધતી જણાશે. નાણાકીય દૃષ્ટિએ તમારી આવક ગમે તેટલી વધે તો પણ નાણાંભીડ જણાશે. ગૃહોપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ વધશે. લાભ કરતા વ્યય યોગ બળવાન છે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહીં. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગો તમારા આત્મવિશ્વાસ અને જુસ્સાને નરમ પાડે તેવા છે. આત્મશ્રદ્ધા અને દૃઢ સંકલ્પ દ્વારા જ તમે સફળ બની શકશો. પીછેહઠનો અનુભવ થાય તો પણ નિરાશ થતા નહિ. પુરુષાર્થ અંતે ફળ્યા વિના રહેવાનો નથી. નાણાકીય દૃષ્ટિએ આ સમય મિશ્ર સંજોગો સૂચવે છે. આવકમાં વૃદ્ધિનો માર્ગ મળશે. નોકરીનાં ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળે અને તે સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.
કર્ક (ડ,હ)ઃ અગાઉથી નક્કી કરેલા આયોજનમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધે. આક્રોશ-આવેગોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણા રોકવા હિતાવહ નથી. નુકસાન અને વ્યય યોગ છે. ચાલુ આવક સિવાયની તક વધવાનો યોગ છે. જોકે શેર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં લાભ કરતા વ્યય વધુ છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતાં હોય તો સફળતા મળે.
સિંહ (મ,ટ)ઃ તમારી દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવશે. તમે વિધેયાત્મક માર્ગ તરફ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. સપ્તાહમાં નાણાકીય મૂંઝવણોનો ઉપાય મળશે. મિત્રોની મદદથી તમારી ચિંતા દૂર થશે. તમે લાભના પ્રયત્નો કરશો તો જ સફળતા મળશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોને બઢતી, પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાતો જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના બોજના કારણે પ્રગતિની ગતિ ધીમી પડે.
કન્યા (પ,ઠણ)ઃ અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશીમાં વધારો થશે. લાભકારક સંબંધો વિકસશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી તકલીફ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણી પરત મળવાના યોગ છે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ અવરોધાતો જણાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવશો. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા સંજોગો સુધરતા જણાય છે.
તુલા (ર,ત,)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે કામગીરીનો બોજો તથા યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા અને તાણ વર્તાશે. ધીરજથી કામ ઉકેલી શકશો. તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ તકેદારી માંગી લે તેવો સમય છે. આર્થિક બાબતમાં સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મળતાં થોડી રાહત વધશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. વેપાર-ધંધામાં અવરોધોનો માહોલ ઉચાટ રખાવશે.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં માનસિક તાણ રહેશે. અન્ય સાથે ઘર્ષણ કે વાદવિવાદમાં નહીં ઉતરો તો શાંતિ જાળવી શકશો. ઉત્પાત કે અજંપાની લાગણી અનુભવાશે. વધુ પડતાં ખર્ચ અને અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ-બે લાભ અને આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોને કેટલીક મુશ્કેલી વર્તાશે. જોકે કશુંય નુકસાન થવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરાર આ સપ્તાહે મુલત્વી રાખજો.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય બહુ પ્રવૃતિમય અને વ્યસ્ત પસાર થશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ અને પ્રગતિકારક જણાશે. અટવાયેલા લાભ મેળવશો. તમારા માર્ગમાં અવરોધ સર્જતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. તમારા મકાન-મિલકતના કામકાજોના ઉકેલ માટે સાનુકૂળતા વર્તાશે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં મહત્ત્વની ઓળખાણથી લાભ થશે. પ્રવાસ-પર્યટનો માટે સમય સાનૂકૂળ નીવડશે. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થઈ શકતાં રાહત અનુભવાય. શેર-સટ્ટા દ્વારા લાભ મેળવવા લલચાશો તો વધુ લાભ થશે નહીં. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ ન કરશો. ધીરજ અને સમજપૂર્વક આગળ વધશો તો ભલે ઓછો, પરંતુ નક્કર ફાયદો થશે. નોકરિયાતોને કાર્યબોજ વધશે. થોડીક માનસિક અશાંતિ રહે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ કેટલાક પ્રસંગોની ચિંતામુક્ત બનશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. નોકરિયાતોને સમસ્યાઓના ઉકેલ માટે સાનકૂળતા સર્જાશે. વિરોધીઓ-હિતશત્રુ ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્ર સફળતા, લાભ જણાશે. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગુંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં માનસિક સ્થિતિ સારી રહેશે. મનોભાર હળવો થાય. ચિંતાઓનાં વાદળો વિખેરાતા જણાશે. નવી આર્થિક જવાબદારીઓ વધારશો નહિ. આવક કરતાં ખર્ચ, ચૂકવણીઓના કારણે નાણાકીય મૂંઝવણ વધતી જોવાશે. ધીરજ અને વ્યવસ્થિત રહીને ચાલશો તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. કોઈ ચિંતા રહેશે નહીં. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે.