તા. ૧૧ જૂન ૨૦૧૬ થી ૧૭ જૂન ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 08th June 2016 07:19 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ કેટલાંક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ બગડે નહિ તે જોવું રહ્યું. ખર્ચ પર કાબૂ જરૂરી છે. તમારી આવક વધારવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહિ. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે મતભેદો હશે તો દૂર થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળવાથી ઉત્સાહ વધશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા ફળતી જણાશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વેપાર-ધંધામાં વિકાસકારક આયોજન કરી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ તબિયતના કારણે અવસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક મુદ્દે ચિંતા જોવા મળે. માનસિક ભારણ વધતું જણાય. આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળશે. ખર્ચની શક્યતાઓ વિશેષ જણાય. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રગતિકારક અને સફળતા આપનારો છે. વિરોધીઓના હાથ હેઠા પડતા જણાશે. ધંધાકીય નવરચના થાય અને જોઈતી તકો પ્રાપ્ત થાય.

કર્ક (ડ,હ)ઃ માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના સાકાર થતાં અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચ યા અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભ પણ મળતા જણાશે. નોકરિયાતના નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની સફળતા હાંસલ કરશો.

સિંહ (મ,ટ)ઃ સર્જનાત્મક કાર્યોમાં સાનૂકૂળતા મળતાં આનંદ અને ખુશી અનુભવશો. ઇચ્છાઓ સાકાર થતી જણાય. મન પરથી બેચેનીનો બોજ હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાંય એકંદરે પરિસ્થિતિ સંભાળી શકશો. નાણાંના અભાવે કોઇ કામ અટકે તેમ જણાતું નથી. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડતા જણાય. કેટલીક સારી તકો મળતા આનંદ થશે. ધંધા-વેપાર ક્ષેત્રે તમે આગેકૂચ કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ હજુ માનસિક અશાંતિના વાદળો વિખરાશે નહીં. તમારી લાગણી-આવેગોને સંયમમાં રાખવા જરૂરી છે. અંતરાયોને પાર કરી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય ખર્ચાળ જણાય છે. તમારી મૂંઝવણોના ઉકેલ સાંપડશે. કેટલીક અટકેલા આર્થિક લાભ મેળવશો. જૂની ઉઘરાણી પ્રાપ્ત થતી જણાય. નોકરિયાતોને સાનુકૂળ તક મળશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. સ્થળાંતરના યોગ છે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. જોકે આયોજનપૂર્વક આગળ વધશો તો કામગીરીમાં સફળ થશો. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. વધુ મહેનતે તેનો ઉકેલ મળશે. નોકરિયાતોને આ સમયમાં ફેરફારો યા પરિવર્તનના સંજોગો જણાય છે. અલબત્ત, આ પરિવર્તન લાભકારક પુરવાર થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અશાંતિનો અનુભવ થાય. કોઇ પણ પરિસ્થિતિ હોય, મન પર બોજ વધવા દેશો નહીં. આત્મશ્રદ્ધા જ અજંપિત સ્થિતિમાંથી મુક્તિ આપશે. નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે. લાભમાં અંતરાયો વધતા જણાશે. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી સંજોગો મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહિ તે જોવું રહ્યું.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. સપ્તાહ દરમિયાન વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. સપ્તાહ દરમિયાન નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. નોકરિયાતો માટે આ સપ્તાહ અનુકૂળ છે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં હજી એક પ્રકારે અજંપો અને અકળામણની સ્થિતિનો અનુભવ થાય. વિલંબથી ફળ મળવાના કારણે માનસિક તાણ રહેશે. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. નાણાંભીડના કારણે કેટલીક યોજનાઓ મુલતવી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે વધુ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. વેપાર-ધંધામાં કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે ઘણી માનસિક મૂંઝવણો અને વ્યથાઓ જણાશે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડે. ધાર્યું પરિણામ ન આવતા નિરાશા જણાશે. આવેગ કે ઉગ્રતા વધે નહિ તેનો ખ્યાલ રાખજો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તેની કાળજી રાખવી જરૂરી છે. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. નોકરિયાતોને પરિસ્થિતિ અશાંતિમય જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન અગત્યના કાર્યનો બોજ માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબૂ રાખવો. ઉતાવળા નિર્ણયો ન લેવા. નાણાકીય સમસ્યાના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી જણાશે. વધારાની આવક કે જોગવાઈઓ ચૂકવણીમાં ખર્ચાય જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી સંજોગો મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. વેપાર-ધંધામાં ભાગીદાર સાથે વિવાદ સર્જાતો અટકાવજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter