મેષ (અ,લ,ઈ)ઃ તમારી માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન અને હાનિ યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાશે. વિરોધીઓના હાથે હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે તેમાંથી બહાર નીકળી શકશો. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી.
વૃષભ (બ,વ,ઉ)ઃ પ્રયત્નોનું ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે અને તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નો હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા પ્રગતિ જણાશે. મિલકત અંગેના કામકાજોમાં વિના વિઘ્ને પાર પડે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં મહત્ત્વની મુલાકાતોથી લાભ તથા કામકાજમાં સફળતાઓ મળતાં સમય આનંદમય પસાર થાય. જાહેર કે સામાજિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને યશ-માન મળશે. નોકરિયાતોને બઢતીની નવી તકો મળશે. ઉન્નતિનો યોગ છે તે જતો ન કરશો. કોઈ સારી નોકરી મળવાની પણ શક્યતા છે. વેપારી અને ધંધાર્થી વર્ગ માટે આ સમય લાભકારક અને વિકાસકારક છે. ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ મળશે. જોકે માનસિક બોજો વર્તાશે. ગૃહજીવનની સમસ્યાઓ, કૌટુંબિક વિખવાદોને કારણે અશાંતિ રહે.
કર્ક (ડ,હ)ઃ તમારા અરમાન પૂર્ણ થતાં હવે તમે વિકાસની નવી કેડી કંડારી શકશો અને તે માટે જોઈતી સગવડો પણ ઊભી કરી શકશો. નાણાંભીડ દૂર થશે ધીમે ધીમે સારી પ્રગતિ થશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવકમાં વૃદ્ધિની તકો મળશે. જોકે ખર્ચાઓ પણ વધશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો દૂર થતાં જણાશે. અશાંતિ તથા મુશ્કેલીભર્યા સંજોગો વિદાય લેશે. બદલીની શકયતા જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. મકાન-સંપત્તિની બાબતો હજુ ખાસ સાનુકૂળ બને નહિ. ધાર્મિક, સામાજિક કાર્યોને લઈ યાત્રા-પ્રવાસ થાય.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. તમારી આર્થિક મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થઈ શકશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આર્થિક આયોજન કરી શકશો. નોકરિયાતોના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. પ્રગતિ જણાશે. વિઘ્નોમાંથી માર્ગ મળે. સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર આવશો. સંતાનો તરફથી મદદ મળે. માનસિક શાંતિ અનુભવાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સ્વસ્થતા જળવાય રહે તેવા ગ્રહયોગ છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું જ અનિષ્ટ બનવાનું નથી. નાહકની ચિંતા કરશો નહિ. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોનો વગેરે મેળવી શકશો. કોઇ કામકાજો અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી વળશો. નોકરિયાતોને લાંબા સમયથી અટવાયેલા લાભ મળે. વિકાસ અને પ્રગતિનો માર્ગ ખૂલ્લો થશે. વેપાર-ધંધાના કાર્યો આડે વિઘ્નોને પાર કરી શકશો. શત્રુઓ ફાવે નહીં. મકાન-મિલકત સંબંધિત કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.
તુલ (ર,ત)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. કૌટુંબિક ખર્ચને પહોંચી વળશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે. ધાર્મિક, રાજકીય કાર્યો માટે દોડધામ વધશે.
વૃશ્ચિક (ન,ય)ઃ કાલ્પનિક ભય કે ચિંતા રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. આ સપ્તાહમાં આવકવૃદ્ધિ થશે કે કોઈ જૂનો લાભ મળશે. તમારા માથે રહેલા ખર્ચાઓની જોગવાઈ ઊભી કરી શકશો. લોટરી-સટ્ટાથી કોઇ પણ પ્રકારનો લાભ નથી. વગદાર લોકો સાથે નવી ઓળખાણો કામ લાગશે. નોકરિયાતોને હવે બઢતી અટકેલી હશે તો મળશે. હક પ્રમાણે લાભ પણ મળે. અવરોધો દૂર થાય. સ્થળાંતરનો યોગ પ્રબળ છે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા અને પ્રગતિસૂચક છે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી મનોસ્થિતિ ઉદ્વેગ અને ઉત્પાત સૂચવે છે. અજંપો વધે. લાગણીઓના આવેશોને કાબૂમાં રાખવો પડશે. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. ખર્ચાઓને માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણી કે લેણી રકમોના નાણાં મળશે. અન્ય સાધનો દ્વારા આવકવૃદ્ધિ થાય. એકાદ-બે મોટા ખર્ચના પ્રસંગો આવશે તેની જોગવાઈ વિચારજો. નોકરિયાતો માટે આ સમય માનસિક તેમજ અન્ય પ્રતિકૂળતાના કારણે તાણ રખાવશે. સંતાનની ચિંતાઓ ઓછી થાય. માંગલિક પ્રસંગોનો લાભ મળે.
મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ પામશો. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહિ. અણઉકેલ્યા નાણાંકીય પ્રશ્નોનું સમાધાન મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ, લોન દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. સાધુ-સંતોની મુલાકાત શાંતિ અપાવશે. નોકરિયાતોને મૂંઝવણો યા સમસ્યાઓ ઉકેલાતી જણાય. નોકરીમાં બદલી કે પરિવર્તનની શક્યતા જણાય છે. યોગ્ય પ્રયત્નો ફળદાયી સાબિત થશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ થશે. વિલંબથી ફળ મળવાના કારણે માનસિક તાણ અનુભવશો. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધશે. નાણાંભીડના કારણે કેટલીક યોજના મુલતવી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે વધુ ધ્યાન ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું. સંતાનો તરફથી આત્મીયતાનો અનુભવ કરશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક અશાંતિ કે તંગદિલીના પ્રસંગો ઓછા થશે. આનંદ અને ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થાય. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાને માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો યા સ્વજનો ઉપયોગી બને. એકાદ-બે સારા લાભ મળશે. નોકરિયાત માટે સમય રાહત આપનાર અને તેમના પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. ઉપરી અધિકારીનો સહકાર મળશે. વિરોધીઓ પર વિજય મળે.