તા. ૧૨ નવેમ્બર ૨૦૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 09th November 2016 10:40 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો તમારી સ્થિતિ તનાવપૂર્ણ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવકનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને નવીન જવાબદારીઓ વધારનાર સમય છે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધાના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. જોકે પરિસ્થિતિ સુધરતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યના મૂંઝવણના પ્રશ્નોમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે કે તેમાં પ્રગતિ થતી જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય આ સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો ચલાવવા માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરિયાતોને સાનુકૂળતા જણાશે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળે. નોકરીની સારી તક મળશે. ધંધાર્થીને પણ સફળતા અને વિકાસનો સમય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધશે. આગળ વધો અને ફતેહ મેળવો. દૃઢ નિર્ધાર રાખીને મહેનત કરશો તો જ સફળતા તમારા કદમ ચૂમશે. કોઇ લાલચમાં ફસાય ન જાવ તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરીની પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે હજુ સમય અનૂકૂળ જણાતો નથી. ભાગીદાર સાથે ગેરસમજ વધતી લાગે. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો પાર પડશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા અને વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અલમાં મૂકવાનું અશક્ય જણાતા તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. ધંધાકીય ક્ષેત્રે વિકાસ ધીમો જોવા મળશે. કાર્યબોજના કારણે ઝડપી પ્રગતિ ન થાય. બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવીન સ્થાન મળે નહીં. તમારી સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. કોઈને કોઈ મુશ્કેલી પેદા થાય. સંયુક્ત મિલકતો માટે ઘર્ષણો થવાની શક્યતા છે.

સિંહ (મ,ટ)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તામ પેદા કરશે, પણ ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાકીય દૃષ્ટિએ જોતાં આ સમય આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ કરવાનું ટાળજો, નહિતર નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીનું પરિવર્તન કરવું હોય તો યોગ્ય સમય છે. વેપારી વર્ગને મંદી જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાતા નથી.

કન્યા (પ,ઠ,ણ)ઃ ઘણા વણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ મળશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. કેટલીક સાનુકૂળતા છે. જોકે નવી કામગીરીઓ પણ આવશે. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ અને મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. બાપ-દાદાની સંપત્તિ મેળવી શકશો. ભાડૂઆત અંગેનો પ્રશ્નો હલ થશે. બદલી-બઢતીથી તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત સંજોગો આવવા છતાંય તમે માનસિક બળ, સ્વસ્થતા ટકાવી શકશો. તમારી ધીરજ તમને ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગે પણ સંયમ દાખવવો જરૂરી છે. ખર્ચના પ્રસંગો વધશે. જરૂરિયાત પ્રમાણે કેટલીક ગોઠવણી કરવા સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. ચોખ્ખી આવક થતી જણાશે નહીં. ધીરેલા નાણાં મળવામાં વિલંબ થાય. સંપત્તિની સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહિ. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે. અકસ્માતથી સાવધ રહેવું જરૂરી છે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતાં આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ મેળવશો. નાણાકીય સ્થિતિ સાનુકૂળ બનતા અટવાયેલા લાભ, ઉઘરાણી દ્વારા આવક થશે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે આર્થિક વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી હશે તો પણ તમારા સ્થાને આંચ નહીં આવે. બદલી, પરિવર્તનનો યોગ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવક પર કાબૂ રાખવો. ઉતાવળા નિર્ણય ન લેવા એ હિતાવહ છે. નાણાકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરના ઠેર જેવી રહેશે. વધારાની આવક યા જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. જોકે ખર્ચ ઘટાડીને તમે પરિસ્થિતિ સાચવી શકશો. નોકરીના ક્ષેત્રો કોઈ પ્રતિકૂળ સંજોગો કે સ્થિતિનું નિર્માણ થયું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે.

મકર (ખ,જ)ઃ પૂર્વનિર્ધારિત યોજનાઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારણથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેગોને કાબૂમાં રાખવા જરૂરી. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવાનું હિતાવહ નથી. નુકસાન અને વ્યય યોગ છે. ચાલુ આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. શેરસટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં લાભ કરતા નુકસાન વધુ છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હો તો સફળતા મળે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જમીન કે મકાનના કોઈ કામ અટવાયેલા હશે તો પાર પડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ વિના કારણ અમુક સંજોગોથી માનસિક ઉત્પાત વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુથી વળગી રહેવું જરૂરી છે. નોકરિયાતોની બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી માટેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળતા જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં માનસિક સ્વસ્થતા જાળવવાની જરૂર છે. કાલ્પનિક ચિંતાઓ છોડજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ સાંપડશે. લેણાં ઉઘરાણીનાં કામકાજમાં સફળતા મળે. તમારો આર્થિક બોજો હળવો થાય. વધારાની આવકનો માર્ગ ઊભો થાય. મકાન-મિલકત અંગે અનુકૂળ સમય છે. નાની હેરાનગતિ જોવા મળે. જેથી ટેન્શન વધે. નોકરિયાતોને એકંદરે સાનુકૂળતા વધે. મહત્ત્વના પ્રશ્નો, કાર્યો ઉકેલાય. ધંધાકીય ક્ષેત્રે ધીમી પ્રગતિ થતી જોવાય અને સફળતાની તકો વધે. ગૃહજીવનમાં વૈચારિક ઘર્ષણમાં પ્રસંગો આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter