તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 11th September 2020 08:28 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં ગ્રહોની ચાલ જોતાં મહત્ત્વના કામકાજોનો ઝડપી ઉકેલ આવતો જણાય. મિલકતના પ્રશ્નો ઉકેલાશે. નવીન સગવડો વધતી જણાશે. લાંબા સમયથી ગૂંચવાયેલી બાબતો ઉકેલાશે. પ્રગતિકારક નવીન તક આ સમયમાં મળશે. વ્યર્થ આવેશ અને ઉશ્કેરાટ ાટળશો. નોકરીના કામકાજમાં ધાર્યું ન થાય. વિરોધી અને સહકર્મચારીની ચાલથી ચેતજો. ધંધાકીય સફળતા માટે હજુ રાહ જોવી પડે. સ્ત્રીઓને બીમારીથી સાચવવું. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ લાવવા માટે મહેનત વધારવી પડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં કોઈ સર્જનાત્મક અને મહત્ત્વનું કાર્ય સફળ થાય. તમારો પુરુષાર્થ ફળતા સુખ અનુભવશો. હાથ ધરેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગે બનશે. આવક વધવાના હજુ ખાસ યોગ નથી. નાણાભીડ જણાશે. નોકરિયાત ધારે તે લાભ મળવામાં કોઈને કોઈ વિઘ્ન આવતાં લાભ અટવાશે. ઉઘરાણી ફસાય ન જાય તે જોવું રહ્યું. તમારા હિતશત્રુની ચાલ સફળ થાય નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ કે પરિવર્તનો થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારી મનોવેદનાઓ, વ્યથાઓ હળવી બનતા માનસિક શાંતિ અનુભવશો. ઇશ્વરીય શક્તિ સહાનુભૂત બનશે. પ્રગતિની તક મળે તે ઝડપી લેજો. આવકવૃદ્ધિનો માર્ગ મેળવી શકશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. નોકરિયાતને અંતરાય હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. બદલી-બઢતીના પ્રશ્નોનું નિવારણ આવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થાય. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. સારા મકાનની શોધ કરતાં હો તો તમારે રાહ જોવી પડે.

કર્ક (ડ,હ)ઃ જવાબદારીઓ અને કેટલીક અકારણ ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદવિવાદથી દૂર રહેવું જરૂરી. ખોટો ભય રાખવાને કોઇ કારણ નથી. આ સમયમાં તમારા પ્રયત્નો સફળ થતાં નાણાકીય કામકાજ પાર પડતાં જણાય. અણધાર્યા ખર્ચના પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા કરી શકશો. ફસાયેલા કે ઉઘરાણીના નાણાં મેળવવા તરફ ધ્યાન આપવુ જરૂરી. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતાં તમારો પુરુષાર્થ ફળશે. યશ-માન મળે. આયોજનમાં પ્રગતિ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા અવરોધોને પાર કરી શકશો. લાભની તક મળે તે ઝડપી લેજો.

સિંહ (મ,ટ)ઃ આગામી યોજનાઓ માટે પૂર્વતૈયારી કરવી જરૂરી છે. તમારે આર્થિક નવરચના કરવી પડશે. ખોટા ખર્ચ વધે નહિ તે જોવું રહ્યું. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ જણાશે. ઘર્ષણ અને ઝઘડાઓ ઉદભવ્યા કરે. સંતાનોનો સાથ ન મળે. નોકરિયાતને ઇચ્છિત સફળતા માટે કોઈની મદદ લેવી પડશે. ધંધા-વેપારમાં આપનું ધાર્યું થાય નહીં. જોઈએ તેટલી સફળતા મળતી જણાશે નહીં. ચિંતાનો બોજ વર્તાશે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહનો પ્રારંભ આશાસ્પદ અને ઉત્સાહવર્ધક છે. જોકે તમે પ્રયત્નો છોડી દેશો તો કામ બનશે નહીં. વિઘ્નોની પરવા કરતા નહીં. નાણાકીય મુશ્કેલીનો અનુભવ તમારી હિંમત ઘટાડશે. ખર્ચ પર કાપ મૂકવો જરૂરી બનશે. આર્થિક આયોજન કરવું હિતાવહ છે. પ્રયત્નો જરૂર ફળશે. ગૃહજીવનના પ્રશ્નો કુનેહથી ઉકેલજો. ગેરસમજો ટાળી શકશો. પ્રવાસ-યાત્રા સફળ બનશે. કોર્ટ-કચેરી અને સરકારી કામમાં ધારી સફળતાના યોગ નથી. નોકરીના પ્રશ્નો અંગે ધાર્યું ન થાય. સહકર્મચારી જોડે વાદવિવાદ ટાળજો.

તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારી ઇચ્છાઓને મનમાં દબાવી રાખવી પડશે. માનસિક ઉદ્વેગ અને ચિંતા રહે. તમારી અપેક્ષાઓને કાબૂમાં રાખશો તો જરૂર રાહત અનુભવશો. આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. ખર્ચને અંકુશમાં રાખવા પડશે. મિત્ર કે સ્વજન દ્વારા મદદ પ્રાપ્ત કરી શકશો. નાણાકીય દૃષ્ટિએ સાચવીને આયોજન કરવું જરૂરી. અટવાયેલા લાભો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોને એકંદરે સાનુકૂળતા રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ પુરષાર્થ જરૂરી થશે. સ્ત્રીવર્ગ માટે ઠીક ઠીક સમય જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ ઘણું પ્રવૃત્તિમય અને ઉદ્યમી રહેશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. યોગ્ય પ્રશંસા ન મળતા નિરાશા કે ઉદ્વેગ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય. નોકરીની બાબત માટે ગ્રહયોગો સાથ આપતા જણાય. અંગત મૂંઝવણો ઉકેલાશે. મહત્ત્વની તક આપને ઉન્નતિના માર્ગે દોરી જાય. બઢતી-બદલીના પ્રશ્નો હલ કરવા પ્રયત્નો વધારજો. જીવનસાથી સાથે ગેરસમજ સર્જાય નહીં તે જોવું રહ્યું.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય માનસિક સ્વસ્થતા અને ઉત્સાહનો અનુભવ કરાવશે. નવીન કાર્યરચનાઓ આરંભી શકશો. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પણ જાવક જરૂર વધશે. નાણાભીડ અનુભવાશે. અલબત્ત જવાબદારીમાંથી પાર ઉતરી શકશો. નોકરિયાતો માટે સમય રાહત આપનાર છે. પ્રયત્નોનું સારું ફળ મળશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળે. વેપાર-ઉદ્યોગમાં જણાતી સમસ્યાઓનું નિરાકરણ આવશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં આનંદ-ઉલ્લાસ વર્તાશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવવો જરૂરી. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થાય. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધે. નોકિરયાતો માટે સમય સાનુકૂળ છે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળે. નોકરીના ક્ષેત્રે સારી તક મેળવી શકશો. વેપારી વર્ગને માટે પણ સફળતા અને વિકાસકારક સમય છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કામકાજમાં પ્રગતિના કારણે ઉત્સાહ વધશે. અણઉકેલ્યા પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ મેળવી શકશો. અંગત મૂંઝવણમાંથી પણ હવે રાહત મળે. નાણાકીય દૃષ્ટિએ સમય એક યા બીજી રીતે ચિંતા જણાશે. ધાર્યો લાભ ન મળે. ઉઘરાણી ફસાયેલી જોવા મળે. લાભ ઓછો અને ખર્ચ વધુ જણાય. નોકરિયાતને લાગણી, સ્વમાન દુભાય તેવા પ્રસંગો બનશે. ઉપરી સાથે ચકમક ઝરે નહિ તે જોવું રહ્યું. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ ધીરજ અને મહેનત બાદ લાભ મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં સરકારી અને કોર્ટ-કચેરીના કાર્યો અંગે પ્રતિકૂળતા જણાય. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યમાં સફળતા દૂર થતી જણાય. માનસિક અશાંતિ જણાય. આવક અંગે કેટલીક રાહત મળશે. નાણાકીય મુશ્કેલીનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને ધંધાર્થીઓને સાહસ સાચવીને કરવા. ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું. અંગત આરોગ્ય સાચવી લેજો. સ્વજનોનું આરોગ્ય ચિંતા કરાવી જાય. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ સર્જાય. સંતાનોને લગતી ચિંતા રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter