તા. ૧૩ જૂન, ૨૦૧૫થી ૧૯ જૂન, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 10th June 2015 09:26 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અશાંતિ અનુભવશો. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. મોટા આર્થિક સાહસમાં પડશો નહિ. નુકસાન-હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાશે. વિરોધીના હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે. જોકે તેમાંથી બહાર નીકળી શકશો. જમીન-મકાનની ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થાય. મકાન બદલાવાની ઇચ્છા હશે તો પૂર્ણ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા પ્રયાસોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે અને ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નોનું નિરાકરણ આવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા મેળવશો. જમીન-મિલકત અંગેના કામકાજોમાં પણ બધું તમારા આયોજન મુજબ થાય તેવી શક્યતા ઓછી છે. જોકે નિરાશ થવાની જરૂર નથી, અંતે તો પુરુષાર્થ જ ફળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની મુલાકાતોથી લાભ થાય. કામકાજોમાં સફળતાઓ મળતા સમય આનંદમાં પસાર થાય. જાહેર કે સામાજિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને યશ-માન મળશે. નોકરિયાતોને હવે બઢતીની નવી તકો મળશે. ઉન્નતિનો યોગ છે તે જતો ન કરશો. કોઈ સારી નોકરી મળવાની પણ શકયતા છે. વેપારી અને ધંધાર્થી વર્ગ માટે આ સમય લાભકારક તેમ જ વિકાસકારક છે. ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ મળશે. અલબત્ત માનસિક તાણ-બોજો પણ વર્તાશે. ગૃહજીવનની સમસ્યાઓ, કૌટુંબિક વિખવાદોને કારણે અશાંતિ રહે. મકાન-મિલકત સંબંધિત પ્રશ્નો હલ થશે. અંગત આરોગ્યની સંભાળ રાખવી જરૂરી છે.

કર્ક (ડ,હ)ઃ તમારા અરમાન સાકાર થતાં તમે વિકાસની નવી કેડી કંડારી શકશો. નાણાકીય ક્ષેત્રે હવે ધીમે-ધીમે સારી પ્રગતિ થશે. પરિસ્થિતિ સુધરશે. આવકમાં વૃદ્ધિની તકો આવી મળશે. જોકે ખર્ચા પણ વધશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો દૂર થતાં જણાશે. અશાંતિ તથા મુશ્કેલીભર્યા સંજોગો વિદાય લેશે. બદલીની શક્યતા જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. મકાન- સંપત્તિની બાબતો હજુ ખાસ સાનુકૂળ જણાતી નથી. આયોજન પાર પડે નહીં. જોકે નુકસાનનો કોઇ યોગ નથી.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ રહેશે. આધ્યાત્મિક માર્ગે જ શાંતિ પામી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારોનો ત્યાગ કરવો જરૂરી છે. આર્થિક મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી સગવડ ઊભી કરી શકશો. નોકરિયાતોના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. પ્રગતિ જણાશે. વિઘ્નોમાંથી માર્ગ મળે. સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર નીકળશો. વેપાર-ધંધાની પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. જમીન-મકાનની બાબતો માટે સમય સાનુકૂળ નથી.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સ્વસ્થતા જળવાશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું જ અનિષ્ટ થવાનું નથી. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી આર્થિક મદદ, લોન વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી વળશો. નોકરિયાતોને લાંબા સમયથી અટવાયેલા લાભ મળશે. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી શકશો. શત્રુઓ ફાવશે નહિ. મકાન-મિલકતના આપના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ શકશો. અટવાયેલા કામકાજમાં પ્રગતિ થશે.

તુલા (ર,ત)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો જણાય છે, જેને પાર કરવા માટે મનની શક્તિઓને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામકાજ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પૂરવાર થશે. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતા લાભ અપાવશે. ધંધા-વેપારમાં લાભકારક ચર્ચા સારી રીતે આગળ વધશે. સફળતા મેળવશો. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક સ્વસ્થતા જળવાશે તેવું ગ્રહયોગો સૂચવે છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થાય કે કોઈ જૂનો લાભ મળશે. આકસ્મિક ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. લોટરી-સટ્ટાથી લાભની શક્યતા નથી. નોકરિયાતોને બઢતી કે બદલી અટકેલી હશે તો અવરોધો દૂર થાય. પ્રગતિ થશે. સ્થળાંતરનો યોગ પ્રબળ છે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા માટે પ્રગતિસૂચક છે. મકાનના ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ઉદ્વેગ અને ઉત્પાત રહેશે. અજંપો વધે. લાગણી- આવેશને કાબૂમાં રાખવા પડશે. નાણાકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. તમારા ખર્ચાને માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણી કે લેણી રકમના નાણા મળશે. અન્ય સાધનો દ્વારા આવકવૃદ્ધિ થાય. એકાદ-બે મોટા ખર્ચના પ્રસંગો આવી પડશે, તેની જોગવાઈ વિચારજો. નોકરિયાતોને આ સમયમાં અન્ય પ્રતિકૂળતાના કારણે મન પર બોજ વર્તાશે. ધાર્યું કામ થાય નહિ. વિઘ્નો વધતા જણાશે. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ રહે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ પામશો. પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહિ. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો કોઈ ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. નોકરિયાતોની મૂંઝવણો કે સમસ્યાઓ ઉકેલાતી જણાય. નોકરિયાતને બદલી કે પરિવર્તનની શક્યતા જણાય છે. યોગ્ય પ્રયત્નો ફળદાયી બનશે. મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મળે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન હજી એક પ્રકારની અકળામણ અને અજંપાનો અનુભવ કરવો પડશે. મહેનતનું ફળ વિલંબથી મળવાના કારણે તાણ અનુભવશો. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધશે. નાણાભીડના કારણે કેટલીક યોજનાઓ મુલતવી રાખવી પડશે. ઉઘારણી પ્રત્યે વધુ ધ્યાન આપજો. નોકરિયાતને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલ-કરારો કરવામાં ધ્યાન રાખવું. એકંદરે સાનુકૂળતા રહે. મકાન-સંપત્તિની બાબતે ખાસ સાનુકૂળતા જણાતી નથી.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક અશાંતિ કે તંગદિલીના પ્રસંગો ઓછા થશે અને આનંદ-ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાઓનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થાય. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચાને માટે જરૂરી નાણાની વ્યવસ્થા કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બને. એકાદ-બે સારા લાભ મળશે. નોકરિયાત માટે સમય રાહત આપનાર છે. તમારા પ્રયત્નોનું સારું ફળ મળશે. વિરોધી પર વિજય મળે. વેપાર-ધંધાની સમસ્યાનું નિરાકરણ આવશે. જમીન-મકાનના કાર્યો ઉકેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter