તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧થી ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 12th February 2021 06:55 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

મેષ રાશિ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ દરમિયાન તમારે કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. ઓછો સમય અને મહેનત વધુ કરવી પડશે. વ્યવસાયના ક્ષેત્રમાં થોડું વધારે ગંભીરતાથી કામ કરવું પડશે, નહિ તો વિરોધીઓ તમારા ઉપર હાવી થઈ શકે છે. નોકરિયાત વર્ગ પ્રગતિના નવા શિખરો સર કરી શકશે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનતની સાથે સાથે થોડીક વધુ ચપળતા પણ માંગી લેશે. કૌટુમ્બિક જીવનમાં તમારો વ્યવહાર પારિવારિક સંબંધોમાં વધુ મીઠાશ ભરી દેશે.
વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ આ સમય તમારા માટે કારકિર્દીને અનુલક્ષીને ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ સારો સમય છે. ધંધા-વ્યાપારમાં નવીનીકરણ અથવા તો નવીન શરૂઆત થઈ શકશે. નોકરિયાત વ્યક્તિઓ યશ-કિર્તી પ્રાપ્ત કરશે. વિજ્ઞાન, મીડિયા અને જર્નાલિઝમ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને કરિયર વિષયક ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકે એવો સમય છે. કૌટુંમ્બિક સંપત્તિના ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળશે.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ થોડોક ઉતાર-ચઢાવવાળો સમય છે. ગ્રહદશાને અનુરૂપ જોઇએ તો આપની યા તો બઢતી થાય અથવા નુકશાન ભોગવવાનો વારો આવે. તમારી અપેક્ષા મુજબના પરિણામ મેળવવામાં મુશ્કેલી પડશે. આર્થિક બાબતોમાં પણ ખાસ સંભાળીને કાર્ય કરવું હિતાવહ રહેશે. પારિવારિક દૃષ્ટિએ આ સમય સારો છે. આપના મિત્ર-વડીલોની મદદ પ્રાપ્ત કરી શકશો. માતા-પિતાની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે થોડીક ચિંતા રહેશે.
કર્ક રાશિ (ડ,હ)ઃ આ સમય આપના માટે નસીબવંતો પુરવાર થશે. વ્યવસાયિક કાર્યોમાં નવીન ભાગીદારીથી લાભ થાય. તમારા આયોજન સફળ થાય જેનાં કારણે પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીના ક્ષેત્રમાં આપના કાર્યની, યોગદાનની નોંધ લેવાય. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો વધારે કપરો છે, જેથી ખાસ કાળજી રાખવી. પ્રવાસન-પર્યટનથી લાભ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
સિંહ રાશિ (મ,ટ)ઃ આ સમયગાળો આપના માટે થોડોક વધારે મહેનતવાળો, પણ પરિણામ ઓછું આપે તેવો પસાર થાય. દરેક કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતાનો ભંગ થાય, જેના કારણે માનસિક ઉચાટ અનુભવાય. નોકરી-વ્યવસાયમાં પણ મુશ્કેલીમાં વધારો જોવા મળશે. જોકે થોડીક રાહત નાણાકીય ક્ષેત્રમાં રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. વિદ્યાર્થી વર્ગ પોતાની મહેનતના સારાં પરિણામો મેળવી શકશે. વિદેશમાં અભ્યાસની ઉજળી શક્યતાઓ છે.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઇએ તો આ સમય સખત મહેનતનો રહેશે. વધુને વધુ કુશળતાનો ઉપયોગ કરીને મહેનત થકી તમારું સ્થાન મજબૂત કરવું પડશે. વ્યવસાયમાં નવીન રોકાણોને કારણે વ્યસ્તતા વધે. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે, નહીં તો અભ્યાસમાં અવરોધના ચાન્સીસ છે. પરિવારમાં ખુશીના સમાચારને કારણે વાતાવરણ આનંદિત બની રહેશે. માંગલિક પ્રસંગોનું આયોજન થશે.
તુલા રાશિ (ર,ત)ઃ આ સમય આપને થોડીક વધુ કાળજી રાખીને કાર્ય કરવાનું સૂચવે છે. કાર્યમાં વધુને વધુ મહેનત અને કુશળતા દર્શાવવી પડે નહીં તો નુકસાની વેઠવી પડશે. નોકરીના ક્ષેત્રમાં જો ધ્યાન નહીં આપો તો વિરોધીઓ નુકસાન કરી જશે. ખર્ચ અને આવકનું પ્રમાણ એક સરખું રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વિલંબિત થાય. સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી પડશે. કામને કારણે પ્રવાસ-પર્યટન વધશે.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ ખૂબ મહત્ત્વનો અને સફળતા અપાવનારો સમય છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમારા સાથી કર્મચારીઓ દ્વારા લાભ થાય. નોકરીના ક્ષેત્રમાં આપને ઇચ્છિત જગ્યાઓમાં બદલી-બઢતીના યોગ છે. આર્થિક દૃષ્ટિએ આવકના પ્રમાણમાં વધારે જોવા મળે. મકાન-મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓને સારાં પરિણામ પ્રાપ્ત કરી શકાય. દામ્પત્યજીવનમાં સુધારો થાય.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય વ્યવસાયને અનુલક્ષીને મહત્ત્વપૂર્ણ સાબિત થાય. જેટલું મન લગાવીને કામ કરશો એટલી વધુ સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં પણ આપ સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક બાબતોમાં થોડા વધુ સાવચેત રહેશો તો સારાં પરિણામ પ્રાપ્ત કરી શકશો. સંતાનોના અભ્યાસ બાબતે આપને થોડી ચિંતા રહેશે. તીર્થ-યાત્રાનું આયોજન થાય.
મકર રાશિ (ખ,જ)ઃ તમારી સખત મહેનત રંગ લાવે. આપની કામગીરીની નોંધ લેવાય. નોકરી-વ્યવસાયના કાર્યોમાં તમારી સખત મહેનત અને પીછેહઠ નહીં કરવાની ટેવને કારણે સારાં પરિણામ પ્રાપ્ત કરી શકાય. અટવાયેલા નાણા પરત મળવાથી આર્થિક સદ્ધરતામાં વધારો થાય. નવા મૂડીરોકાણો પણ શક્ય બને. જમીન-મકાનની ફેરબદલીના ચાન્સીસ રહેશે. સંતાનોના લગ્નવિષયક બાબતોને લઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકાય. વિદ્યાર્થીઓને સમયની સાનુકૂળતા રહેશે.
કુંભ રાશિ (ગ,સ,શ,ષ)ઃ નિર્ધારિત લક્ષ્યને પહોંચી વળવા માટે આપના મિત્રો-સ્વજનોનો સહયોગ ખૂબ મહત્ત્વનો સાબિત થશે. વ્યવસાયના ક્ષેત્રમાં નવી ભાગીદારીના પાયા નંખાય, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આર્થિક મામલે થોડુંક બેલેન્સ જાળવી રાખવું પડશે. વિદ્યાર્થીઓના સપનાંઓ સાકાર થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મેળવી શકશો.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ માટે ખૂબ મહત્ત્વનો સમય છે. પ્રમોશનના ચાન્સીસ રહેશે. વ્યવસાયમાં પણ પ્રગતિકારક તકોનો યોગ્ય ઉપયોગ કરશો તો લાભમાં રહેશો. આર્થિક રીતે આ સમય આપના ફાયદો લઈને આવે એવા યોગ છે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ બાબતે ખાસ કાળજી રાખવી પડે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈ થોડી મુશ્કેલીઓ ઉભી થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter