તા. ૧૩ મે થી ૧૯ મે ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 13th May 2017 08:20 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહમાં આપને આનંદ ઉત્સાહ રહે. મૂંઝવણ મુશ્કેલીઓનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. નોકરી-ધંધામાં તકલીફો કે અડચણો દૂર થતી જાય. હરીફ વર્ગ, ઇર્ષ્યા કરનારા તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિષ કરે. સહકાર્યકર વર્ગનો સહકાર મળી રહે. પ્રવાસ-પર્યટન થાય. વિદ્યાર્થીબંધુઓ માટે આ સમય ઘણો સારો રહેશે. ધારેલા પરિણામ મેળવી શકશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળો કામકાજનું અતિશય દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જણાશે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યાં સમયમાં પાર પડશે નહીં. જમીન-મકાન અંગેની સમસ્યા જણાશે. તેનો ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ જણાય. ભાડાના કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતને નવા ફેરફાર સર્જી આપશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. તમારી તરફેણની વ્યક્તિ બદલાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં નાણાંકીય પ્રશ્નો હલ થશે. બાકી નીકળતા કે લોન અંગેના કામોમાં સફળતા મળશે. કૌટુંબિક મદદ પણ મળે. ગૃહજીવનમાં આવેલા અવરોધો ઓછા થાય. ચીજવસ્તુની ખરીદી બાબતે આ સમયમાં આપનો છુટો હાથ રહેશે. સ્વજનો, મિત્રોને માટે થોડોક સમય ફાળવવો પડશે. વેપાર-ધંધામાં નાની બાબતોએ મનદુઃખના પ્રસંગો બનશે. ભાગીદારીમાં પરિસ્થિત સુધરશે. નવા શેર અથવા તો અન્ય સાહસોમાં ધારી સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ પુરુષાર્થ કરવાનો છે.

કર્ક (ડ,હ)ઃ આરોગ્યની દૃષ્ટિએ આ સમય વધુ કાળજી રાખવાનો છે. દર્દ અને દુશ્મનને આગમન પૂર્વે જ અટકાવવા જરૂરી જણાય. નાણાંકીય રીતે પણ ખેંચ અનુભવાશે. જુદા જુદા કાર્યોમાં નિરાશા જોવા મળશે. નવીન ખરીદી મોકુફ રાખવી પડે તેવું જણાય. વડીલોની જવાબદારી અદા કરવી હિતાવહ રહેશે. દામ્પત્યજીવનમાં થોડીક ચડભડ થાય. વાહન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં ધીરજની કસોટી થશે. આત્મવિશ્વાસ ડગે નહીં તે જોવું રહ્યું. મિત્રો અને ભાઈભાંડુ તરફથી અવરોધો વધશે. નોકરીમાં અવરોધો જણાય. મનમાં મૂંઝવણ રહે. ધંધાકીય બાબતે પણ ચિંતાઓ વધશે. નાણાકીય ખેંચ અનુભવાય. યાત્રા-પ્રવાસમાં અવરોધો જણાય. તંદુરસ્તી બાબતે પણ થોડી કાળજી રાખવી હિતાવહ રહે. મનને અંકુશમાં રાખવું પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ દ્વિધાઓ અને પરેશાનીનો અંત આવતાં તમે વિધેયાત્મક માર્ગ તરફ આગળ વધી શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈની મદદથી તમારી ચિંતા દુર થશે. નોકરિયાતને બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ થાય.

તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન તમારા વણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ મળશે. કોઈ સાનુકૂળ તક આવી પડે. માનસિક ચિંતાનો ભાર હળવો થાય. આ સમયગાળો અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ બને. તમારી મહેનત, પ્રયત્નો સફળ થતાં જણાય. આર્થિક બાબતોને તમે ઠીક કરી શકશો. નોકરિયાતોને ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળતાં આનંદ જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. નાણાંકીય રીતે ધીમે ધીમે સફળતા મળશે. નોકરિયાતોને પ્રગતિકારક સમય છે. પ્રયત્નો સફળ થતાં જણાય. ઉપરી સાથે થયેલી ગેરસમજ તમારી બુદ્ધિથી ઉકેલાતી જણાશે. ભાગીદારીમાં મતભેદ દૂર થાય. નવા મકાન કે નવા વાહન ખરીદી માટેની તમારી ઇચ્છાઓને સફળતા મળે. તમારા વિઘ્નો દૂર થતાં જણાય. પ્રિયજનોની મુલાકાત વધશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કોઈ નાની-મોટી સમસ્યાના કારણે થોડી ચિંતાઓ વધશે. જોકે આત્મવિશ્વાસથી મુશ્કેલીનો સામનો કરીને સમસ્યાનો નિરાકરણ કરવામાં સફળ રહેશો. નાણાંભીડ રહેશે. ગૃહોપયોગીની ચીજવસ્તુની ખરીદી પાછળ ખર્ચ થાય. નોકરીની પરિસ્થિતિમાં થોડી ઘણી સમસ્યાઓ રહેશે. વેપાર-ધંધામાં થોડોક સમય મંદી જેવું મોજું રહેશે. સામાજિક પ્રસંગો વધુ રહેશે. ગૃહજીવનનું વાતાવરણ સુખદ પ્રસંગોથી આનંદિત રહેશે. બાળકોની તબિયત સાચવવી જરૂરી છે.

મકર (ખ,જ)ઃ શારીરિક તંદુરસ્તીની બાબતે આ સપ્તાહમાં કાળજી લેવી હિતાવહ રહે. વાહન તથા ઇલેક્ટ્રિક સંબંધિક કામગીરીમાં સાચવવું જરૂરી. કુટુંબીજનો તરફથી ઇચ્છિત લાભ અને માનસન્માન મળશે. આ સમયને કુનેહપૂર્વક પસાર કરવાથી સારી સફળતા હાંસલ કરશો. સાહસ અથવા શેર-સટ્ટા સંબંધિત કાર્યો હાથ ધરતા પૂર્વે બે વખત વિચારવું જરૂરી છે. આપની લાગણીઓની બીજા કદર કરશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળાના ગ્રહો દર્શાવે છે કે તમારી મહત્ત્વની કામગીરીમાં આગેકૂચ થશે. તમારું ધ્યેય હાંસલ કરવામાં સફળતા મળે. કેટલાંક અટવાયેલા નાણાંકીય પ્રશ્નોનું નિવારણ મળે. ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. આયોજન કરશો તો જ બચત શક્ય બનશે. નોકરિયાતોને બદલી કે પરિવર્તનના યોગ છે. કોર્ટકચેરીના પ્રશ્નનો ઉકેલ લાવી શકશો. જીવનસાથી સાથેના સંબંધો સંવાદિતભર્યા રહેશે. આ સમયગાળામાં પ્રવાસ-પર્યટન તેમજ મુલાકાતો વધશે. પ્રવાસ લાભકર્તા પુરવાર થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળો શુભાશુભ મિશ્ર અનુભવ કરાવશે. તમે જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા સફળ થશો. બેદરકારી આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ નુકસાન કરાવશે. નવીન બાબતોનું આયોજન કરવામાં આટલી વાતની કાળજી રાખજો. માર્ગ આડે આવતા અવરોધો દૂર થશે. આ સમયગાળામાં ઊભા થતા ખર્ચાઓ અંગે નાણાંકીય મૂંઝવણ જણાશે. આવક અને બચત બંનેનો વ્યય થતો જણાશે. ધીરેલા નાણાં હાલ પરત મળવાની આશા ન રાખશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિ થશે. તમારી યોજનાઓનો વિકાસ થશે. વેપારીઓને તેમના પુરુષાર્થનું ફળ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter