મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય જણાતા તણાવ અનુભવશો. નાણાકીય સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. બચત કરવાનું મુશ્કેલ બનશે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તનની શક્યતા છે. વિરોધીઓના કારણે પ્રતિકૂળતા જણાય. વેપાર-ધંધામાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. મકાન-જમીનની બાબત અંગે સમયનો સાથ મળતો જણાય નહિ.
વૃષભ (બ,વ,ઉ)ઃ એકંદરે આ સમય સારો નીવડશે. ઉમંગ-ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચનાઓને કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબત અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી છે. ઝડપી આવકની આશા ફળે નહીં. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનારો છે. નિર્ધારિત કામકાજ પાર પાડી શકશો. વેપારમાં ઉન્નતિ જણાય. સંપત્તિના પ્રશ્નોથી માનસિક ચિંતા રહેશે. જમીન-મકાનના કામકાજો અણઉકેલ્યા રહેતા જણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ આક્રોશ અને લાગણીઓમાં સંયમ રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ખોટી ગેરસમજોના કારણે ઉભા થયેલા વ્યથા-વિષાદના પ્રસંગો આ રીતે જ હળવા કરી શકશો. આર્થિક સ્થિતિ વધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે હવે વધુ જાગૃત બનજો. ખોટા ખર્ચ થવા ન દેશો. ધીરજપૂર્વક પુરુષાર્થ કરશો તો સમસ્યાઓ અવશ્ય હલ થશે. આવકનું પ્રમાણ ઘટતું જોવા મળશે. નોકરિયાતોને માર્ગ આડે દેખાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કારણ વગરની ચિંતાઓના કારણે માનસિક તણાવ વધતો જણાય. તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ થતાં લાગે. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે અશાંતિ અનુભવાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા અટવાયેલા લાભો પ્રાપ્ત થતાં જણાય. નોકરિયાત માટે આ સમય અગત્યના કાર્યોમાં પ્રગતિ સૂચવે છે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો જળવાય રહે. નવીન તક મળે તે ઝડપી લેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે મુશ્કેલીના સંજોગો દૂર થતાં જણાય.
સિંહ (મ,ટ)ઃ મનના આવેગોને કાબૂમાં રાખવા જરૂરી છે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાત કરતાં તમારી આવક ઓછી રહેતા નાણાભીડ વર્તાય. કરજ, લોન કે સ્વજનોની સહાય દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહિ તે જોજો. જવાબદારીનો ભાર વધશે. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. બદલી-બઢતીના પ્રશ્નો ઉકેલાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો બનશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારા મન પર છવાયેલો બોજો અને અશાંતિના ઓળા હઠતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીથી મુક્તિ મળશે. તમારા આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પુરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખૂલશે. નોકરિયાતોને હવે મહત્ત્વની કામગીરીમાં યશ-માન મળશે. બઢતી માટેની તકોનું વાતાવરણ સર્જાશે. વેપાર-ધંધામાં લાભકારક માહોલ સર્જાશે.
તુલા (ર,ત)ઃ મનની મુરાદ બર ન આવતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવાશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આ સમયગાળામાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતા રાહત અનુભવશો. તમારા માથે નવા ખર્ચાઓની જવાબદારી ઊભી થવાની શક્યતા છે. તમારા કામ પૂરતા નાણા મેળવી શકશો. શેરસટ્ટાથી લાભ ન હોવાથી તેની લાલચ ટાળજો. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય અનિશ્ચિતતા અને અનિર્ણયાત્મકતામાં પસાર થાય. માનસિક મૂંઝવણ વિશેષ રહેશે. જો તમે સ્વસ્થતા અને સ્થિરતા જાળવશો તો જરૂર સમસ્યા હલ કરી શકશો. નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશે. સમસ્યા હલ કરવાનો માર્ગ મેળવી શકશો. અકારણ ખર્ચાઓ પર અંકુશ રાખવો જરૂરી છે. નોકરિયાતો અને વેપારીઓ માટે આ સમય પ્રગતિકારક છે. માનસિક પરેશાનીમાંથી મુક્ત થવાનો માર્ગ મળે.
ધન (ભ,ઘ,ફ,ઢ)ઃ સપ્તાહમાં માનસિક જુસ્સો જાળવી રાખવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળે નહિ. ઉલટાની નિષ્ફળતા મળશે. નાણાકીય સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ અને સહાસ કરજો. નાણાંનો દુવ્યર્ય ન થઈ જાય તે જોજો. બચત થવાના યોગ નથી. નોકરિયાતોને વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં બનતા પ્રસંગોના કારણે માનસિક ઉત્પાત કે બેચેનીની લાગણી અનુભવાય. પ્રતિકૂળતાનો સામનો ધીરજપૂર્વક કરશો તો તાણથી બચી શકશો. તમારી નાણાકીય મૂંઝવણો કોઈને કોઈ પ્રકારે સતાવ્યા કરશે. આર્થિક આયોજનમાં તમે જેટલા જાગૃત રહેશો તેટલી રાહત અનુભવી શકશો. નોકરિયાતો ધારે છે તે લાભ મળવામાં કોઈને કોઈ વિઘ્ન આવતા લાભ અટકતો લાગે. વેપાર-ધંધામાં ઉઘરાણી ફસાઈ ન જાય તે જોજો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ ખોટી અને વિના કારણ ચિંતાઓના ભયથી માનસિક અશાંતિ અનુભવવી પડસે. કુનેહપૂર્વક અને મક્કમતાથી વર્તવાથી જ રાહત મળશે. નાણાકીય બાબતો અંગે ઠીક ઠીક પ્રમાણમાં પ્રતિકૂળતાનો અનુભવ કરવો પડશે. મૂડીરોકાણ કે વગર વિચાર્યા આર્થિક સાહસથી નુકસાન ન થાય તે જોજો. નોકરિયાત જાગૃત નહિ રહે તો પ્રતિસ્પર્ધીના કારણે મુશ્કેલી થઇ શકે છે. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ મળતાં ઉમંગ-ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે કે તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વ્યવહારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવશે નહિ. વેપાર-ધંધામાં કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે.