તા. ૧૫ ઓક્ટોબર ૨૦૧૬ થી ૨૧ ઓક્ટોબર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 12th October 2016 07:29 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ-ઉદ્વેગ જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે તમે ધાર્યું કરી શકો નહિ. આવક કરતાં ખર્ચનું પ્રમામ વધુ રહેતા મૂંઝવણ જણાશે, જેનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગ પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ પાર પડતાં લાભ વધશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્થિતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહિ. બલ્કે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની રહેશે. ચિંતા રાખવાને કોઇ કારણ નથી. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ વિશેષ રહેતા તમે ચાહો છો તેવું આર્થિક આયોજન પાર પડે નહીં. નવીન મૂડીરોકાણ હવે સમજી વિચારીને કરવું પડશે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. નોકરિયાતને બદલીનો યોગ પ્રબળ છે. વેપાર-ધંધામાં પ્રતિસ્પર્ધીઓની ચાલબાજીથી સાવધ રહેજો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં આશાસ્પદ માહોલ સર્જાતા માનસિક આનંદ યા ઉત્સાહનો અનુભવ કરશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓનો મન પર બોજ વધવા દેશો નહીં. નાણાકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ તંગી નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુઓ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાની જરૂર નથી. જમીન-મકાનના પ્રશ્નો માટે હજુ સમય સાથ આપતો જણાતો નથી. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહીં. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ પાર પડશે નહીં. મકાન સંબંધિત સમસ્યા જણાશે.

કર્ક (ડ,હ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે પ્રગતિમાં વેગ આવે. નવરચનાઓ થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્પાત ઘટશે. અવરોધો યા મુશ્કેલી હશે તો તમે તેને પાર કરી શકશો. નાણાકીય આયોજનો વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે ખોટા ખર્ચાઓ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગે.

સિંહ (મ,ટ)ઃ કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કામ પાર પાડી શકશો નહીં તેમ લાગે છે. આ સમય નાણાકીય દૃષ્ટિએ મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથેના સંબંધો સારા રહે. સહકર્મચારીઓ સાથે વિવાદ ન સર્જાય તે જોવું. મકાન ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે. સ્થળાંતરની ઇચ્છા હશે તો પૂર્ણ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં માનસિક ઉલ્લાસ વધશે. મન પરનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. આર્થિક સ્થિતિ સુધરશે. આવક વધશે. ખર્ચાની જોગવાઈ કરી શકાશે. જવાબદારીઓ પાર પડશે. શેર-સટ્ટાથી લાભ નથી. કોઈને વિશ્વાસે ધિરાણ કરવાથી ક્ષતિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ મેળવી શકશો.

તુલા (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. કાલ્પનિક ચિંતા કરીને દુઃખી થશો નહિ. માનસિક સ્વસ્થતા જાળવશો તો કશું સંકટ ભોગવવું નહિ પડે. તમારા અટવાયેલા લાભ મેળવવાના પ્રયાસો સફળ થશે. જૂનું લેણું મળે. હવે તમારે આર્થિક બાબતો વધુ વ્યવસ્થિત રાખવાની જરૂર છે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતને બદલી કે પરિવર્તન યોગ છે. વિઘ્નોને પાર કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ અનુકૂળ અને ઇચ્છિત તકો મળતા ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. તંગિદિલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકદંરે ઠીકઠાક સારું ફળ મળે. નોકરી ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધા ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. જમીન-મકાનના કામકાજો પાર પડે. સારી તક મળે.

ધન (ભ,ફ,ઢ,ધ)ઃ મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉંકેલ મેળવી શકશો. રાહતની લાગણી અનુભવશો. નાણાકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. હેરાનગતિ કે અવરોધો જોવા પડશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જોવું રહ્યું. ઉગ્રતાને સંયમમાં રાખજો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભના દ્વાર ખૂલશે. જમીન-મિલકતને લગતા કામકાજમાં પ્રગતિ થાય.

મકર (ખ,જ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ વિકાસની તકો અને કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ સાધી શકશો. આંચ આવે નહીં. આવકવૃદ્ધિનો પણ માર્ગ મળે. નોકરી-ધંધાની સમસ્યાઓમાંથી કોઈ સારો ઉકેલ મળે. તેમાંથી ભાવિમાં લાભ માટે ઉન્નતિની તક મળે. મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવે અને ખોટા ખર્ચ અવરોધ વધારે. જીવનસાથીની તબિયત નરમગરમ રહે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તકો આ સમયમાં મેળવી શકશો. સફળતાને કારણે દૃઢતાપૂર્વક તમે આગળ વધી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોમાં ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય. અનેક કાર્ય સફળતા મળે. તમારા નોકરી અને ધંધાના ક્ષેત્રે થોડા અવરોધો હશે તેને પાર કરી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો મનોસંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણને વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો રહ્યો. નાણાકીય જરૂરિયાતો સંતોષવા જરૂરી આયોજન થઇ શકશે. નાણાકીય આવક કરતા ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહેતા આ સમય ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા સાંપડે નહિ. ઉપરી સાથે ઘર્ષણ વિવાદના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter