મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન મનની મુરાદો મનમાં રહેતી જણાશે. તમારી ધીરજની કસોટી થતી જણાય. માનસિક તણાવ વધતો જણાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતને યથાવત્ સ્થિતિ જણાશે. સમય-સંજોગ હજી મિશ્ર જોવા મળશે. ધંધાકીય રીતે ધાર્યા લાભ મળવાના યોગ નથી. વિરોધીઓના ષડયંત્રથી ચેતતા રહેજો. મિલકત-જમીનની સમસ્યાઓથી માનસિક તાણ વધશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ધાર્યું ફળ ન મળતાં નિરાશાનો અનુભવ થાય. ગમેતેટલું કાર્ય કરવા છતાં યશમાન મળવાની આશા ફળશે નહીં. કૌટુંબિક બાબતોમાં અકારણ વિવાદ ઊભો થાય. જોકે નાણાભીડનો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ અંગેના પ્રયત્નો સાકાર થતાં જણાશે. વ્યવાસાયિક બાબતો અંગે સાનુકૂળતામાં વધારો થશે. ધંધા-વેપારમાં વિઘ્નો હશે તો દૂર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વનું કામ લાભ કરાવશે.
મિથુન (ક,છ,ઘ)ઃ નાણાભીડમાં વધારો થાય. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાય. વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ ઘટનાઓ બનશે. શેર-લોટરી કે સટ્ટામાં મૂડીરોકાણ કરવું જોખમી સાબિત થશે. મિત્રો-સ્વજનો દરેક કાર્યમાં લાભદાયી નીવડે. કૌટુંબિક જવાબદારીમાં વધારો થાય. ખાવા-પીવામાં સંયમ રાખવો જરૂરી છે. યાત્રા-પ્રવાસમાં તબિયત ખાસ સાચવજો.
કર્ક (ડ,હ)ઃ માનસિક તંગદિલી કે અકળામણમાં વધારો થશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર ભારણ વધારવા દેશો નહીં. નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચમાં વધારો થશે. નોકરિયાતને ઉત્સાહ વધે તેવી તક મળશે. ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીના હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે. જોકે તેમાંથી બહાર નીકળી શકશો. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાય.
સિંહ (મ,ટ)ઃ આ સમયના ગ્રહયોગ કેટલીક સાનૂકુળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓમાં સફળતા લાભકારક પુરવાર થશે. આ સમયમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધશે. સંજોગો સાનુકૂળ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સ્થિતિ અસ્વસ્થ રહેતી જણાશે. જોકે તે માટે કોઈ નક્કર કારણ નહીં હોય. આ સમયમાં સાનુકૂળતાઓ અને સફળતાઓનો બને તેટલો લાભ લઈ લેજો. ગાફેલ યા આળસુ બનશો તો તક ગુમાવવી પડશે. વિકાસ અને પ્રગતિ માટેની તક મળશે. નિર્ણય લેવામાં ઢીલ નુકસાનકારક સાબિત થશે. નાણાકીય સંજોગો થોડાક વિપરીત દેખાય તો પણ હિંમત હારશો નહીં. યોગ્ય માર્ગ અવશ્ય મળી રહેશે.
તુલા (ર,ત)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે આનંદ-ઉલ્લાસ અનુભવશો. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. આ સમયમાં જોકે ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. રોજિંદા ચાલુ ખર્ચ ઉપરાંત ખર્ચ અને ખરીદીઓ પર કાબૂ રાખવો જરૂરી છે. લેણી રકમો પરત મળવામાં વિલંબ થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં અનુકૂળતા વધશે. માનસિક ચિંતાનો બોજ ઘટે. તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા કે ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય પાર પડી શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગ નથી, પરંતુ ખર્ચ વધતાં નાણાભીડ વધશે. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું નુકસાન થાય તેવો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારું સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. તબિયતની ઉપેક્ષા કરશો તો ઘણા કામકાજ અટવાઇ પડશે. સપ્તાહમાં તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે મળવામાં હજુ વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધી અને હરીફોના કારણે ચિંતા રહેશે. પરિણામે કરજ-દેવું વધશે. વિશ્વાસઘાતને કારણે ઉઘરાણી ન મળવાથી ધનહાનિ થાય. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચ વધશે.
મકર (ખ,જ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે આ સમયમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મન ચિંતિત બનશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમયમાં નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે સમય ચિંતાપ્રદ જણાશે. નોકરિયાતોને હવે કોઈ નવીન, સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ દરમિયાન સફળતા મળતાં તમારામાં ઉત્સાહવૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. અગાઉના કરેલા કેટલાક કામકાજોમાંથી આર્થિક લાભ મળવાના સંજોગો ઊભા થતાં જણાશે. અલબત્ત, શેર-સટ્ટાથી કોઇ લાભ જણાતો નથી. નોકરિયાતોને આ સમયગાળામાં કેટલાક અવરોધ છતાં પણ કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી.
મીન (દ,ચ,ઝ,થ)ઃ માર્ગ આડે અવરોધો હશે તો તે ધીમે ધીમે દૂર થતાં સાનુકૂળતા વધશે. મુશ્કેલીઓ સામે દૃઢતા અને મક્કમતા કેળવજો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો તો પરિસ્થિતિને સાનુકૂળ બનતી અનુભવી શકશો. નાણાકીય મૂંઝવણો કોઈને કોઈ પ્રકારે મનને સતાવ્યા કરશે. નોકરિયાતોને મનમાં અજંપો રહેશે. ધંધા-વેપારમાં કોઇ પણ કોલકરાર કરતાં બે વખત વિચાર કરવો જરૂરી છે.