તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૨થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th January 2022 07:07 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સામાજિક કાર્યોમાં યશ મળશે. ઉત્સાહ વધશે. નાણાંકીય પરિસ્થિતિ મધ્યમ રહેશે. નોકરિયાતોને ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાતા જણાશે. કૌટુંબિક સંપતિ દ્વારા લાભ થશે. વેપાર-ધંધામાં પરિવર્તન આવશે. મકાન-મિલકતની ખરીદીના યોગો બળવાન બનશે. નોકરીના ક્ષેત્રે સામાન્ય મતભેદ રહેશે, જેથી મનને શાંત રાખવું. ઉતાવળે નિર્ણય કરવા નહીં. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય ઉત્સાહ અને આનંદનો રહેશે. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા મહેનત કરવી પડશે. નોકરિયાતોને હિતશત્રુઓથી અવરોધની શક્યતા રહેશે. બદલી-બઢતીમાં અવરોધો આવે. વડીલોની મદદ સારી મળી રહેશે. પ્રવાસ-પર્યટન થશે. તમારા કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવશે. વાહન અને પ્રોપર્ટીની ખરીદી થવાની શક્યતા છે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેશે. સંતાનો માટે પણ ખર્ચા કરવા પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન થોડું માનસિક ટેન્શન રહેશે. જોકે ધીરજ અને મક્કમતાથી કામ કરશો તો અવરોધો દૂર થશે. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો ઉકેલ આવશે. આર્થિક પાસુ સદ્ધર થશે. નોકરી-ધંધામાં સારી સફળતા પ્રાપ્ત થશે. પ્રોપર્ટીમાં વધારો થશે. કૌટુંબિક મદદ સારી મળી રહેશે. વડીલોનો સહયોગ મળી શકશે. જોકે સામાન્ય વિચારભેદ રહેશે. ગૃહજીવનમાં આનંદ અને ઉત્સાહ વર્તાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારો આત્મવિશ્વાસ અને જુસ્સો વધશે. નોકરિયાતો માટે સમય સારો છે. નોકરી મેળવવામાં સફળતા મળશે. વેપાર-ધંધામાં ચઢાવ-ઉતારની શક્યતા રહેશે. આર્થિક સુખ મધ્યમ રહેશે. આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી. વડીલો સાથે સામાન્ય વિચાર મતભેદ રહેશે. ભાતૃવર્ગ સાથે સારું રહેશે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. પ્રવાસના યોગ બળવાન બનશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ચિંતાનો બોજ વધતો જણાશે. વ્યથા અને અશાંતિમાંથી છૂટવા તમારે સતત સક્રિય રહેવું જરૂરી છે. હિંમત ગુમાવશો તો તકલીફ થશે. નાણાકીય રીતે સારું રહેશે. આવકમાં વધારો રહેશે. ગૃહોપયોગી ચીજવસ્તુની ખરીદી કરી શકશો. નોકરિયાત વર્ગને સારો લાભ મળશે. સંપત્તિને લગતા કામકાજમાં મુશ્કેલી આવશે. સંતાનોના પ્રશ્નોનો નિકાલ આવશે. સામાન્ય મનદુઃખ રહેશે. વિદ્યાર્થી વર્ગને થોડોક અવરોધો રહેશે. આરોગ્ય અંગે ચિંતા રહેશે. પ્રવાસથી આનંદ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું માન અને મહત્ત્વ વધશે. યોજનામાં પ્રગતિ થતી જોઈ શકશો. લાંબા સમયથી અટવાયેલા કામોનું નિરાકરણ આવશે. નાણાંકીય મૂંઝવણનો ઉકેલ આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાશે. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધો દૂર થતા જણાશે. મકાન-મિલકતમાં વધારો થશે. ધંધાકીય ક્ષેત્રે થોડી મુશ્કેલી રહેશે. આવક કરતાં જાવક વધુ રહી શકે છે. તબિયત અંગેની ચિંતા દૂર થશે. સામાજિક પ્રસંગોનું આયોજન થશે. વિદ્યાર્થીઓની મહેનત ફળે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક ચિંતા દૂર થશે. મન શાંતિ અનુભવશે. મહત્ત્વના કામકાજોનો ઉકેલ આવતો જણાશે. નાણાંકીય સુખ સારું રહેશે. જોકે, નાણાંકીય લેવડ-દેવડ બાબતે ધ્યાન રાખવું જરૂરી રહેશે. જીવનસાથીનો સહકાર સારો મળી રહેશે. વડીલોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કૌટુંબિક મતભેદ રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે થોડી મુશ્કેલી રહેશે. સંતાન અંગેની ચિંતા દૂર થશે. વડીલોપાર્જિત પ્રોપર્ટીથી લાભ રહેશે. આરોગ્ય સારું રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારા કાર્યો સફળ થતાં જણાશે. મહેનત અને પ્રયત્નો લેખે લાગશે. નવી તકો ઊભી થતી જણાશે. ધંધાકીય બાબતના તમારા પ્રયત્નો અને કાર્યો સફળ થાય. માનસિક સુખ-શાંતિ મળશે. સ્વજનો અને મિત્રોની મદદ મળી રહેશે. અગત્યની ઓળખાણ ઊભી થશે. નોકરિયાત વર્ગને ચઢાવ-ઉતાર રહેશે. ઉપરી અધિકારીઓથી સારો લાભ મળી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): સપ્તાહ દરમિયાન વિઘ્નો દૂર થશે. ચિંતાનો બોજ દૂર થતો જણાશે. આવકના પ્રમાણમાં જાવક પણ રહેશે, જેથી સાચવીને ખર્ચ કરવો હિતાવહ રહેશે. નોકરી-ધંધા અંગે કોઈ સાનુકૂળ તક મેળવી શકશો. કુટુંબ સાથે સારો મનમેળ રહેશે. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ થશે. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ મળશે નહીં. સંતાનોની ચિંતા રહેશે. આરોગ્ય સાચવવું હિતાવહ રહેશે. આકસ્મિક ધનલાભની શક્યતા છે. પ્રવાસના યોગો રહેશે.
• મકર (ખ,જ)ઃ મનમાં અજંપો અને વ્યથા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સામાન્ય જણાશે. નોકરિયાત માટે આ સમયના યોગો સાનુકૂળ રહેશે. અટકેલા કામકાજનો ઉકેલ આવતો જણાશે. ઉપરી અધિકારીનો સહકાર સારો મળી રહેશે. મિલકતની સમસ્યા હશે તો ઉકેલાશે. મકાન-મિલકતના યોગો પણ બળવાન બનશે. વડીલો સાથે સારો મનમેળ રહેશે. અગત્યની મુલાકાતો થાય. સંતાનોનો સહકાર સારો મળી રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારા મહત્વના કામોમાં વિકાસની તકો ઊભી થશે, જેથી મનની ચિંતા દૂર થશે. નાણાંકીય પરિસ્થિતિ સારી રહેશે. ખર્ચ પર કાબૂ રાખવો પડે. નોકરી અને વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાય. વિરોધીઓના હાથ હેઠાં પડતાં જણાય. તંદુરસ્તી જાળવી શકશો. ગૃહજીવનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. સંતાન અંગેની સમસ્યાનો હલ મળશે. અવિવાહિતો માટે વિવાહના પ્રસંગો બળવાન બને. આરોગ્ય સારું રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મનમાં ચિંતા અને અશાંતિનો ભાર અનુભવાશે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. નાણાંકીય સ્થિતિ મધ્યમ રહેશે. આવક-જાવક સરખાં રહેશે. વ્યાપાર-ધંધામાં સારી પ્રગતિ થતી જોવા મળશે. જમીન-મકાનને લગતી સમસ્યાઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોને બદલી કે બઢતીના પ્રસંગો બળવાન બને. વિરોધીઓથી બચતા રહેજો. પ્રવાસની યોજના સાકાર થાય, પરંતુ વિલંબ બાદ. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter