તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૧થી ૨૨ ઓક્ટોબર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th October 2021 08:23 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં માનસિક ટેન્શન ઓછું થતું જણાશે. સારી તક અને સારા સમાચાર મળે. કામકાજો આડેના અવરોધો દૂર થાય. આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરિયાત વર્ગને ટેન્શન દૂર થશે. જોકે, સહકર્મચારીથી સાચવવું હિતાવહ રહેશે. વિવાહની વાતચીતોમાં સફળતાની શક્યતા રહેશે. પ્રવાસ-પર્યટન થાય. કૌટુંબિક મિલકતથી લાભ થાય. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે. ધંધાકીય વિકાસ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ચિંતા દૂર થાય. આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ મહેનત કરવી પડશે. મકાન-મિલકતની પરિસ્થિતિ યથાવત્ રહેશે. ધીરજના ફળ મીઠાં સમજીને આગળ વધવું. આળસ કરવાથી નુકસાન થવાની શક્યતા રહેશે. સંપત્તિની વૃદ્ધિ થશે. વેપારી વર્ગને સારી સફળતા મળશે. આરોગ્ય બાબતે કાળજી રાખવી. કોર્ટ-કચેરીના નિર્ણયો મહત્ત્વના જણાશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. નાણાકીય સુખાકારી સારી રહેશે. ધંધાકીય સમસ્યાનો ઉકેલ આવશે. કૌટુંબિક સહકાર સારો રહેશે. અગત્યના કાર્યોમાં સફળતા મળશે. સારા પ્રસંગો માણી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના યોગો બળવાન છે. વિદ્યાર્થી માટે સાનુકૂળતા જણાશે. વડીલોની મદદ મળી રહેશે. સંતાનો થકી સારો સહયોગ મળશે. વાહન તેમજ પ્રોપર્ટી લઈ શકાશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહનો પ્રારંભ શુભ ઘટનાઓ સાથે થશે. આર્થિક રીતે પણ લાભદાયી સમય. મિત્રોથી સાવધાની રાખવી. ઉતાવળિયા સાહસથી દૂર રહેવું. નોકરિયાત વર્ગ માટે લાભદાયી તક. કૌટુંબિક ખર્ચમાં વધારો થાય. મકાન-મિલકતના કામકાજો માટે સારી તક મળે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આનંદદાયક સપ્તાહ રહેશે. સંતાનોની ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં વ્યર્થ ચિંતાઓ કરીને મનની શાંતિ ગુમાવશો નહીં. કૌટુંબિક સંપત્તિને કારણે મનદુઃખના પ્રસંગો જણાશે. મિત્રોનો સહકાર મળશે. નોકરીના પ્રશ્નો ઉકેલાશે. સામાજિક બાબતોમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડદેવડ જોઈજાળવીને કરવી. આરોગ્યની કાળજી લેવી. મકાનની લે-વેચના કામોમાં સફળતા મળવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગને બદલીની શક્યતા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ મૂંઝવણોનો ઉકેલ મળતો જણાય. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાતાં માનસિક બોજો હળવો થશે. ધંધાકીય ક્ષેત્રે લાભ રહેશે. મહત્ત્વની વ્યક્તિનો સારો સહકાર મળી રહેશે. નોકરિયાત વર્ગ માટે સમય સારો છે. મકાન-મિલકતના કામકાજો માટે જોઈતી તકો મળશે. કૌટુંબિક કાર્ય પાર પડે. સંતાનોની તબિયતની ચિંતા રહેશે. મિત્રોથી સારો સહકાર મળશે. યાત્રા-પ્રવાસ લાભદાયી નીવડે.
• તુલા (ર,ત)ઃ ધાર્યું કામ પાર પડતાં મન પ્રફુલ્લિત રહેશે. માનસિક ચિંતાઓનો ભાર હળવો થાય. નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે. ખર્ચના પ્રસંગોને કાબૂમાં રાખજો. વિશ્વાસઘાતના યોગો બળવાન બને. મકાન-મિલકતના કાર્યોમાં સફળતા મળશે. ટૂંકા પ્રવાસ થાય. ધંધા-વ્યાપારના ક્ષેત્રના કાર્યોમાં અવરોધ આવે. ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું. આરોગ્ય અંગે કાળજી રાખવી.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં નાણાકીય પ્રશ્નો ઉકેલાશે. કૌટુંબિક વિવાદોનો અંત આવશે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારો સમય રહેશે. સંતાનોના પ્રશ્નો માટે ધીરજ રાખવી પડશે. લગ્નજીવનને લગતા પ્રશ્નો સરળ બનશે. પરદેશ જવા માટે ધીરજ રાખવી જરૂરી બને. મિત્રોથી સારો સહકાર મળશે. વૈવાહિકો માટે શુભ સમય કહી શકાય. આર્થિક સુખ સારું રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સમયમાં માનસિક સ્વસ્થતા જાળવવી જરૂરી. આવકનો નવો માર્ગ શોધી શકશો. આવકના પ્રમાણ સામે ખર્ચ રહેશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડે. ધંધાકીય ક્ષેત્રે મુશ્કેલીઓ દૂર થવાની શક્યતા રહેશે. કુટુંબના સભ્યોનો સહકાર સારો મળશે. સારા પ્રસંગો માણી શકશો. વિરોધીઓ ફાવશે નહીં. ગૃહજીવનમાં એકંદરે પરિસ્થિતિ ઠીક ઠીક રહેશે. પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહમાં નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ રાખવાની સારી સફળતા મળી શકશે. નોકરિયાતને કામકાજનો બોજ વધતો જોવા મળશે. વેપાર-ધંધામાં વિલંબથી કાર્ય સફળ થાય. મિત્રોથી મતભેદ વધવાના યોગ બળવાન બને. સરકારી કામકાજમાં અવરોધ આવશે. માનસિક બોજ દૂર થશે. જોકે, સંતાનોની ચિંતા રહેશે. કુટુંબનો સાથસહકાર મળી શકશે. પ્રવાસ-પર્યટનના યોગો બળવાન બનશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન અગત્યના કાર્યોનો ભાર હળવો થાય. નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે. ગૃહજીવનમાં સાનુકૂળતા રહે. તબિયત અંગે કાળજી રાખવી. સંતાનપ્રાપ્તિના યોગો બળવાન બનશે. મહત્ત્વના સંબંધોથી લાભ થાય. સંયુક્ત મિલકત વિશે ચિંતા વધે. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી ધાર્યું પરિણામ ન મળે. વિદ્યાર્થીઓને માટે સારો સમય છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં બેચેની અને ઉદાસીનતાનો અનુભવ થાય. નાણાકીય રીતે તકલીફ વધતી જણાય. સમયની રૂખ જોઈને કામગીરી કરવી. ઉપરી અને સહકર્મચારીઓનો સાથસહકાર સારો મળશે. નવી મુલાકાતથી લાભ થશે. વ્યવસાય ક્ષેત્રે થોડો ઉતાર-ચઢાવ આવશે. સંપત્તિના પ્રશ્નો યથાવત્ રહેશે. ખરીદ-વેચાણના કામમાં સફળતા મળે. નોકરિયાત માટે આ સમય પ્રગતિસૂચક નીવડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter