તા. ૧૬ માર્ચ થી ૨૨ માર્ચ ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 15th March 2019 10:22 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ કોઈ અગત્યના પ્રશ્નના ઉકેલ મળતાં ઉમંગ-ઉત્સાહ વધશે. લાંબા સમયથી અટવાયેલા કામોનો નિકાલ આવશે. આર્થિક દૃષ્ટિએ સમય સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મોકળો થશે. વેપાર-ધંધામાં તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. વ્યાવસાયિક દૃષ્ટિએ આ સમય ઘણો સારો છે. આશાસ્પદ વિકાસ શરૂ થશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જાગશે. આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો માટે નાણાં ઊભા કરી શકશો. નોકરિયાતોને મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ મળી આવશે. કોઇ મુદ્દે બાજી બગડી હશે તો સુધારી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરશો તો નિશ્ચિતપણે સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આગળ વધો અને વિજય મેળવો. આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થાય. નાણાંકીય સમસ્યાને ઉકેલી શકશો. એકાદ-બે સારા લાભ પણ મળે. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિ જણાય. વિરોધીઓ ખુલ્લા પડતાં જણાય. વેપાર-ધંધામાં નવીન તક મળશે. સંપત્તિ-મકાન-જમીન બાબત માનસિક ચિંતામાં વધારો. ધાર્યા પ્રમાણે કામ પાર પડે નહીં.

કર્ક (ડ,હ)ઃ માનસિક બળ જાળવી રાખવું જરૂરી છે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા મળે નહીં. વિપરીત સંજોગો જણાય તો પણ પોતાનું કાર્ય આ આગળ ધપાવવા પ્રયત્નશીલ રહેશો. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. લાંબા સમયથી અટવાયેલા લાભની આશા ફળી શકે છે. એકંદરે આર્થિક ચિંતા બોજો હળવો થાય. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક ઉમંગ-ઉત્સાહ જાળવી રાખવા પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા તો નહિ મળે ઊલટાની નિષ્ફળતા જોવી પડશે. ભલે વિપરીત સંજોગો દેખાય. ચિંતા કરશો નહીં. તમારી આવક અને જાવક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. લાંબા સમયથી અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડશે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય અને વિરોધીઓ - પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે. મકાન-સંપત્તિ સંબંધિત કામકાજ માટે હજી ખાસ સાનુકૂળતા જણાતી નથી.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો કે વ્યથા અનુભવતા મનને સક્રિય રાખવું જરૂરી છે. આમ થશે તો જ તમે વધુ નિરાશામાંથી ઊગરી શકશો. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. ચૂકવણીઓની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્ન કરશો તો પરત મળવાની થોડીક સંભાવના છે. નોકિરયાતને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી બહાર નીકળશો. બદલી યોગ પણ જણાય છે. ધંધા-વેપારની વૃદ્ધિ-વિકાસના પગલાં, આયોજનો માટે આ સમય ઉપકારક છે મકાન ખરીદવેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂરથશે. મકાન બદલવાની ઇચ્છા સાકાર થાય.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તાણ વધે. અંગત તથા સાંસારિક પ્રશ્નોથી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતા જણાય. આ સમયમાં તમારી રચનાત્મક આવૃત્તિઓનો વિકાસ થશે. નાણાંકીય બાબતોમાં વધુ પ્રયત્ને સફળતા મળે. લોન-કરજરૂપે આવક ઊભી થાય. મિત્રોની મદદ મેળવી શકશો. નોકરી સંબંધિત કામકાજ માટે સમય શુભ નથી. જવાબદારીનો બોજ સૂચવે છે. માનસિક વ્યથા વિષાદ વધશે. પ્રતિકૂળ સંજોગો જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે ખર્ચ પર કાપ મૂકવો. તમારી આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ ન થાય. મકાન-મિલકત અંગે સમય સાનુકૂળ બનશે. લગ્નવાંચ્છુઓને વિવાહ સંબંધિત વાતચીતો ફળશે. કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો. સ્વજનો સહકારરૂપ બનશે. વિવાદો શમી જશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઉદાસીનું મોજું ઘેરી વળે. નાણાંકીય સંજોગો સુધરવામાં સમય લાગશે. તેથી કોઇ પણ ક્ષેત્રે સમજી-વિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. બચત થવાના યોગ નથી. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તનના યોગ છે. વિરોધીઓના કારણે થોડીક પ્રતિકૂળતા જણાય. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે.

મકર (ખ,જ)ઃ પૂર્વનિર્ધારિત આયોજનમાં તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નો આવશે તો પણ દૂર કરી શકશો. માનસિક ચિંતાઓ પણ ધીમે ધીમે હળવી થાય. અહીં જરૂરિયાત પૂરતી આવક થશે અને આર્થિક ભીંસ છતાંય તમારું કોઇ કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારશો નહીં. નોકરીના ક્ષેત્રે પરિવર્તન માટે હજુ યોગ્ય સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. ભાગીદારો સાથેના મતભેદો નિવારી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણીઓ સંબંધિત પ્રશ્નો આવશે. માનસિક ઉત્પાત વધે. મનના આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોજો. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા નાણાંભીડ વર્તાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણી ફસાય નહીં તે જોવું રહ્યું. જવાબદારીઓ ન વધારશો. નોકરિયાતોને અંતરાયો હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા, પ્રગતિ સાંપડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં કામકાજો આગળ વધતા અટકશે. ઉતાવળિયો અભિગમ ટાળજો, નહીં તો વધુને વધુ ગૂંચવાતા જશો. આર્થિક બાબતોમાં કાળજી લેવી જરૂરી છે. આવક-જાવકના બન્ને પાસાઓની ગણતરી કરીને આવશ્યક ખર્ચ કરશો તો જ રાહત રહે. નોકરિયાતોને ઉપરીનો સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ સર્જાશે. ધંધાકીય યોજનાઓમાં અવરોધ હશે તો દૂર થતો જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter