મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો ઊભા થતાં તે આપને વિકાસ તરફ દોરી જાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભવિષ્ય માટે લાભદાયક જણાય. સ્નેહી-સ્વજનોથી મિલન થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. પ્રસન્નતા જણાય. આર્થિક જવાબદારી અને અગત્યની લેવડ-દેવડના કામકાજો માટે સમય સાનુકૂળ રહેશે. નવા સંબંધોથી લાભ મળે. ફસાયેલા નાણાં મેળવવાના પ્રયત્નો ચાલુ રાખશો. નોકરિયાત વર્ગ માટે પણ સારો સમય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક સ્વસ્થતા રહેશે. સર્જનાત્મક કામગીરી હાથ ધરી શકાશે. નિરાશાના વાદળો વિખેરાતા લાગશે. આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચા કરવા હિતાવહ રહેશે. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાત માટે સફળતા અને પ્રગતિની તકો ઊભી થતી જણાય. ધંધાકીય મુશ્કેલી દૂર થતી જોવા મળશે. અનેક લાભદાયક તક ઊભી થતી જણાય. દામ્પત્યજીવન માટે સમય સાનુકૂળ રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. મનોકામનાની પૂર્તિ માટે હવે સંજોગો સુધરતા જણાશે. નવીન આશાઓ જન્મશે. કોઈ સાનુકૂળ વિકાસની તક તથા કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ શોધી લેશો. નોકરિયાત વર્ગ માટે થોડો સમય કપરો રહેશે. જોકે મહેનત અને પ્રયત્નોના કારણે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે.
કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક યોજનાથી કામગીરીમાં સફળતા મેળવી શકશો. ધારેલા કાર્યોને પાર પાડવા માટે સમય સાનુકૂળ રહેશે. આવક તથા જાવક બંને સમાન રહેશે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ રહેશે. તેમના અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકશે. ઉપરી અધિકારીઓના સહકાર દ્વારા પ્રગતિ હાંસલ થઇ શકે. વેપારી વર્ગ માટે પણ સફળતા અને વિકાસનો સમય છે.
સિંહ (મ,ટ)ઃ આ સમય માનસિક શાંતિનો નહિ, પરંતુ સ્વસ્થતા અને ઉત્સાહનો અનુભવ જરૂર કરાવી જાય. નવીન કાર્યરચનાનો પ્રારંભ કરી શકશો. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, જેથી જોઈ - જાળવીને ખર્ચ કરવા. જવાબદારીના પ્રસંગો ઊભા થશે. નોકરિયાત વર્ગ માટે સમય યથાવત્ રહેશે. કોઈ પણ જાતની કામગીરી જોઈ-જાળવીને કરવી. વેપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં જણાતી સમસ્યાનો નિરાકરણ લાવવા સમય સાનુકૂળ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ સરકારી કોર્ટ-કચેરીના પ્રશ્નનો ઉકેલ આવતો જણાય. અંગત મૂંઝવણમાંથી પણ હવે રાહત મળે. નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાઓ રહે. ધાર્યા લાભ મેળવવા માટે હજી થોડો સમય રાહ જોવી પડે. નોકરિયાત વર્ગ માટે થોડો કપરો સમય જણાય, લાગણી-સ્વમાન દુભાવવાના પ્રસંગો આવે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં હજી ધીરજ રાખીને કાર્ય કરવું જરૂરી છે. દામ્પત્યજીવનમાં થોડો ઉચાટ અનુભવાય.
તુલા (ર,ત)ઃ આ સમયમાં આનંદ અને ઉલ્લાસના પ્રસંગો વધશે. તકનો લાભ ઉઠાવી લેશો. લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નો હલ થતાં જોવા મળશે. નાણાકીય ક્ષેત્રમાં પણ જો કોઈ મૂંઝવણ હશે તેનો સારો ઉકેલ આવી શકશે. આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ થાય. કૌટુંબિક કાર્યો અને જવાબદારીનો ભાર વધશે. નોકરિયાત માટે પ્રગતિની તકો ઊભી થાય. વેપાર-ધંધાના ક્ષેત્રમાં સારી તકો ઊભી થાય, પરંતુ ખૂબ મહેનત અને ધીરજ દ્વારા કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય સરકારી અને કોર્ટ-કચેરીના કાર્યો માટે સાનુકૂળ જણાય. લાંબા સમયથી અટવાયેલા કાર્યોનો ઉકેલ આવતો જણાય. માનસિક શાંતિ અનુભવી શકાય. નાણાકીય મુશ્કેલીઓનો પણ ઉકેલ આવશે. છતાં ખર્ચાઓનું પ્રમાણ ઓછું રાખવું. આરોગ્ય બાબતે થોડી ચિંતાઓ રખાવશે. નોકરિયાત વર્ગને પણ જોઈ-જાળવીને નિર્ણયો લેવા હિતાવહ રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રોમાં અવરોધો આવશે. ગૃહાદિક જીવનમાં સાનુકૂળ વાતાવરણ રાખવું. જીવનસાથીના આરોગ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક સ્વસ્થતા હળવી થાય. ચિંતાઓ અને બોજો દૂર થાય. પુરુષાર્થ અને મહેનત દ્વારા સાનુકૂળ કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. આ સમય નાણાકીય દૃષ્ટિએ બેલેન્સ જાળવી રાખવું. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ રહેશે. જેથી જોઈ-જાળવીને આગળ વધવું. નોકરી અને વેપાર-ધંધાના ક્ષેત્રમાં સમય યથાવત્ રહેશે. નહીં નફો નહીં નુકસાન રાખીને કાર્ય આગળ વધવું હિતાવહ રહેશે. હમણાં ફક્ત કામકાજ આગળ વધારવું.
મકર (ખ,જ)ઃ આ સમય કારણ વિનાની ચિંતાઓને કારણે મનને થોડું અસ્વસ્થ કરી મૂકશે. અકળામણ-બેચેની વધતી જણાય. પરિણામે માનસિક તાણના ભોગ બનવું પડે. નાણાકીય કાર્યો માટે આ સમયમાં બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે. વધુ ખર્ચના પ્રસંગો ઊભા ના થાય એની કાળજી રાખવી. નોકરિયાત વર્ગને ઉતાવળા નિર્ણય ન લેવા. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ થોડી કાળજી રાખવી. કોઈ મોટા નિર્ણયો હમણાં લેવા નહીં. ગૃહસ્થજીવન સાનુકૂળ રહેશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ અંગત બાબતોને કારણે અજંપો-વ્યથાનો અનુભવ કરાવે. જોકે આપના મનને સક્રિય રાખશો તો આ પરિસ્થિતિનો સામનો કરવો આસાન થઈ રહેશે. આયોજન સાથે કામગીરી કરશો તો નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. નોકરી અને વેપાર-ધંધાના ક્ષેત્રમાં આ સમયમાં પ્રગતિ અને સફળતા માટેના પ્રસંગો બની રહેશે. દામ્પત્યજીવન સુખી રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આર્થિક અને પ્રગતિની દૃષ્ટિએ આ સમયમાં આશાવાદી તકો પ્રાપ્ત થતી જણાય. કૌટુંબિક શાંતિ જળવાઈ રહે. આ સમયમાં યાત્રા-પ્રવાસ વગેરેમાં પ્રતિકૂળતા રહે. સ્વજનો અને મિત્રોની મદદ દ્વારા માનસિક શાંતિ અનુભવાય. નવા કામકાજ માટે સમય સારો છે. નોકરીના ક્ષેત્રમાં નવી તકો ઊભી થાય. વેપાર-ધંધાના કાર્યો માટે પણ સમય સાનુકૂળ રહેશે. એકંદરે વિકાસ અને સફળતા પ્રાપ્ત કરી શકાય.