તા. ૧૭ જૂન થી ૨૩ જૂન ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 17th June 2017 08:17 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારો સમય સાનુકૂળ ન લાગવા છતાંય આ સપ્તાહ એકંદરે સફળ નીવડે. જવાબદારી પાર પડતી જણાય. કોઈના સહકાર કે મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. નાણાંકીય અવરોધમાંથી માર્ગ મેળવશો. તમારી મૂંઝવણ યા ચિંતાઓ ઉકેલી શકશો. ખર્ચ કરતાં આવક વિશેષ જણાશે. નોકરિયાતને પ્રગતિના માર્ગમાં વિઘ્ન હશે તો દૂર થાય. ધંધા-વેપારના કામકાજ માટે વિકાસકારક તકો મળશે. નવીન કોલ-કરારો થાય. અવગડોમાંથી માર્ગ મેળવી શકશો. જમીન-મિલકતના કામકાજમાં અવરોધ ઊભા થાય. ગૃહજીવનમાં વિસંવાદિતા હશે તો ધીમે ધીમે વાતાવરણ સુધરે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળામાં તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. નાણાકીય દૃષ્ટિએ આ સપ્તાહમાં આવક કરતાં જાવક વધતી જણાશે. તેથી સાચવીને ખર્ચ કરશો. નોકરી-ધંધા અંગે તમે અનુકૂળ તક મેળવી શકશો. નોકરીનું પરિવર્તન કરવું હોય તો યોગ્ય સમય છે. વેપારી વર્ગને વેપારમાં આગેકૂચ થશે. પ્રતિસ્પર્ધીઓના દાવપેચથી બચતા રહેજો. મકાન-જમીનના કામકાજમાં હજુ ખાસ પ્રગતિ જણાય નહીં. કોઈને કોઈ સમસ્યા મૂંઝવણમાં રાખશે. દામ્પત્યજીવનની સમસ્યાનો ઉકેલ મળે. કોર્ટ-કચેરીના કામથી વિલંબ જણાય. સંતાનોના કામ ધીમી ગતિએ આગળ વધશે. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ ન મળતાં નિરાશા જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક અજંપો યા બેચેનીનો અનુભવ થશે. ખોટી ચિંતા વર્તાશે. તબિયતથી સાચવજો. પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ મેળવવામાં વિઘ્ન જણાય. આ સમયગાળામાં આર્થિક રીતે મિશ્ર સંજોગો છે. આવક કરતાં જાવકનું પલ્લું ભારે રહેશે. કોઈના વિશ્વાસે વહાણ હાંકવું નહીં. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે. વિવાદને કુનેહથી ટાળજો. સહકર્મચારી સાથેના સંબંધો જળવાય. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવું રહ્યું. મકાન-જમીનને લગતી સમસ્યાઓ વધુ ગૂંચવાતી જણાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કોઈ માનસિક ઉચાટ યા અકળામણ અનુભવશો. કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચાર છોડી દેવા જરૂરી છે. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધી શકે છે. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયાસે કાર્ય સફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. મકાન-મિલકત, જમીન સંબંધિત ગૂંચવાયેલા કામકાજો ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ અન્ય સાથે ઘર્ષણો ન જાગે તે જોજો. નાણાંકીય પરેશાની હજી ખાસ દૂર થાય તેમ નથી. તમારી પરિસ્થિતિ કટોકટીરૂપ બનતી લાગે. આવક વધતાં આર્થિક જવાબદારીનો બોજો ઘટશે. નોકરિયાતોને કાર્યભાર વધશે. ઇચ્છિત સફળતા મેળવવામાં હજુ અવરોધ જણાશે. વેપારી વર્ગને થોડીક સુધારાજનક પરિસ્થિતિ જોવા મળશે. સ્થાવર મિલકતના પ્રશ્નો માટે ગ્રહયોગો સાનુકૂળ છે. સંપત્તિ અંગેની કામગીરીમાં પ્રગતિ જણાય. દામ્પત્યજીવનના વિવાદ ટાળજો. મહત્ત્વના કૌટુંબિક કામો પાર પાડી શકશો. વડીલોનો સહયોગ મળી રહે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનની મુરાદ બર ન આવતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવાશે. માર્ગ આડેના અવરોધો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાય. આ સમયગાળામાં આવકવૃદ્ધિ થતાં યા કોઈ જૂનો લાભ મળતા રાહત આપતો પુરવાર થાય. તમારા માથેના ખર્ચાની ચૂકવણીની જોગવાઇ ઊભી થવાની આશા રહે છે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય અને વિરોધીઓ દુર થતાં લાગે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકતના કામકાજમાં સાનુકૂળતા વધે. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાતા જણાય. આત્મબળમાં વધારો થાય.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ લાભદાયી પરિવર્તન આપનારું બની રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. ધંધાકીય કામકાજમાં સરળતા જોવાય. આવકમાં સંતોષ રહે. તબિયત અંગે બેદરકારી દાખવવી નહિ. કાર્યોમાં નિયમિતતા જાળવવી જરૂરી છે. ધીરજ અને કુનેહથી કાર્યો કરવાથી સફળતા મળશે. શેરસટ્ટામાં પૈસા રોકવાનું ટાળજો. જમીન-મકાન અને વાહનના પ્રશ્નોમાં ધીરજ રાખવી. વડીલોના પ્રશ્નોમાં અવરોધ આવશે. યાત્રા-પ્રવાસમાં અવરોધ આવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આપસાસનો માહોલ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળા નિર્ણયો લેતાં પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. મકાન-મિલકતની લે-વેચના કામ પતાવી શકશો. બાપદાદાની કૌટુંબિક મિલકતોને લગતા વિવાદો ઉકેલાશે. વ્યસનોથી કાળજી રાખવી હિતાવહ રહે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ પ્રગતિના માર્ગ ઉપર આગેકૂચ કરી શકશો. તમારા ચિંતાના વાદળો દૂર થતા જણાય. અગત્યની તકનો લાભ ઉઠાવી લેજો. માનસિક પ્રસન્નતા અનુભવાય. ઉત્સાહપ્રેરક પ્રસંગ બનશે. આ સમયગાળામાં આર્થિક મુંઝવણનો ઉપાય મેળવી શકશો. આ અંગે આવશ્યક મદદ કે સહાયથી પરિસ્થિતિને સાચવી શકશો. લાભની આશા ફળે. માર્ગ વચ્ચેના વિઘ્નોને પાર કરી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય મધ્યમ જણાય છે. આ અંગેના પ્રશ્નોમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. જમીન-મકાનના પ્રશ્નો યથાવત્ રહેવાથી ચિંતા જણાય. દામ્પત્યજીવનમં કલહ-કંકાસના બનાવો બને.

મકર (ખ,જ)ઃ ઘણા અણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ મળશે. નવીન તકો પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઇ જશે. જોકે આ મૂંઝવણ ધીમે ધીમે દૂર થશે. નોકરિયાત માટે હવે વાતાવરણ સાનુકૂળ બનતું જણાશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થતાં લાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. નવા પરિચયો બંધાશે, જે ઉપયોગી બનશે. મકાન-મિલકતના પ્રશ્નો ચિંતા કરાવશે. મિત્ર કે સ્વજનની મદદ ઉપયોગી બનશે. વ્યવસાય અંગે આગળ વધવાના ચાન્સ મળશે. ધાર્મિક, સામાજિક લાભ બળ અપાવશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા મહત્ત્વના આયોજનોમાં અણધારી સહાયો મળતાં ઇચ્છિત પરિણામ આવતા જણાશે. જોકે ખર્ચ અને વ્યયનું પ્રમાણ વધશે, જેના કારણે નાણાંભીડનો અનુભવ થશે. તમે કોઈ જોખમ ઉઠાવીને નાણાંનું રોકાણ કરતાં નહીં. નોકિરયાત આંતરિક ખટપટના કારણે પ્રતિકૂળ પરિસ્થતિ અનુભવતો હશે તો તેમાંથી બહાર નીકળી શકશે. ધંધાકીય ક્ષેત્રે તમારા સંજોગો સાનુકૂળ બનશે. સફળતા અને લાભના યોગ છે. સંતાનોના પ્રશ્નો અંગે માનસિક ભારણ રહે. આરોગ્ય સાધારણ નરમગરમ રહેશે. દામ્પત્યજીવનમાં મતભેદ ટાળીને વાતાવરણ શાંત બનાવી શકશો. કુટુંબની મદદ મળી રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારો આત્મવિશ્વાસ ગુમાવી બેસશો તો ધારી સફળતા વિલંબમાં પડશે. ભલે વિપરીત સંજોગો સર્જાય, જરા પણ ચિંતા કરશો નહીં. તમારી આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. અહીં ન ધારેલા ખર્ચ પણ થશે. વળી કેટલીક લેણી રકમો પણ મળે. શેરસટ્ટામાંથી લાભની આશા રાખશો નહીં, તેમાં હાનિ થશે. નોકરી-ધંધામાં આ સમય એકંદરે સખત મહેનત માગી લેતો જણાશે. તમારી અપેક્ષાઓ ફળશે. વ્યવસાયના ક્ષેત્રે થોડીક ચિંતા ઓછી થાય. ધારેલા કાર્યો માટે અવરોધ જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter