તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૬ થી ૨૩ ડિસેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 14th December 2016 07:55 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહનો શુભારંભ શુભ સમાચારની પ્રાપ્તિ કરાવશે. અત્યાર સુધી મનમાં સંઘરી રાખેલ વ્યથા આ સમયમાં દૂર થશે. અંગત પરિજનોની હૂંફ અને પ્રેરણા તમારા કાર્યોમાં પ્રગતિ કરાવશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરશે. વહેવાર સચવાશે. વ્યાવસાયિક કામકાજમાં થોડીક તેજી આવશે. નોકરીમાં વધુ રાહત રહશે. આત્મબળ ટકી રહેશે. નવા સોદા કરવા માટે તેમજ નવી ખરીદી ખરીદી માટે થોભી જવાની જરૂર છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ નવા પ્રવાસની તૈયારીઓ સાથે અધૂરા રહેલા કામોને પૂર્ણ કરવાની મનોકામના પૂર્ણ થશે. શારીરિક બાબતો સંબંધિત ચિંતા હલ થતી જોવા મળશે. નવીન ખરીદીમાં બેલેન્સની પણ કાળજી રાખવી પડશે. વધુ પડતું દેવું ન થાય તે જોવું જરૂરી રહેશે. ધર્મલાભ સાંપડશે. માંગલિક અને સામાજિક પ્રસંગોને લઈને દોડધામ વધશે. સંતાન અંગેના પ્રશ્નોના ઉકેલમાં સહાયતા મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મળતી તકોનો સદ્ઉપયોગ કરી લેશો તો લાભમાં રહેશો. અનેક મુશ્કેલીઓ બાદ મળતી સફળતાનો અનુભવ આ સમયમાં થશે. અટકેલા કામોનો ઉકેલ મળશે. સ્વજનો તરફથી સ્નેહભાવ વધશે. ધંધાકીય બાબતોમાં પડેલી ગૂંચવણ ઉકેલશે. ભાગીદારીમાં રાહત રહેશે. નાણાંભીડ ઓછી થાય. લેણા નાણાં પરત મેળવવાના પ્રયાસો ફળશે. વડીલો તરફથી સહાનુભૂતિ વધશે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે શેરસટ્ટા અથવા લોટરીમાં વધુ પૈસા ન બગાડો તે હિતાવહ છે. નાણાકીય ખેંચ તમને મૂશ્કેલીમાં ન મૂકે એ જોવું જરૂરી રહેશે. લગ્ન સહિતના માંગલિક પ્રસંગોના વહેવારો માટે દોડધામ વધશે. નવીન ચીજવસ્તુની ખરીદી તથા ઇચ્છીત વસ્તુ વસાવવા પાછળ ખર્ચ થશે. સંતાન માટે સમય આપવો પડશે. દામ્પત્યજીવનમાં કડવાશ ઓછી થઈ જીવનરૂપી બાગમાં પુષ્પો ખીલશે.

સિંહ (મ,ટ)ઃ નાણાકીય ભીડ ઓછી થશે. આર્થિક વ્યવહારો સચવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. મિલકત બાબતના પ્રશ્નોનો ગૂંચવાડો ક્રમશઃ ઓછો થાય. લગ્ન-વૈવાહિક બાબતોની અટકેલી વાતો આગળ ધપશે. ક્રમશઃ પ્રગતિ દેખાય. દુકાન-મકાનમાં રિનોવેશન, રિપેરીંગ કરાવવાની બાબતોએ નિર્ણય લેવાય. વાહનની ખરીદી માટે પણ ચક્રો ગતિમાન થાય. સંતાનો તરફથી હૂંફ મળશે. નોકરીમાં શાંતિ જળવાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ નવો વહેપાર શરૂ કરતાં અડચણોનો સામનો કરવો પડશે. નોકરીમાં પણ મન ઊંચુ થાય. જોડીદારો સાથે ચડભડ ન થાય તેની કાળજી રાખવી પડશે. કૌટુંબિક તથા સામાજિક કામગીરીથી ખર્ચ થાય. સંતો-મહાપુરુષોનું મિલન માનસિક શાંતિનો અનુભવો કરાવશે. નોકરીની બાબતે થોડીક ચિંતા વધશે. આમ છતાં આત્મબળથી પ્રશ્નો ઉકેલી શકશો. મિત્રો-સ્વજનોનો સહયોગ વધશે. ઇચ્છિત ફળ મળશે.

તુલા (ર,ત)ઃ અનુભવી અને વડીલોની સલાહથી તમારા ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશો. નાણાકીય મુશ્કેલી હવે ઓછી થતી જણાશે. પ્રવાસમાં થયેલી ઓળખાણનો લાભ આ સપ્તાહમાં ઉઠાવી શકશો. નવા ધંધામાં મૂડીરોકાણ કરવાની યોજના સફળ થાય. શેર તથા લોટરીમાં ધ્યાન રાખશો. નવી ખરીદીમાં જોઈજાળવીને કામગીરી કરવી પડશે. મકાન તથા લાગણી મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિમાં ચઢાવઉતાર આવશે. લેવાદેવા વિના દેવાદાર ન થઇ જાવ તેનું ધ્યાન રાખશો. સરકારી અને વેપારી કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્વજનો તથા મિત્રો તરફથી માનસિક અવરોધો વધતા જણાય. ખોટા વાદવિવાદ અને ટાપસી પુરવામાં કાળજી રાખવી જરૂરી રહેશે. બીજાના દોરવાઈ જઈને નિર્ણય લેતાં પહેલાં ધ્યાન રાખશો. મહત્ત્વના નિર્ણય લેતા પહેલા બે વખત ચકાસણી કરવી જરૂરી છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નાણાકીય રીતે આ સપ્તાહમાં લાભની અને સરળતાની આશાઓ ફળીભૂત થશે. બાકી નાણાં પરત મળવામાં પણ તમોને રાહત થતી જણાય. તમારા મનમાં રહેલી ગૂંચવણોનો જવાબ મળશે. ભાઈ-બહેનો તથા વડીલો તરફથી સ્નેહભાવ આત્મીયતા વધશે. અબોલા હશે તો તેનું નિરાકારણ આવશે. ધાર્મિક તથા માંગલિક પ્રસંગોમાં તમારી આવન-જાવન ફળ આપી જાય. લીધેલા કાર્યો પૂરા થાય. કુંવારાઓ માટે આ સમય નવીન મુલાકાતો ગોઠવાય.

મકર (ખ,જ)ઃ ધંધાકીય રીતે આ સપ્તાહમાં તમારી અનુકૂળતા વધશે. ફસાયેલાં નાણાં અને મિલકત મુક્ત થતાં રાહત અનુભવશો. વાહનખરીદી માટેની તમારી યોજનાઓને સફળતા મળે. ઉચ્ચ અધિકારીઓ તરફથી રાહત રહેશે. નોકરીમાં સાનુકૂળતા વધતી જણાય. સંતાન અંગેના પ્રશ્નોનું માર્ગદર્શન મળશે. દામ્પત્યજીવનમાં અનેરી સુવાસ પ્રસરશે. નોકરીમાં પણ માન-પાન મળશે અને કામની કદર થશે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં ક્રમશઃ પ્રગતિ અને ઇચ્છિત સફળતાઓ મેળવી શકશો. સંતાનના પ્રશ્નોમાં વધુ ધ્યાન આપવું હિતાવહ રહેશે. ધંધાકીય ક્ષેત્રે આપને તેજી જોવા મળશે. અહીં કરેલા રોકાણોનું વળતર મળશે. શુભ પ્રસંગોને લઈ તમારે સમય ફાળવવાની ફરજ પડશે. સંતાન સુખની ઇચ્છાઓ ફળીભૂત થતી જોવા મળશે. સાધુ-સંતોની મુલાકાત લાભદાયી બનશે. દેવમંદિરો તથા દેવળોની મુલાકાત શાંતિ બક્ષીને ટેન્શનમુક્ત કરાવશે.

મીન (દ,ચ,છ,ઝ)ઃ સપ્તાહના શુભારંભ સાથે જ કામકાજનો બોજ વધશે. મિત્રો અને પરિવાર તરફથી જવાબદારી સ્વીકારવી પડશે, અને નિભાવવી પડશે. નાણાકીય ખેંચ ઊભી થતાં આર્થિક આયોજન કરવું પડશે. નવા યાત્રા-પ્રવાસ માટે ઇચ્છાઓ પ્રબળ બને. નવી ઓળખાણો મદદરૂપ બનશે. સરકારી કાર્યમાં અટકેલી કામગીરીમાં વેગ આવે. પ્રીતિપાત્રોની હુંફ વધશે. શારીરિક તંદુરસ્તીમાં કાળજી લેવી હિતાવહ છે. વડીલોની ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter