તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 14th September 2016 03:14 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં ચિંતાજનક પ્રસંગોથી મુક્ત બનશો. માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધુ આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ કથળે નહિ તે જોવું રહ્યું. ખર્ચાઓ પર કાબુ રાખજો. તમારી આવક વધારવાના પ્રયત્નો સફળ થશે નહિ. નોકરિયાત તેમની કામગીરીમાં યશમાન મેળવશે. જોકે કામકાજનો બોજો, જવાબદારી વધશે. વેપાર-ધંધામાં વિઘ્ન સંતોષીઓથી સાવધ રહેજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવકવૃદ્ધિ કે કોઈ જૂના લાભ મળતા આ સમય રાહતજનક પુરવાર થશે. નવા ખર્ચાઓ ઊભા થવાનું જોખમ છે. જોકે તમારા કામ પૂરતા નાણાં મળવાનો યોગ છે. શેર-સટ્ટાથી લાભ નહીં મળે તેથી લલચાશો નહીં. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. કાર્યભાર વધતાં અને તમારી લાગણીઓ છેડાતા થોડોક માનસિક સંઘર્ષ કરવો પડશે. આવેશની લાગણી પર કાબુ રાખજો.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહના ગ્રહયોગો દર્શાવે છે કે પૂર્વનિર્ધારિત યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા વધશે. આ સમય તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માગી લે તેવો છે. કૌટુંબિક તેમજ આરોગ્યના માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધે તેવા યોગ સૂચવે છે. નોકરિયાતને કામ કરવાની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે વિલંબથી કાર્ય થવાના યોગ છે. આરોગ્યની કાળજી લેવાની સલાહ છે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં ગ્રહયોગો સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતા જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમયે વિઘ્નરૂપ જણાય છે. તમારા કામકાજો હજુ સ્થગિત રહેતા લાગે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી પડે. ધંધાદારી વર્ગને સામા પવને ચાલતાં હોય તેમ જણાય. મકાન-સંપત્તિ સહિતની મિલકતો અંગેના પ્રશ્નનો નિવેડો આવશે.

સિંહ (મ,ટ)ઃ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં આ સમય વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ મળશે. જરૂરી પ્રસંગો વખતે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. અટવાયેલા નાણાં પરત મળે. શેર-સટ્ટા દ્વારા લાભ મળે નહિ. નોકરિયાતોને અંગત સમસ્યાઓનો ઉકેલનો માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠા પડશે. બદલી-બઢતી વગેરે સંબંધિત કામમાં પ્રગતિ થાય. વેપાર-ધંધાની કાર્યવાહીમાં વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું આયોજન અવ્યવસ્થિત ન બને તે જોવું રહ્યું. માનસિક દ્વિધાઓ અને અતિ કાર્યબોજના કારણે યોગ્ય સમયે યોગ્ય પગલું નહીં ભરી શકો. લાભ દૂર થતો જણાય. એકાગ્રતા અને એક જ લક્ષ રાખીને નિર્ણયનો ત્વરિત અમલ કરવાથી જ વિકાસ થશે. નાણાકીય સમસ્યા હળવી બનશે. ખર્ચ અને જવાબદારીઓ પૂરતા નાણાં ઊભા થાય. નોકરિયાતને બદલી કે સ્થળાંતરની સમસ્યાઓ ઘણા પ્રયાસે ઉકેલાશે. ઉપરી સાથે વાદવિવાદ ન વધે તે જોજો. વેપાર-ધંધામાં એકંદરે તમારા પ્રયાસો સફળ થતા જણાશે.

તુલા (ર,ત)ઃ મૂંઝવણની ભાવનાથી માનસિક બોજો વર્તાશે. ધીરજ દાખવી પડશે. અકળામણ વધશે. તમે આર્થિક લાભની આશા રાખી રહ્યા છો તે હજુ આ સમયમાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેર-સટ્ટાનો લાભ લેવા જતાં પસ્તાવું પડશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નો ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતીના કાર્યમાં સફળતા મળે. મકાન-મિલકતના કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનુકૂળતા મેળવશો.

વૃશ્ચિક (ન.ય.)ઃ માનસિક અશાંતિ અને ખોટી ચિંતાના ભારના કારણે સમય પ્રતિકૂળ જણાશે. શક્ય હોય ત્યાં સુધી વાદ-વિવાદથી દૂર રહેવું. નાણાંકીય બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ થાય નહિ. આર્થિક મુદ્દે ચિંતાઓ વધતી જણાશે. વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળ જણાય છે. મિત્રો, સ્નેહીઓ, પરિચિતો, ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા કરતાં લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગ સાનુકૂળ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓના કારણે મૂંઝવણ દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગ્રત રહેવું જરૂરી છે. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહિ. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળશે. કામકાજ પાર પડે. સારી તક મળશે. વેપારમાં ઉન્નતિ જણાય છે. વિરોધી-હરીફો પર વિજય મળે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ શુભ સમય હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જણાશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહિ. દાંપત્યજીવનમાં લાગણી કે માનહાનિના પ્રસંગોને કારણે ઘર્ષણ જાગશે. જીવનસાથીની તબિયત બગડે નહિ તે જોવું રહ્યું.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહિ. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોનો વગેરે મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. મહત્ત્વના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂચવાયા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ શકશો. અટવાયેલા કામકાજમાં પ્રગતિ થશે. વારસાની સંપત્તિથી હજુ લાભ જણાતો નથી. મુશ્કેલીમાં મિત્રો-સ્વજનોની સહાય મળે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં મુશ્કેલ વાતાવરણમાંથી બહાર નીકળશો. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યાઓ ઘેરી વળશે. જોકે કાર્યશીલ રહેશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારાં કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાની લાભની આશા અંશતઃ ફળશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા અને યશમાન મળે. હિતશત્રુઓ પર વિજય મળશે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. વૃદ્ધિ અને લાભની આશાઓ ફળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter