તા. ૧૮ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 17th January 2020 05:38 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં એક પ્રકારની અજંપા અને અકળામણની સ્થિતિનો અનુભવ થાય. વિલંબથી ફળ મળવાના કારણે તાણ અનુભવાશે. આર્થિક જવાબદારીઓ વધતી જણાશે. નુકસાન કે ખર્ચનું પ્રમાણ વધતું જણાશે. નાણાભીડના કારણે કેટલીક યોજનાઓ મુલતવી રાખવી પડશે. ઉઘરાણી પ્રત્યે વધુ ધ્યાન આપવું જરૂરી. નોકરિયાતોને ઉન્નતિનો માર્ગ હજુ અવરોધાયેલો જણાશે. પ્રગતિ આડે કોઈને કોઈ પ્રકારના વિઘ્નો આવે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન તમારા ગૂંચવાયેલો પ્રશ્નો યથાવત્ રહેતાં માનસિક અશાંતિ અને અજંપો જણાશે. આથી મનને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢજો. નાણાકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે ખરા, પરંતુ ખોટા ખર્ચ-વ્યયના કારણે જૈસે થે જેવી સ્થિતિ સર્જાશે. કામકાજમાં સરળતા રહેશે. નાણાભીડ તીવ્ર બનતી લાગશે, પણ તેને પહોંચી વળવા પ્રયત્નો ચાલુ રાખજો.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક દૃષ્ટિએ સમય સારો જણાશે. મન પરનો બોજો ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહવર્ધક બનશે. નાણાકીય તકલીફોનો ઉપાય મળશે. જરૂરી વ્યવસ્થાઓ ઊભી થતાં મૂંઝવણ દૂર થશે. ખર્ચાઓ પૂરતી જોગવાઈ કરવામાં વાંધો નહિ આવે. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વેપાર-ધંધાના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ મનની મુરાદ બર ન આવતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવાશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આપની આવકવૃદ્ધિ યા કોઈ જૂનો લાભ મળતા રાહત આપતો સમય પુરવાર થાય. તમારા માથેનાં ખર્ચાઓ સંદર્ભે જોગવાઈ કરી શકશો. તમારા કામ પૂરતા નાણાં મળવાનો યોગ છે. શેર-સટ્ટાથી લાભના કોઇ યોગ નથી. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળે.

સિંહ (મ,ટ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ થશે. કોઈ અગત્યનાં મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાય. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં અહીં અણધાર્યો લાભ કમાઈ લેવાની લાલચમાં ન પડશો. આવકનું પ્રમાણ વધવાનો યોગ નથી બલકે વધુ પડતાં ખર્ચાઓ રહેવાના યોગો પ્રબળ છે. સાચવીને નાણાં વાપરવાની સલાહ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કેટલીક કારણ વિનાની આશંકાઓને કારણે માનસિક બેચેનીનો અનુભવ થશે. મનની શાંતિ ખોરવાતી જણાશે. ધીરજની કસોટી થશે. આવકવૃદ્ધિના નવા માર્ગ મળતા આર્થિક સ્થિતિમાં સુધારો થાય. અગત્યના લાભના પ્રસંગો પ્રાપ્ત થશે. ખર્ચાઓ માટેની જોગવાઈ ઊભી કરવાના પ્રયત્નો સફળ નીવડશે. નોકરીના ક્ષેત્રે પ્રશ્નોથી મૂંઝવણ સર્જાશે, જે ઉદ્વેગ પેદા કરે. વિવાદાસ્પદ બાબતથી દૂર રહેવું જરૂરી. બદલી કે સ્થળાંતરના યોગ છે. ધંધા-વેપારમાં પણ પ્રતિકૂળ સંજોગો જણાશે.

તુલા (ર,ત)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરી રહેશે. જોકે તમારી મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડવાનું ટાળજો. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધમાંથી બહાર નીકળી શકશો. બદલીનો યોગ છે. વૃદ્ધિ-વિકાસના પગલાંના આયોજન માટે આ સમય વિકાસકારક છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગત્યના પ્રશ્નોના નિકાલ માટે સાનુકૂળ સંજોગો પેદા થતાં તમારી સક્રિયતા અને ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. વિકાસની તકો આવશે તે ઝડપી લેજો. આ સમય નાણાકીય દૃષ્ટિએ એકંદરે સુધારો સૂચવે છે. અટવાયેલા નાણાં મેળવવા વધુ પ્રયત્ન કરજો. આવક ઊભી થવા સામે રોકાણ - ચૂકવણીઓ રહેશે. નોકરિયાતો માટે આ સમય વધુ પ્રોત્સાહક નીવડશે. તમારા કાર્ય બદલ પ્રશંસા મળે. વિરોધીઓના હાથ હેઠા પડતાં શાંતિ મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક સ્વસ્થતા અને શાંતિ ડહોળાય તેવા સંજોગો જણાશે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસ વધારજો. નિરાશાજનક વિચારો છોડવા જરૂરી છે. આ સમય દરમિયાન ખર્ચાના પ્રસંગો વધશે. નુકસાન - કરજ કે લોન દ્વારા આર્થિક બોજો વધશે. નાણાભીડના કારણે ધારી યોજના અટકશે. નોકરિયાતોને માર્ગમાં અવરોધો આવતાં જણાશે. નોકરી અંગેની સમસ્યાઓ હજી યથાવત્ રહેતી જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે.

મકર (ખ,જ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં વિઘ્ન આવ્યા બાદ સફળતા મળે. ખોટા વાદ-વિવાદના પ્રસંગો માનસિક સંઘર્ષ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. મનનો બોજો વધશે. નાણાંકીય પરિસ્થિતિ અંગે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. અહીં એક બાજુથી જાવક અને ખર્ચના પ્રસંગો આવે. બીજી બાજુ આવક યા લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બને. કોઈ નુકસાન કે વ્યયનો પ્રસંગ પેદા થશે. નોકરિયાતોને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતો જણાતા રાહત મળે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપણા ગ્રહયોગો દર્શાવે છે કે આ સમયમાં તમારે કેટલાક પડકારોની સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મનમાં અજંપો રહેશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમય નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ રહેશે. નોકરિયાતોને હવે નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. સપ્તાહના અંત ભાગમાં વિકાસ આડેના અવરોધ દૂર થતાં જોવા મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. મહેનત વધુ થશે, પરંતુ પ્રયત્નો જરૂર ફળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર બેચેની કે ઉદાસીનો અનુભવ થશે. ખોટી નિરાશા મનનો કબજો ન લઈ લે તે જોવું રહ્યું. તમારી મૂંઝવણો વિશે જેમ વધુ વિચારશો તેમ વધશે. નાણાકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ તંગી વર્તાશે. ગૃહોપયોગી ચીજવસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહિ. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ હજુ મૂંઝવતી જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter