તા. ૧૮ જુલાઇ, ૨૦૧૫થી ૨૪ જુલાઇ, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 15th July 2015 08:20 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયગાળામાં ઉત્સાહપ્રેરક બનાવના કારણે મનની અશાંતિ સર્જતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગીરીમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદ-ઉત્સાહનો અનુભવ કરાવશે. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. સપ્તાહ દરમિયાન આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરીઓ, આર્થિક જવાબદારીના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન અંગત કારણોસર કોઈ અજંપો કે બેચેનીનો અનુભવ કરાવે તેવું વાતાવરણ જણાશે. નિર્ધારિત આયોજન ન થવાથી નિરાશ યા હતોત્સાહિત થવાની જરૂર નથી. મનોબળ ટકાવી રાખજો. નાણાકીય દૃષ્ટિએ જોઇએ તો તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુને વધુ સમસ્યા સૂચવે છે. કોઇ પણ પ્રકારે દેવું યા કરજ ન વધારશો. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે અટકતો જણાશે. ખર્ચાઓ અને જવાબદારીઓ વધારવા પર અંકુશ રાખવો જરૂરી છે.

મિથુન (ક,છ,ઘ)ઃ અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ માનસિક શાંતિ મળશે. પરિણામો વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. લાંબા સમયથી વણઉકલ્યા નાણાંકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળી રહેશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ કે લોન સહાય દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. નોકરિયાતોને કામકાજનો બોજો વધશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળો કેટલીક રીતે પ્રગતિકારક કહી શકાય. ખાસ કરીને મકાન-મિલકતને લગતી ચિંતા-ઉપાધિનો માર્ગ મળી રહેશે. આ ઉપરાંત હવે રચનાત્મક અને મહત્ત્વના કાર્યોમાં સફળતા મળશે. સપ્તાહ દરમિયાન માનસિક તાણ યથાવત્ રહેશે. હિતશત્રુઓના કારણે અશાંતિ રહે. નોકરિયાતોને ગેરસમજો, અપયશની ચિંતા જણાય. ધંધા-વેપાર લક્ષી કામકાજોમાં આભાસી પ્રગતિ દેખાશે. કામ વધે, પણ આવક ન વધે તે સ્થિતિમાં નાણાંભીડ જણાશે. શેર-સટ્ટાના કામકાજથી દૂર રહેવું.

સિંહ (મ,ટ)ઃ નાણાંકીય પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. આવક કરતાં ખર્ચા વધી ન જાય તે જોવું જરૂરી છે. જો નાણાંકીય વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી અટકતાં નાણાભીડ વધશે. દામ્પત્યજીવનની સંબંધિત બાબતો માટે આ સમયના ગ્રહયોગ શુભ કહી શકાય. કોઇ સમસ્યા હશે તો હળવી થશે. આ સમયગાળામાં નોકરી-ધંધાના ક્ષેત્રે હજુ કેટલાક અવરોધો કે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો માનસિક તણાવમાંથી બચી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. સ્વજનોની સહાયતાઓથી નિર્ધારિત કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળે નહિ. નોકરિયાતોએ વિરોધીથી સાવધ રહેવું જરૂરી છે. ઉતાવળા નિર્ણયો લેવા હિતાવહ નથી.

તુલા (ર,ત)ઃ કોઈને કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદના પ્રસંગો આવશે. જોકે શાંતિ અને માનસિક સંયમ જાળવજો. લાગણીઓ પર આની કોઈ અસર થવા દેશો નહિ. નાણાકીય દૃષ્ટિએ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. અહીં મહત્ત્વની મુલાકાતો થશે, જે લાભદાયી બનશે. હાથ ધરેલી કામગીરીઓ માટે સફળતાસૂચક સમય છે. વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે, જેને તમે નાકામિયાબ બનાવી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ લાગણીઓના પ્રશ્ને તમારા મનમાં ઉત્પાત સર્જાય. મનના આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતાં નાણાકીય તંગી વર્તાશે. કરજ-લોન દ્વારા વ્યવહાર નિભાવી શકશો. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો પંથ ખુલ્લો થશે. ઉપરી અધિકારીઓ સાનુકૂળ વલણ દાખવશે. વેપાર-ધંધામાં વિકાસની નવીન તકો મળશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારા સૂચવતા નથી, સ્થિતિ જેમની તેમ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં શુભાશુભ અનુભવો તમને થશે. લાગણી અને સ્વમાનના પ્રશ્ને દિલમાં અજંપો જણાય. તમારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ ન જણાતા તમને અંતઃકરણમાં ઉત્પાત જણાશે. જો તમે નોકરી કરતાં હશો તો તમારા માટે સમય હજી સારો નથી. જવાબદારીઓનો બોજો વધતો જણાશે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડશે. વેપાર- ધંધાના ક્ષેત્રે હજુ ધારી સફળતા મળે નહિ. મકાનના સ્થળાંતર કે નવા મકાનનું કામ હજુ ખોરંભે પડતું લાગે.

મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન કૌટુંબિક કારણસર માનસિક તાણ કે કોઈ અગમ્ય અનિશ્ચિતતાની લાગણીનો અનુભવ કરશો. તમારી લાંબા સમયની ઈચ્છાઓ સાકાર થતી જણાય. અગમ્ય બેચેની દૂર થવા લાગશે. અહીં તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો થકી મૂંઝવણ, ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર- ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણરૂપ જણાય છે. એક પ્રકારની અજંપાની ભાવનાથી મન પર બોજો વધશે. અકળામણ પણ વધે. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે હજુ આ સમયગાળામાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળતા જણાય નહિ. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે નહિ તેની કાળજી રાખજો. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનતા જણાય. વર્તમાન નોકરીમાં પ્રશ્નોના ઉકેલો માટે સાનુકૂળતા સર્જાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોકામનાની પૂર્તિ માટે સંજોગોનો સાથ મળતો જણાય. અશાંતિ અને ચિંતાના વાદળો દૂર થતા જણાય. નાણાંભીડ દૂર થાય. ખર્ચ પૂરતી જોગવાઈ કરી શકશો. અટવાયેલી ઉઘરાણી મેળવી શકશો. નોકરિયાતને તેમના કાર્યની કદર થતી જોવા મળશે. ઉપરીનો સાથ-સહકાર પણ વધે. સહકર્મચારીનો સહકાર મળે. વેપાર-ધંધામાં લાભદાયી અને સાનુકૂળ સંજોગોનો ફાયદો ઉઠાવી શકશો. જોઈતી મદદો પ્રાપ્ત થાય. મકાન-વાહન સંબંધિત બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ થાય. પ્રગતિકારક તક આવી મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter