મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ. આ સમય આર્થિક રીતે મધ્યમ રહે. વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી નવા ખર્ચાઓનો બોજો પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મળેવી શકશો. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળતા જણાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેનભરી બનતી જણાશે. જોકે તે માટે કોઈ કારણ જણાશે નહિ. આ સપ્તાહ દરમિયાન અનુકૂળતા અને સફળતાઓનો બને એટલો લાભ લઈ લેજો. ગાફેલ - આળસુ બનશો નહિ. તમારા વિકાસ અને પ્રગતિ માટે તક મળવાની છે. નાણાંકીય સંજોગો ગમે તેટલા વિપરિત હોય તો પણ હિંમત હારશો નહીં. યોગ્ય માર્ગ મળી રહેશે. નોકરિયાતને ધાર્યું ફળ મળે નહીં તેમજ વિલંબ થાય. ધંધાકીય સમસ્યા હલ થતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ બની રહે. કૌટુંબિક યા ગૃહજીવનને લગતી સમસ્યાઓ વાદ-વિવાદને કુનેહથી નીપટાવજો. મકાન-મિલકત યા ભાડાના મકાન અંગેની બાબતો જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થતો જણાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં આપના માથે જવાબદારીઓનો બોજો વધશે. લાગણીઓ ઘવાતા મન ઉદ્વેગ થતાં અજંપો અનુભવાશે. ગેરસમજો તથા વાદવિવાદોના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ દાખવીને ઘર્ષણ ટાળી શકાશો. આ સમયમાં નાણાંકીય સંકડામણનો પણ અનુભવ થશે. બચત થાય નહીં. નુકસાન કે છેતરપિંડીથી થવાના યોગ છે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે સારી તક કે લાભ મળવાના યોગ જોવા મળશે. સમય પ્રગતિકારક છે. વેપારી વર્ગને ધંધાકીય મુશ્કેલીઓ દૂર થશે. ધંધાકીય પ્રશ્નોનો ઉકેલ ઉપયોગકારક નીવડે. આપના પ્રયત્નો ફળતા લાગે. તમારા મકાન વિષયક કામકાજોમાં સફળતા વધશે. મિલકતના કામકાજો પાર પડતા જણાય. કૌટુંબિક ઉપાધિઓથી હવે હળવાશ મળશે. સંયુક્ત કુટુંબના પ્રશ્નો યથાવત્ રહે. ભાતૃવર્ગનો સહકાર મળે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદોના પ્રસંગો આવશે. શાંતિ અને માનસિક સંયમ જાળવજો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહિ. બને તેટલા વ્યવહારિક બનજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર નીવડશે. અચાનક લાભ કે મદદનો યોગ છે. કેટલાક વિશેષ ખર્ચાઓ કરવા પડશે, જેની જોગવાઈ પણ કરી શકશો. નોકરિયાત અને ધંધાદારી વ્યક્તિને મહત્ત્વની મુલાકાત લાભદાયી બનશે. વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે, જેને નિષ્ફળ બનાવી શકશો. મકાન-વાહનના મામલે સમય પ્રતિકૂળતા સૂચવે છે. થોડીઘણી હેરાનગતિ પણ જોવા મળે. ટેન્શન વધશે.
સિંહ (મ,ટ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ધંધાકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોવા માટે ખર્ચાઓ પર કાબૂ રાખજો. તમારી આવક વધવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહિ. મદદ સહાયરૂપી આવક થાય. નોકરિયાતને સમસ્યાઓના ઉકેલમાં સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ - હિતશત્રુઓ ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે. જમીન-મકાનની લે-વેચ જેવા કાર્યોનો ઉકેલ લાવવા માટે વધુ પરિશ્રમ કરવો પડે. વિઘ્નો બાદ મકાનની ફેરબદલી થાય. નવા મકાનમાં સ્થળાંતરના યોગ છે. કૌટુંબિક પ્રશ્નો હલ થશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીજનોનો સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો દ્વારા આવક વધશે. નોકરિયાતોની બઢતી આડેથી વિઘ્નો દૂર થાય. બદલી અંગેના પ્રયત્નો સફળ થાય. ધંધા-વેપારના કામકાજોમાં પણ સફળતા સાંપડશે. નવીન કોલ-કરારો થાય. અવરોધોમાંથી માર્ગ મળશે. મકાનની ફેરબદલીનું કામ ખોરંભે ચડતું લાગે. જોકે હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખવા.
તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય અને વિરોધીઓ - હરીફો પર વિજય મળે. આ સમયના ગ્રહયોગો મકાન-સંપત્તિના કામકાજો માટે પ્રતિકૂળતા તેમજ મુશ્કેલી સૂચવે છે.
વૃશ્ચિક (ન,ય)ઃ વિકાસની કોઈ નવી કેડીનો માર્ગ મોકળો થતાં આશા-ઉત્સાહ વધશે. શાંતિનો અનુભવ થાય. આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતા આનંદ મળે. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવશે. આવક કે નાણાકીય જરૂરિયાત માટેના પ્રયત્નો સફળતા સૂચવે છે. નોકરી કે ધંધાની બાબતો માટે આ સમયમાં વિકાસની તકો છે. કોઈની મદદ ઉપયોગી થાય. ઉચ્ચ સ્થાનપ્રાપ્તિની આશા ફળદાયી બને. મકાન-મિલકતની બાબતે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી. સ્થિતિ જેમની તેમ રહે. સંઘર્ષ - વિવાદના પ્રસંગો ન સર્જાય તે જોવું રહ્યું.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં ઉચાટનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર બોજ વધારવા દેશો નહીં. નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતા ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરવી નહિં. સાહસમાં ઝંપલાવશો નહીં. નુકસાન - હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીઓના હાથ હેઠા પડે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રમાં માહોલ મૂંઝવણભર્યો જણાશે.
મકર (ખ,જ)ઃ ચિંતાનો બોજ હળવો થાય. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના ઓરતા સાકાર થતા લાગે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા માટે વધુ સજાગ રહેવું યોગ્ય. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય નહિ તે જોવું રહ્યું. ઉઘરાણી મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથે સંબંધો સારા રહે. સહકર્મચારી સાથે વિવાદ ન સર્જાય તે જોવું રહ્યું. વેપારી વર્ગ સાવચેતીથી ચાલશે તો સારા લાભ મેળવી શકશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનોવ્યથા અને બેચેનીના પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક વિચારો છોડશો તો જ શાંતિ મળશે. ધીરજ અને સમતાના ગુણો કેળવવા જરૂરી. ભાવિ આયોજન ખોરવાય. આવક કરતાં ખર્ચ - ચૂકવણીનો બોજ વધુ રહે. ચિંતામાં સમય પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહીં. ઉપરી સાથે ઘર્ષણ વિવાદના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળતાભરી રહેશે. જમીન-મિલકતના કામકાજોમાં પણ પ્રગતિ થાય. સફળતા અને પ્રગતિ જોવાશે. લે-વેચના કાર્યો પાર પાડી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં ઇચ્છિત તકો પ્રાપ્ત કરી શકશો. ઉત્સાહમાં વધારો થાય. સક્રિયતા વધશે. માનસિક તાણ હળવી બનશે. અગત્યના નાણાંકીય પ્રશ્નો હલ થતાં હળવાશ વર્તાશે. ઉઘરાણી - દેવાના પ્રશ્નો પતાવી શકશો. જરૂરિયાતના પ્રસંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકશો. ધીરેલાં - ફસાયેલા નાણાં મળશે. અન્ય સ્રોતોમાંથી આવક વધતાં રાહત મળે. તમારા માર્ગમાં આવતાં વિરોધીઓ ખુલ્લા પડતાં જણાશે. જમીન-સંપત્તિના કામકાજમાં સફળતા મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય.