તા. ૧૮ મે થી ૨૪ મે ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 17th May 2019 07:19 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહે અમુક વ્યક્તિઓ તરફથી મુશ્કેલી ઊભી થતી જણાશે. પ્રોપર્ટી લે-વેચમાં પડવું હિતાવહ નથી. ઉકેલની માત્ર વાતો જ થશે. અંગત વ્યક્તિઓ જ આડે આવશે. નાણાંકીય મુંઝવણ વધશે. વેપારમાં સોના એંશી થતા જોવા મળશે. સંતાનની ચિંતા પણ વધારો કરશે. વાણી-વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી બનશે. ક્રમશઃ પ્રગતિ અને સફળતા મળશે. સપ્તાહનો અંત સારો જણાય. દામ્પત્યજીવન સરળ બનશે. વડીલોના કાર્યો માટે ઉદારતા રાખવી આપના હિતમાં રહેશે. યુવાનો માટે કાળજી રાખવી હિતાવહ.

વૃષભ (બ,વ,ઉ,)ઃ સપ્તાહની શરૂઆતથી જ મન શાંતિ અનુભવશે. કૌટુંબિક સમર્થન મળશે. સંતાનની ચિંતા ઓછી થાય. સ્વજનો-મિત્રોની મદદ મળશે. સામાજિક-ધાર્મિક કામમાં દોડાદોડી થાય. નાણાંકીય રાહત રહેશે. નવા ધંધા-વેપારની ઇચ્છા સાકાર થાય. નોકરીમાં પ્રમોશન માટેના સંજોગ સર્જાય. સમાજમાં માનપાન વધશે. વડીલોના આશીર્વાદ મળશે. સંતાનો સામે સારો સમય. યુવાવર્ગને ખોટી દોડધામથી કાળજી રાખવી હિતાવહ રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ આત્મબળ વધશે. નાણાંકીય બોજ આ સમયે ઘટશે. પ્રવાસ-યાત્રાની તકો ઉજ્જવળ બનશે, પ્રીતિપાત્રનો સહયોગ વધશે, સ્વજનો-મિત્રોનું મન સચવાય. ધીરજના ફળ મળતા જણાય. વેપાર-નોકરીમાં પ્રગતિ સધાય. આકસ્મિક લાભા યોગ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પતાવટ થાય. ઓળખાણો કામ લાગે. આર્થિક બાબતે ચિંતા ઓછી થશે. લગ્નવાંચ્છુઓને શુભ સમાચાર મળે. સપ્તાહ આનંદમાં પસાર થાય. નોકરીમાં સ્થાનફેરની ઇચ્છા સાકાર થતી જણાય. નવી નોકરીની તલાશમાં હશો તો તે ફળશે. આકસ્મિક લાભ થાય.

કર્ક (ડ,હ)ઃ નાણાંકીય રીતે આ સપ્તાહ મૂંઝવણકારક છે. લેણદારોની દોડધામ રહે. સામાજિક કાર્યોમાં મદદરૂપ બનવું પડશે. ધાર્મિક આયોજન ગોઠવાય. મનોસ્થિત અશાંત રહે. સંતાનની ચિંતા યથાવત્ જણાય. તંદુરસ્તી બાબતે કાળજી લેવી જરૂરી. ધંધાકીય હરીફાઈ થાય. નોકરીમાં વિચારભેદ ઊભા થાય. વિદ્યાર્થીઓએ કાળજી રાખવી જરૂરી રહે. યુવાનોને વગર કારણની માથાકુટથી દૂર રહેવા સલાહ છે. ફેકટરીમાં કામ કરનારે સાચવું હિતાવહભર્યું છે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન આર્થિક સ્થિતિ ચિંતાનજક રહેશે. સ્વજનો-મિત્રોની મદદથી મુશ્કેલી દૂર થશે. સંતાન તરફથી સહયોગ મળશે. નવી કામગીરી માથા પર આવશે. વેપાર-નોકરીમાં ધ્યાન રાખવું પડે. તંદુરસ્તી યથાવત્ રહે. સાહસ કરતા ધ્યાન રાખવું. મિત્રોની જવાબદારી લેવી પડે. વિદ્યાર્થીઓને રાહત રહેશે. દામ્પત્યજીનમાં ખાટીમીઠી થાય. નવા ધંધા માટે રાહ જોવી પડશે. નવી નોકરીની પ્રતિક્ષા ઓછી થાય. શુભ સમાચારો મળે. શેર-સટ્ટા કે નાણાંકીય રોકાણ માટે ધ્યાન રાખવું પડે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન નોકરીમાં સરળતા થતી જણાય. નાણાંભીડ ઓછી થશે. સ્વજનો-મિત્રો તરફથી યથાવત્ પરિસ્થિતિ રહે. મન પ્રફુલ્લિત રહેશે. પ્રશ્નોનું નિરાકરણ જણાય. ક્રમશઃ પ્રગતિના યોગ છે. પ્રિય પાત્રોની મદદ મળે. પતિ-પત્ની વચ્ચે મનમેળ વધશે. ભાગીદારીમાં થયેલા મનદુઃખનું નિરાકરણ મળશે. ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યોમાં ઓળખાણો કામ લાગશે. મન આનંદ અનુભવશે.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ વિવિધ ખાટામીઠા અનુભવોમાંથી પસાર થશે. અંગત કહેવાતા પણ મોઢું બગાડશે. છતાં ધીરજ રાખવી જરૂરી છે. નાણાંકીય ભીડ રહેશે. કરેલા કામોનો યશ નહિ મળે. લગ્નવાંચ્છુઓ માટે નિરાશાનો સમય. છતાં ધીરજ ધરવી સારુ ગણાશે. વેપારમાં સ્થિરતા રહે. નોકરીમાં અન્યોનો હસ્તક્ષેપ તકલીફ સર્જશે. ભાઈભાંડુ મદદરૂપ બનશે. પ્રવાસ-યાત્રા માટે આયોજન ગોઠવાશે. લાભની લાલચમાં શેરસટ્ટો કે જુગારમાં સાહસ નહીં કરવા સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન મનોબળ નબળું પડશે. વેપાર-નોકરી કરનાર માટે અવરોધો ઊભા થાય. અંગત વ્યક્તિઓ તરફથી દુઃખદ સમાચાર મળે. વિશ્વાસઘાત થવાના પ્રસંગો બને. નાણાંકીય રાહત રહે. છતાં લેવડદેવડના પ્રશ્નોમાં ધ્યાન રાખવું. સંતાનોની ચિંતા સતાવે. પતિ-પત્ની વચ્ચે ટેન્શન રહેશે. મિત્રોને મનઃદુખ થાય. વિદ્યાર્થીઓને મધ્યમ સમય છે. યુવાનોએ પોતાના કાર્યોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. વગર કારણની ચિંતાઓથી દૂર રહેવા સલાહ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન આપને અનેક ચઢાવ-ઉતાર જોવા મળશે. દાંપત્યજીવનમાં કડવાશ જણાય. મન પર ચિંતાનો બોજ રહે. મિત્રોની મદદ મેળવવી પડશે. સ્વજનો દૂર ભાગશે. અંગત નિર્ણયો ખોટા પડે. તંદુરસ્તી સાચવવી પડશે. વાદવિવાદથી દૂર રહેવાનો સમય છે. મન ઉદ્વેગી બનશે. ક્રોધ ઉપર કાળજી રાખવી. પ્રવાસ-યાત્રા ટાળવા. કોર્ટ-કચેરી કે સરકારી કાર્યોમાં વિલંબ થતો જોવા મળશે. મનદુઃખ, ઝઘડો ન થાય તેની કાળજી રાખવી હિતાવહ છે.

મકર (ખ,જ)ઃ આ સમય લાભદાયી બને. સ્વજનો મિત્રો પરત્વે સહાનુભૂતિ વધશે. નાણાંકીય ભીડ ઓછી થશે. આકસ્મિક લાભ થવાની સંભાવના છે. મન આનંદ-ઉલ્લાસ અનુભવશે. કામનો જશ મળશે. નોકરીમાં રાહત અને વેપારમાં પ્રગતિ થાય. પતિ-પત્ની વચ્ચે સાનુકૂળતા વધશે. નવા આયોજન ગોઠવાશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય છે. યુવા વર્ગ માટે પ્રીતિપાત્રો તરફથી સહાનુભૂતિ મળે. સામાજિક, ધાર્મિક તથા રાજકીય ક્ષેત્ર પણ દોડધામ કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે. મધ્ય બાદ ચઢાવ-ઉતાર રહે. મિત્રો-સ્વજનોનો સહયોગ મળી રહેશે. યાત્રા-પ્રવાસમાં સફળતા જણાય. વેપાર-ધંધામાં પ્રગતિ મળે. નોકરીમાં મન આનંદ-ઉલ્લાસ અનુભવશે. પ્રમોશનની શક્યતા વધે. કામકાજનો બોજ વધે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. મન ઉપર ગુપ્ત ચિંતાનો બોજ રહે. પતિ-પત્ની વચ્ચે સારો મનમેળ રહે. વિદ્યાર્થીઓ માટે મૂંઝવણકારક સમય. પ્રવાસમાં કાળજી રાખવી જણાય. નાણાંકીય ભીડ વર્તાશે. આત્મબળ મજબૂત રાખવું.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મન મક્કમ રાખીને નિર્ણયો લેવા પડશે. નવા સમાચારો લાભદાયી બનશે. મિત્રો-સ્વજનોનો સહકાર લાભકારક બનશે. વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય છે. નાણાંકીય વ્યવહાર સચવાય. વેપાર-ધંધામાં સાથ સહકાર મળે. નોકરિયાતને પ્રમોશનની ચર્ચા સાંભળવા મળે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં પ્રગતિ જોવા મળે. અનેક કાર્યોની જવાબદારી નિભાવવી પડશે. નવી ઓળખાણો કામ લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter